દેશમાં કેવી રીતે ઉભી થઇ કોલસાની અછતની મોટી સમસ્યા, કોલસા માતરી પ્રહલાદ જોશીએ આપ્યું કારણ

|

Oct 14, 2021 | 10:04 PM

Coal Shortage : દેશભરમાં કોલસાની અછત સર્જાઈ છે, જેના કારણે વીજળીના ઉત્પાદન પર અસર પડી છે. વીજળીના કાપને ટાળવા માટે, તમામ રાજ્ય સરકારો એક્સચેન્જમાંથી અતિશય ઉંચી કિંમતે વીજળી ખરીદી રહી છે.

દેશમાં કેવી રીતે ઉભી થઇ કોલસાની અછતની મોટી સમસ્યા, કોલસા માતરી પ્રહલાદ જોશીએ આપ્યું કારણ
How did such a big crisis of coal shortage occurred Jharkhand Coal Minister Prahlad Joshi told the reason

Follow us on

DELHI : દેશભરમાં કોલસાની તીવ્ર અછત (Coal Shortage)ઉભી થઇ છે. તેના કારણે દેશના ઘણા રાજ્યોમાં વીજળીની કટોકટી ઘેરી બની છે અને વીજળીના કાપને ટાળવા માટે રાજ્ય સરકારો એક્સચેન્જમાંથી મોંઘા ભાવે વીજળી ખરીદી રહી છે. જોકે સવાલ એ ઉભો થઇ રહ્યો છે કે અચાનક દેશમાં કોલસાની આટલી મોટી અછત કેવી રીતે સર્જાઈ. કોલસા મંત્રી પ્રહલાદ જોશી (Prahlad Joshi)એ આ સવાલનો જવાબ આપ્યો છે.

કોલસા મંત્રી પ્રહલાદ જોશીએ ગુરુવારે જણાવ્યું હતું કે, ચોમાસાના વરસાદને કારણે કેટલીક ખાણો બંધ થવાથી અને કેટલીક અન્ય ખાણોમાં પાણીને કારણે કોલસાની કટોકટી ઉભી થઈ છે. જો કે આ સાથે જ ભવિષ્યમાં આ કટોકટીની સ્થિતિનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે પરિસ્થિતિ સુધરી રહી હોવાથી ગભરાવાની જરૂર નથી.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

ઝારખંડના ચત્રા જિલ્લાના પીપરવાડ ખાતે સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડ (CCL) ની અશોકા ખાણની મુલાકાત દરમિયાન પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, દેશના પાવર પ્લાન્ટ્સને જરૂરી માત્રામાં કોલસો મળતો રહેશે. જ્યારે હાલની પરિસ્થિતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, અમે હાલ પરિસ્થિતિમાં સુધારો જોઈ રહ્યા છીએ.

દરરોજ 20 લાખ ટન કોલસાનું ઉત્પાદન કરવા સક્ષમ
કોલસા મંત્રીએ CCL અને ઈસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ (ECL) ના અધિકારીઓ સાથે પ્રવર્તમાન પરિસ્થિતિ પર વાતચીત કરી હતી. કોલસાનું વધુ ઉત્પાદન કરવાની જરૂરિયાત પર ભાર મુકતા તેમણે કહ્યું હતું કે, આપણે દરરોજ 20 લાખ ટન કોલસાનું ઉત્પાદન કરી શકીએ છીએ.

પ્રહલાદ જોશીએ મીડિયાને જણાવ્યું હતું કે, ચોમાસાને કારણે કેટલીક કોલસાની ખાણો બંધ થઇ છે અને અન્ય કેટલીક ખાણોમાં પાણી ભરાઈ જવાને કારણે પાવર પ્લાન્ટ્સને કોલસાનો પુરવઠો ખોરવાયો હતો. મંત્રીએ બેઠકમાં ખાણકામ માટે જમીનની ઉપલબ્ધતા સંબંધિત મુદ્દા પર પણ ચર્ચા કરી. તેમણે કહ્યું કે જિલ્લા વહીવટીતંત્ર સહિત દરેકના સહકારથી ઉકેલ આ સમસ્યાનો ઉકેલ આવશે.

આ પણ વાંચો : રાજનાથ સિંહે ભારત-પાકિસ્તાન યુદ્ધનો ઉલ્લેખ કરી ઈન્દિરા ગાંધીને યાદ કર્યા, જાણો શું કહ્યું

આ પણ વાંચો : #SeekhengeJeetengeBadhenge : કેસ્ટ્રોલ ઇન્ડિયાએ સુપર મિકેનિક કોન્ટેસ્ટનું ચોથું એડિશન લોન્ચ કર્યું

Published On - 9:59 pm, Thu, 14 October 21

Next Article