લોકસભાનો એ વીડિયો કિરેન રિજિજુએ કર્યો શેર, કોંગ્રેસની મહિલા સાંસદોએ કેવી રીતે પીએમની બેઠક પાસે મચાવ્યો હતો હોબાળો

| Edited By: | Updated on: Feb 10, 2026 | 5:21 PM

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં કોંગ્રેસના મહિલા સાંસદો વરિષ્ઠ સાંસદો અને પીએમની બેઠક પાસે બેનર પ્રદર્શિત કરતી જોવા મળે છે.

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ, ગત 4 ફેબ્રુઆરીએ સંસદમાં થયેલા હોબાળા સામે સખત વાંધો ઉઠાવ્યો છે. તેને “ખરાબ વર્તન” ગણાવતા, રિજિજુએ તેને સંસદની ગરિમાનું અપમાન ગણાવ્યું છે.

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ, ગત 4 ફેબ્રુઆરીએ લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન ઉપરની ચર્ચા દરમિયાન થયેલા હંગામા સામે સખત વાંધો ઉઠાવ્યો છે. કોંગ્રેસના મહિલા સાંસદો, વડા પ્રધાનની બેઠક પાસે પહોંચીને હંગામો મચાવતા હતા તે અંગેનો એક વીડિયો તેમણે શેર કર્યો છે. આ અંગે તેમણે કહ્યું, “કોંગ્રેસ પાર્ટીને તેમના સાંસદોના સૌથી અભદ્ર વર્તન પર ગર્વ છે !! જો આપણે બધા ભાજપના સાંસદોને રોક્યા ના હોત અને મહિલા સાંસદોને કોંગ્રેસના સાંસદોનો સામનો કરવાની મંજૂરી ના આપી હોત, તો તે ખૂબ જ ખરાબ દ્રશ્ય સર્જાયા હોત.”

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં કોંગ્રેસના મહિલા સાંસદો વરિષ્ઠ સાંસદો અને પીએમની બેઠક પાસે બેનર પ્રદર્શિત કરતી જોવા મળે છે. વીડિયોમાં વિપક્ષ અને શાસક પક્ષના સાંસદો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ જોવા મળે છે. કિરેન રિજિજુએ એમ પણ કહ્યું કે, સંસદની ગરિમા અને પવિત્રતાનું રક્ષણ કરવું એ આપણી મોટી જવાબદારી છે.

દેશભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.