એક દેશના બે વડાપ્રધાન અને બે ઝંડા કેવી રીતે હોઈ શકે? આવું કેમ બોલ્યા અમિત શાહ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભામાં જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન એટલે કે સુધારા બિલ પર ચર્ચા ચાલી રહી છે જેમાં જમ્મુ-કાશ્મિરમાં આતંકવાદથી લઈને અનેક પરિયોજનાઓની પર અમિત શાહ બોલી રહ્યા છે. ત્યારે બિલ પર બોલતા અમિત શાહે કહ્યું કે 'આ બિલ ન્યાય માટે છે' અને આ બિલમાં કાશ્મીરી પંડિતો માટે સીટો આરક્ષિત છે.

જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અને અનામત બિલ પર લોકસભામાં ચર્ચાનો જવાબ આપતાં ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર જોરદાર પ્રહાર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન સંશોધન બિલ 70 વર્ષથી અવગણના અને અપમાનિત થયેલા તમામ લોકોને ન્યાય આપવા માટે લાવવામાં આવ્યું છે. આ સાથે ગૃહ મંત્રીએ કહ્યુ હતુ કે એક દેશના બે ઝંડા કેવી રીતે હોઈ શકે છે દેશનો ઝંડો તે એક માત્ર નિશાન છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભામાં જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન એટલે કે સુધારા બિલ પર ચર્ચા ચાલી રહી છે જેમાં જમ્મુ-કાશ્મિરમાં આતંકવાદથી લઈને અનેક પરિયોજનાઓની પર અમિત શાહ બોલી રહ્યા છે. ત્યારે બિલ પર બોલતા અમિત શાહે કહ્યું કે ‘આ બિલ ન્યાય માટે છે’ અને આ બિલમાં કાશ્મીરી પંડિતો માટે સીટો આરક્ષિત છે.
એક દેશના બે ઝંડા કેવી રીતે હોઈ શકે છે?
અમિત શાહે આ અંગે ધારા 370 લાગ્યા પછી જમ્મુ કાશ્મીરમાં થયેલા બદલાવ અંગે વાત કરી હતી. લોકસભામાં ચર્ચા દરમિયાન ટીએમસીના સુદીપ બંદોપાધ્યાયે કહ્યું કે શ્યામા પ્રસાદ મુખર્જીનું ‘એક દેશ, એક નિશાન, એક કાયદો’નું સૂત્ર રાજકીય હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આનો વિરોધ કર્યો અને તે અંગે તેમણે કહ્યું, ‘દાદા ઉંમર થઈ ગઈ છે! એક દેશમાં બે વડાપ્રધાન કેવી રીતે હોઈ શકે? એક દેશમાં બે બંધારણ કેવી રીતે હોઈ શકે? એક દેશના બે ધ્વજ કેવી રીતે હોઈ શકે? તે ખોટું છે… જેણે આ કર્યું તેણે ખોટું કર્યું છે અને નરેન્દ્ર મોદી સરકારે તેને સુધારવાનું કામ કર્યું છે. તમારી સંમતિ કે અસંમતિથી શું થાય આતો આખો દેશ ઇચ્છે છે. આ કોઈ ચૂંટણી સ્લોગન નથી, અમે 1950થી આવું કહી રહ્યા છીએ.
લોકોને પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ
ગૃહ પ્રધાનની આ વાત સાંભળીને લોકસભા ગુંજૂ ઉઠી હતી. અમિત શાહે જણાવ્યું હતું કે, “પાકિસ્તાને 1947માં કાશ્મીર પર આક્રમણ કર્યું હતું જેમાં લગભગ 31,789 પરિવારો વિસ્થાપિત થયા હતા.1965 અને 1971ના યુદ્ધો દરમિયાન 10,065 પરિવારો વિસ્થાપિત થયા હતા. વિસ્થાપિત થયા હતા. 1947, 1965 અને 1969ના આ ત્રણ યુદ્ધો દરમિયાન કુલ 41,844 પરિવારો વિસ્થાપિત થયા હતા. આ બિલ એવા લોકોને અધિકાર આપવાનો, તે લોકોને પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ છે.”