CAPF જવાનોને ગૃહપ્રધાન અમિત શાહે આપી ભેટ, દેશની 24 હજાર હોસ્પિટલમાં આયુષ્માન ભારતનો મળશે લાભ

|

Jan 24, 2021 | 8:35 AM

આસામમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું, "તમામ CAPF જવાનો અને તેમના પરિવારના સભ્યોને એક હેલ્થ કાર્ડ આપવામાં આવશે. દર વર્ષે CAPF જવાનોના આરોગ્યની તપાસ થશે.

CAPF જવાનોને ગૃહપ્રધાન અમિત શાહે આપી ભેટ, દેશની 24 હજાર હોસ્પિટલમાં આયુષ્માન ભારતનો મળશે લાભ

Follow us on

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે 23 જાન્યુઆરી શનિવારે આસામની રાજધાની ગુવાહાટીમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસદળ (CAPF- Central Armed Police Forces)ના જવાનો અને તેમના પરિવારના સભ્યો માટે આયુષ્માન યોજનાની શરૂઆત કરાવી. આ પ્રસંગે તેમણે કહ્યું કે CAPF માટે આયુષ્માન યોજના શરૂ કરવા માટે આજના દિવસ સિવાય અન્ય કોઈ દિવસ સારો હોય ના શકે. સુભાષચંદ્ર બોઝ એવું વ્યક્તિત્વ હતા જેમને કોઈએ કોઈ એવોર્ડ આપ્યો નથી. જનતા એમના નામ સાથે નેતાજીનું સન્માન જોડીને એમને યાદ કરે છે. નેતાજીએ નારો આપ્યો હતો ” તુમ મુજે ખુન દો .. મે તુમ્હે આઝાદી દૂંગા” આ નારો આજે પણ દેશના યુવાનોમાં ઉત્સાહ અને ચેતનાનો સંચાર કરે છે, રાષ્ટ્રભક્તિને વધારે છે. ગૃહમંત્રી શાહે કહ્યું ,”આયુષ્માન CAPF યોજના અંતર્ગત CAPFના લગભગ 10 લાખ જવાનો-અધિકારીઓ અને 50 લાખ જેટલા એમના પરિવારના સભ્યો દેશમાં 24 હજાર જેટલા હોસ્પિટલોમાં માત્ર કાર્ડ સ્વાઇપ કરીને ઉપચાર કરાવી શકશે.

 CAPF  જવાનો અને પરિવારના સભ્યોને હેલ્થકાર્ડ અપાશે
ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું, “તમામ CAPF જવાનો અને એમના પરિવારના સભ્યોને એક હેલ્થકાર્ડ આપવામાં આવશે. દર વર્ષે CAPF જવાનોના આરોગ્યની તપાસ કરવામાં આવશે. હેલ્થકાર્ડ દ્વારા CAPF જવાનોને તેમના આરોગ્ય સંબંધી જાણકારી ગમે ત્યારે મેળવી શકશે. CAPF અને પોલીસ જવાનો કોરોના સામેની લડાઈમાં સૌથી આગળની હરોળમાં ઊભા હતા. ઘણા જવાનો સંક્રમિત થયા અને ઘણાએ પોતાનો જીવ ગુમાવ્યો. હું તમામ જવાનોને શુભકામનાઓ આપું છું કે તમે આ લડાઈમાં સફળ રહ્યાં છો.”

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

Next Article