ગૃહમંત્રી અમિત શાહ 9 મેથી બે દિવસ આસામની મુલાકાતે જશે, આ કાર્યક્રમોમાં લેશે ભાગ

|

May 08, 2022 | 7:03 PM

આ દરમિયાન તેઓ ભારત-બાંગ્લાદેશ બોર્ડર (India-Bangladesh Border) પર જશે અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરશે. આ પછી તેઓ હિમંતા બિસ્વા સરમા સરકારના એક વર્ષ પૂર્ણ થવા પર આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે.

ગૃહમંત્રી અમિત શાહ 9 મેથી બે દિવસ આસામની મુલાકાતે જશે, આ કાર્યક્રમોમાં લેશે ભાગ
Amit Shah - File Photo

Follow us on

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સોમવાર અને મંગળવારે બે દિવસીય આસામની મુલાકાતે જશે. અધિકારીઓએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે આ દરમિયાન તેઓ ભારત-બાંગ્લાદેશ બોર્ડર (India-Bangladesh Border) પર જશે અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરશે. આ પછી તેઓ હિમંતા બિસ્વા સરમા (Himanta Biswa Sarma) સરકારના એક વર્ષ પૂર્ણ થવા પર આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શાહ સોમવારે માનકચરમાં બોર્ડર આઉટ પોસ્ટ (BOP) ની મુલાકાત લઈને અને આંતરરાષ્ટ્રીય સરહદ પર તૈનાત બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના જવાનો સાથે વાતચીત કરીને તેમના આસામ પ્રવાસની શરૂઆત કરશે.

આ પછી, ગૃહ પ્રધાન બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના સેન્ટ્રલ સ્ટોર અને વર્કશોપનું ઉદ્ઘાટન કરશે અને તામૂલપુરમાં ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનોનું લોકાર્પણ કરશે, એમ તેમણે જણાવ્યું હતું. સોમવારે સાંજે, તેઓ ગુવાહાટી નજીક અમીનગાંવ ખાતે વસ્તી ગણતરી કાર્યાલય અને SSB બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે, અધિકારીઓએ જણાવ્યું હતું. શાહ ગુવાહાટીમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટીનું પણ ઉદ્ઘાટન કરશે.

જાણો ગૃહમંત્રીનો સંપૂર્ણ કાર્યક્રમ

મંગળવારે, ગૃહ પ્રધાન આસામ પોલીસ પરેડનું નિરીક્ષણ કરશે અને આસામ પોલીસ હેડક્વાર્ટરમાં અધિકારીઓ અને જવાનો સાથે લંચ લેશે, અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે બપોર પછી શાહ ગુવાહાટીમાં હિમંતા બિસ્વા સરમા સરકારના એક વર્ષની ઉજવણીમાં હાજરી આપવાના છે. આ પછી તેઓ શહેરમાં પોલીસ કમિશનરેટ બિલ્ડિંગનો શિલાન્યાસ કરશે. આ દરમિયાન શાહ સમગ્ર રાજ્યનો પ્રવાસ કરશે અને કેન્દ્રની નીતિઓ વિશે માહિતી આપશે. આ દરમિયાન શાળાઓ, હોસ્પિટલો, સ્ટેડિયમ અને યુનિવર્સિટીનું કામ શરૂ થશે.

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

અમિત શાહ આ મહિનાના અંત સુધીમાં 7 રાજ્યોની મુલાકાત લેશે

જણાવી દઈએ કે અમિત શાહ આ સમયે ખૂબ જ વ્યસ્ત છે અને આ મહિને તેઓ આસામ રાજ્યને ઉમેરીને સાત રાજ્યોની મુલાકાત લેવાના છે. આસામ ઉપરાંત તેઓ તેલંગાણા, કેરળ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતની પણ મુલાકાત લેવાના છે. 2024ની સામાન્ય ચૂંટણી પહેલા આ મુલાકાતોને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દરમિયાન તેઓ પાર્ટીની સ્થિતિ અને આગળની રણનીતિ પર કામ કરશે, સાથે જ ગ્રાઉન્ડ વર્ક પર પણ નજર રાખશે.

Published On - 7:03 pm, Sun, 8 May 22

Next Article