‘દરેક ભારતીયના અતુટ વિશ્વાસનુ પ્રતીક’ અપ્રુવલ રેટીંગમાં પીએમ મોદીને વિશ્વભરમાં ટોચના સ્થાને રહેવા પર ગૃહમંત્રી અમિત શાહે ખુશી વ્યક્ત કરી

|

Sep 06, 2021 | 7:15 AM

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન અને બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોનસનનો પણ આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હિન્દીમાં ટ્વિટ કરીને કહ્યું કે આત્મનિર્ભર ભારત અને તેનું પરિશ્રમી નેતૃત્વ સમગ્ર વિશ્વમાં અગ્રેસર છે.

દરેક ભારતીયના અતુટ વિશ્વાસનુ પ્રતીક અપ્રુવલ રેટીંગમાં પીએમ મોદીને વિશ્વભરમાં ટોચના સ્થાને રહેવા પર ગૃહમંત્રી અમિત શાહે ખુશી વ્યક્ત કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (ફાઈલ ઈમેજ)

Follow us on

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Union Home Minister Amit Shah) રવિવારે વૈશ્વિક સર્વેક્ષણના પરિણામો પર ખુશી વ્યક્ત કરી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૌથી વધુ પસંદ કરાયેલા નેતા તરીકે ટોચ પર રાખવામાં આવ્યા છે. અમિત શાહે કહ્યું કે આ મોદીના કાર્યો અને દૂરંદેશી નેતૃત્વમાં દરેક ભારતીયના અતૂટ વિશ્વાસને દર્શાવે છે. વૈશ્વિક નેતાઓની લોકપ્રિયતા પર સતત નજર રાખતી સંસ્થા મોર્નિંગ કન્સલ્ટના ડેટા અનુસાર, 70 ટકા લોકો પ્રથમ પસંદગી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યાદીમાં (ગ્લોબલ એપ્રુવલ રેટિંગ) ટોચ પર છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને યુકેના વડા પ્રધાન બોરિસ જ્હોનસન પણ આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હિન્દીમાં ટ્વિટ કરીને કહ્યું કે આત્મનિર્ભર ભારત અને તેનું પરિશ્રમી નેતૃત્વ સમગ્ર વિશ્વમાં અગ્રેસર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 70 ટકા ગ્લોબલ અપ્રુવલ રેટિંગ સાથે વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓની યાદીમાં ટોચ પર છે. તે પ્રધાનમંત્રી મોદીના કાર્યો અને દુરંદેશી નેતૃત્વમાં પ્રત્યેક ભારતીયના રહેલી અતૂટ વિશ્વાસનું પ્રતીક છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

પીએમ મોદીનું ડીસઅપ્રુવલ રેટિંગમાં પણ ઘટાડો થયો

મોર્નિંગ કન્સલ્ટનો ગ્રાફ દર્શાવે છે કે મે મહિનામાં કોરોનાની લહેર તેની ચરમસીમા પર હતી ત્યારે વડાપ્રધાન મોદીનુ ડીસઅપ્રુવલ રેટિંગ પણ મહત્તમ સ્તરે પહોંચ્યું હતું. હવે કોરોના મહામારીની ત્રીજી લહેરના જોખમ વચ્ચે પણ, દેશમાં કોવિડની સ્થિતિ સતત સુધરી રહી છે. આને જોતા વડાપ્રધાન મોદીનું ડીસઅપ્રુવલ રેટિંગ પણ નીચે આવ્યું છે.

ભારતમાં કોરોના મહામારી ફાટી નીકળ્યા બાદ મે 2020 માં, વડા પ્રધાન મોદીનું ડીસઅપ્રુવલ રેટિંગ  લગભગ 84 ટકા જેટલું હતું, જે સૌથી વધુ હતું. મોર્નિંગ કન્સલ્ટ ઇન્ટરવ્યુ દ્વારા દેશના પુખ્ત વયના લોકોની અપ્રુવલ અને ડીસઅપ્રુવલ રેટિંગની ગણતરી કરવામાં આવે છે. ભારતમાં આશરે 2,126 પુખ્ત વયના લોકોનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો, જેના આધારે એક ડેટા જાહેર કરવામાં આવ્યો હતો.

તાજેતરના બે મહિનામાં પીએમ મોદીનુ અપ્રુવલ રેટિંગ  વધ્યું છે, કારણ કે જૂનમાં પીએમ મોદીનું અપ્રુવલ રેટિંગ 66 ટકા હતું. જ્યારે ડીસઅપ્રુવલ રેટિંગ પણ ઘટીને 25 ટકાની આસપાસ આવી ગયું છે, જે યાદીમાં સૌથી નીચું છે.

કોને કેટલું મળ્યું અપ્રુવલ રેટિંગ

  • નરેન્દ્ર મોદી (ભારત): 70 ટકા
  • એન્ડ્રેસ ઓબ્રાડોર (મેક્સિકો): 64 ટકા
  • મારિયો ડ્રૈગી (ઇટાલી): 63 ટકા
  • એન્જેલા મર્કેલ (જર્મની): 52 ટકા
  • જો બાઈડન (યુએસએ): 48 ટકા
  • સ્કોટ મોરિસન (ઓસ્ટ્રેલિયા): 48 ટકા
  • જસ્ટિન ટ્રુડો (કેનેડા): 45 ટકા
  • બોરિસ જ્હોનસન (યુકે): 41 ટકા
  • જાયર બોલ્સોનારો (બ્રાઝીલ): 39 ટકા
  • મૂન જે-ઇન (દક્ષિણ કોરિયા): 38 ટકા
  • પેડ્રો સાન્ચેઝ (સ્પેન): 35 ટકા
  • ઇમાનુએલ મેક્રોન (ફ્રાન્સ): 34 ટકા
  • યોશીહાઈડ સુગા (જાપાન): 25%

આ પણ વાંચો :  મારી પાસે પણ કૃષિ મંત્રાલય હતુ, પરંતુ ખેડુતોને ઉપજ ફેંકવાની નોબત નહોતી આવી : શરદ પવાર

Published On - 7:15 am, Mon, 6 September 21

Next Article