ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું, ઔરંગઝેબે મંદિર તોડ્યું અને PM MODIએ કાશી વિશ્વનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો
Kashi Vishwanath Corridor : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 13 ડીસેમ્બરને સોમવારે બાબા વિશ્વનાથના મંદિરમાં પૂજા કર્યા પછી 'કાશી વિશ્વનાથ કોરિડોર'નું ઉદ્ઘાટન કર્યું.
AHMEDABAD : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)એ આજે 13 ડીસેમ્બરને સોમવારે બાબા વિશ્વનાથના મંદિરમાં પૂજા કર્યા પછી ‘કાશી વિશ્વનાથ કોરિડોર’ (Kashi Vishwanath Corridor)નું ઉદ્ઘાટન કર્યું. આ અંગે આમદાવાદમાં ગઈકાલે સોલા ઉમિયાધામના શિલાન્યાસ પ્રસંગે પધારેલા કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા પ્રધાન અમિત શાહે મહત્વનું નિવેદન આપ્યું હતું કે ઔરંગઝેબે મંદિર તોડ્યું અને PM MODIએ કાશી વિશ્વનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો.
મોદી સરકારથી નવા યુગની શરૂઆત થઇ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે અમદાવાદમાં જણાવ્યું હતું કે હિન્દુ સમુદાયના આસ્થાના કેન્દ્રોનું ઘણા વર્ષોથી અપમાન કરવામાં આવ્યું હતું અને 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર સત્તામાં આવી ત્યાં સુધી કોઈએ તેમના ગૌરવને પુનર્સ્થાપિત કરવાની ચિંતા કરી ન હતી. મોદી સરકાર હવે આવી જગ્યાઓના નવીનીકરણ માટે ‘નિડરતાથી’ કામ કરી રહી છે. તેમણે કહ્યું કે પહેલા લોકો મંદિરોમાં જતા શરમાતા હતા, પરંતુ મોદી સરકાર સાથે એક નવો યુગ શરૂ થયો છે.
નિડર થઇને કર્યું કામ ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું, હતું “આજે, જ્યારે આર્ય સમાજી આચાર્ય દેવવ્રત દ્વારા ભવ્ય મંદિરનો શિલાન્યાસ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આવા પ્રસંગે હું કહેવા માંગુ છું કે મોદીજીએ આપણા વિસરાયેલા કેન્દ્રોના પુનઃસ્થાપન માટે કામ કર્યું છે. વિશ્વાસ, નિર્ભયતાથી અને આત્મવિશ્વાસ અને આદર સાથે કામ કર્યું છે.”
તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાને આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું અને 2013ના અચાનક પૂરથી તબાહ થયેલા કેદારનાથ મંદિર વિસ્તારમાં કરોડો હિન્દુઓના આસ્થા કેન્દ્રને પુનર્જીવિત કર્યું હતું. તેમણે કહ્યું, “આપણે ઔરંગઝેબના સમયમાં તોડી પાડવામાં આવેલ કાશી વિશ્વનાથ મંદિરનો જીર્ણોદ્ધાર વડાપ્રધાન નરેન્દ્રભાઈના હાથે 13 ડિસેમ્બરે જોઈશું.”
ભારત માટે ગૌરવનો દિવસ ગૃહપ્રધાન અમિત શાહે ગઈકાલે 12 ડિસેમ્બરે સાંજે એક ટ્વીટ કર્યું હતું અને સાથે કાશી વિશ્વનાથ કોરીડોરના ફોટો શેર કર્યા હતા. આ ટ્વીટમાં લખ્યું હતું –
“આવતીકાલનો દિવસ ભારત અને દરેક ભારતીય માટે ખૂબ જ ગર્વનો દિવસ છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશીમાં બાબા વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કરશે અને તેને રાષ્ટ્રને સમર્પિત કરશે. મોદીજીએ સદીઓથી ઉપેક્ષિત સનાતન સંસ્કૃતિના આસ્થા કેન્દ્રોની ગરિમા અને વૈભવ પરત આપવાનું મહાન કાર્ય કર્યું છે.”
कल का दिन भारत व हर भारतीय के लिए एक बहुत ही गौरवमयी दिन है, जब प्रधानमंत्री श्री @NarendraModi जी काशी में बाबा विश्वनाथ कॉरिडोर का लोकार्पण कर उसे देश को समर्पित करेंगे।
मोदीजी ने सदियों से उपेक्षित सनातन संस्कृति के आस्था केंद्रों का गौरव व वैभव लौटाने का भगीरथ कार्य किया है। pic.twitter.com/1IcIaoDpzc
— Amit Shah (@AmitShah) December 12, 2021
આ પણ વાંચો : Kashi Vishwanath : ઔરંગઝેબ શા માટે કાશી વિશ્વનાથના શિવલિંગને ખંડિત કરી શક્યો ન હતો, જાણો સમગ્ર ઈતિહાસ
આ પણ વાંચો : Kashi Vishwanath Corridor: PM મોદીએ કહ્યું, ”અહીંયા બસ મહાદેવની જ સરકાર છે, તેમની ઇચ્છા વિના કંઇ નથી થતુ”