Kashi Vishwanath : ઔરંગઝેબ શા માટે કાશી વિશ્વનાથના શિવલિંગને ખંડિત કરી શક્યો ન હતો, જાણો સમગ્ર ઈતિહાસ

|

Dec 13, 2021 | 5:03 PM

Kashi Vishwanath Corridor : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 13 ડીસેમ્બરને સોમવારે બાબા વિશ્વનાથના મંદિરમાં પૂજા કર્યા પછી 'કાશી વિશ્વનાથ કોરિડોર'નું ઉદ્ઘાટન કર્યું.

Kashi Vishwanath : ઔરંગઝેબ શા માટે કાશી વિશ્વનાથના શિવલિંગને ખંડિત કરી શક્યો ન હતો, જાણો સમગ્ર ઈતિહાસ
History Of Vishwanath temple and Aurangzeb

Follow us on

VARANASI : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)એ આજે 13 ડીસેમ્બરને સોમવારે બાબા વિશ્વનાથના મંદિરમાં પૂજા કર્યા પછી ‘કાશી વિશ્વનાથ કોરિડોર’ (Kashi Vishwanath Corridor)નું ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદીએ કહ્યું, આતંકવાદીઓએ આ શહેર પર હુમલો કર્યો હતો, તેને નષ્ટ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. ઔરંગઝેબના અત્યાચારોનો ઈતિહાસ સાક્ષી છે, તેનો આતંક, જેણે તલવારના જોરે સંસ્કૃતિને બદલવાનો પ્રયાસ કર્યો હતો. જેમણે સંસ્કૃતિને કટ્ટરતાથી કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ દેશની માટી દુનિયાથી અલગ છે, ઔરંગઝેબ અહીં આવે છે તો શિવાજી પણ તેની સંસ્કૃતિની રક્ષા માટે ઉભા થાય છે.

કોણ હતો ઔરંગઝેબ ?
ઔરંગઝેબ (Aurangzeb)નો જન્મ 3 નવેમ્બર 1618ના રોજ દાદા જહાંગીરના શાસન દરમિયાન દોહાદમાં થયો હતો. મુઘલ સામ્રાજ્યના છઠ્ઠા શાસક ઔરંગઝેબ, મુઘલ સમ્રાટ શાહજહાંના ત્રીજા પુત્ર હતા. ઇસ્લામિક ધાર્મિક સાહિત્ય વાંચવા ઉપરાંત, ઔરંગઝેબે તુર્કી સાહિત્ય પણ વાંચ્યું અને હસ્તલેખનમાં નિપુણતા મેળવી.

મુઘલ બાદશાહ શાહજહાંને ચાર પુત્રો હતા. ચારેયની નજર મુઘલ સિંહાસન પર હતી. તે જમાનામાં તમામ ભાઈઓને સત્તા પર સમાન અધિકાર હતો. આમ છતાં, શાહજહાં ઇચ્છતો હતો કે તેનો સૌથી મોટો પુત્ર દારા શિકોહ ઉત્તરાધિકારી બને. ઔરંગઝેબ આનાથી નારાજ હતો કારણ કે તે પોતાને સૌથી લાયક વારસદાર માનતો હતો.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

ઔરંગઝેબને મંદિરો સામે શું વાંધો હતો?
ઔરંગઝેબે પોતાના શાસનકાળ દરમિયાન ઘણા હિંદુ વિરોધી નિર્ણયો લીધા હતા. ઉદાહરણ તરીકે, લાખો હિંદુઓને મુસ્લિમ બનવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. એવું કહેવાય છે કે ઔરંગઝેબે તેના શાસન દરમિયાન વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર અને મથુરામાં કેશવરાય મંદિરને તોડવાનો પ્રયાસ કર્યો હતો.

ઔરંગઝેબના આદેશ પછી, મુઘલ સેનાએ 1669માં કાશી વિશ્વનાથ મંદિરનો નાશ કર્યો, પરંતુ તેની સેના શિવલિંગ અને નંદીની પ્રતિમાને નુકસાન પહોંચાડી શકી નહીં. હુમલા દરમિયાન જ્યોતિર્લિંગને બચાવવા મંદિરના મહંત શિવલિંગ સાથે જ્ઞાનવાપી કુંડમાં કૂદી પડ્યા હતા. આ દરમિયાન મુઘલ સેના મંદિરના પ્રાંગણમાં સ્થાપિત વિશાળ નંદીની પ્રતિમાને તોડવામાં નિષ્ફળ રહી હતી.

પ્રખ્યાત ઈતિહાસકાર રિચર્ડ ઈટન (Richard Eaton)ના મતે મુઘલ શાસન દરમિયાન જે પણ મંદિરો તોડી પાડવામાં આવ્યા હતા તેની પાછળનું કારણ રાજકીય હતું. ઈટનના જણાવ્યા અનુસાર, એ જ મંદિરો તોડી પાડવામાં આવ્યા હતા જેમાં બળવાખોરોને આશ્રય મળ્યો હતો અથવા જ્યાં શાસન વિરુદ્ધ કાવતરું ઘડવામાં આવ્યું હતું. ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન પણ આવા જ મંદિરો તોડી પાડવામાં આવ્યા હતા.

હિંદુઓ પર જઝિયા કર લાગુ કર્યો હતો
મુઘલ સમ્રાટ અકબર દ્વારા નાબૂદ કરવામાં આવેલ જઝિયા કર (Jaziya tax)ને ઔરંગઝેબ દ્વારા તેમના શાસન દરમિયાન ફરીથી દાખલ કરવામાં આવ્યો હતો. જઝિયા એ સામાન્ય કર કરતાં અલગ હતો જે બિન-મુસ્લિમોએ ચૂકવવો પડતો હતો. જઝિયા એ ધર્મના આધારે પક્ષપાતી કર હતો. પરંતુ તે સમયે દક્ષિણનો જે ભાગ મરાઠાઓએ મુઘલો પાસેથી જીતી લીધો હતો, તેઓ મુસ્લિમો પાસેથી જકાત વસૂલતા હતા અને હિંદુઓ આવી કોઈપણ કર પ્રણાલીમાંથી બહાર હતા. અન્ય મુઘલ શાસકો કરતાં ઔરંગઝેબના શાસનમાં વધુ હિંદુઓની નિમણૂક કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Kashi Vishwanath Corridor: PM મોદીએ કહ્યું, ”અહીંયા બસ મહાદેવની જ સરકાર છે, તેમની ઇચ્છા વિના કંઇ નથી થતુ”

આ પણ વાંચો : Kashi Vishwanath Corridor: બાબા વિશ્વનાથને સ્પર્શીને ફરી એકવાર વહેશે મા ગંગા, જાણો કોરિડોરમાં શું છે ખાસ

Next Article