લુલુ મોલમાં નમાઝનો વિવાદ વધ્યો, હિંદુ મહાસભાએ કહ્યું આજે અમે સુંદરકાંડ કરીશું કોઈ રોકી શકશે નહીં

|

Jul 15, 2022 | 11:54 AM

યુપીની રાજધાની લખનૌના પ્રખ્યાત લુલુ મોલ (Lulu Mall Controversy) ની અંદર નમાઝ અદા કરવાનો મામલો ઉગ્ર બન્યો છે. અખિલ ભારતીય હિંદુ મહાસભાએ હવે આ મામલે મોટી જાહેરાત કરી છે.

લુલુ મોલમાં નમાઝનો વિવાદ વધ્યો, હિંદુ મહાસભાએ કહ્યું આજે અમે સુંદરકાંડ કરીશું  કોઈ રોકી શકશે નહીં
લુલુ મોલમાં નમાઝનો વિવાદ વધ્યો, હિંદુ મહાસભાએ કહ્યું આજે અમે સુંદરકાંડ કરીશું કોઈ રોકી શકશે નહીં
Image Credit source: Twitter

Follow us on

Lulu Mall Controversy : યુપીની રાજધાની લખનઉમાં છેલ્લા કેટલાક દિવસથી બહુચર્ચિત લુલુ મૉલ (Lulu Mall Controversy) ના પરિસરની અંદર નમાજ અદા કરવાથી લઈ માત્ર મુસ્લમાનોને જ નોકરી આપવાને લઈ વિવાદો થઈ રહ્યા છે, આ વિવાદ ટૉપી પહેરી કેટલાક લોકો દ્વારા મોલની અંદર નમાઝ અદા કરવાનો વીડિયો વાયરલ થયા બાદ શરુ થયો છે. દક્ષિણપંથી સંગઠન અખિલ ભારતીય હિંદુ મહાસભા (Hindu Maha Sabha)ના કેટલાક સભ્યોએ ગુરુવારના રોજ લુલુ મૉલ (Lulu Mall Controversy)ના ગેટ પર ધરણા પ્રદર્શન કર્યું હતુ, આ સાથે હિંદુ મહાસભાએ મૉલની અંદર સુંદરકાંડ કરવાને લઈ એલાન કર્યું છે,

હિંદુ મહાસભાના રાષ્ટ્રીય પ્રવક્તા શિશિર ચતુર્વેદીએ કહ્યું શુક્રવાર સાંજે 6 કલાકે અખિલ ભારતીય હિંદું મહાસભાના લોકો લુલુ મોલમાં સુંદરકાંડનો પાઠ કરશે. નમાઝ અદા કરવામાં આવી છે, તો અમને સુંદરકાંડ કરવાથી કોઈ રોકી શકશે નહિ, આ પહેલા ગુરુવારના રોજ મહાસભાના રાષ્ટ્રીય પ્રવક્તા જણાવનાર શિશિર ચતુર્વેદીએ આરોપ લગાવ્યો હતો કે, એક સમુદાય વિશેષ લોકોને મોલની અંદર નમાઝ પઢવાની અનુમતિ આપવામાં આવી રહી છે.

ત્યારે મોલ સત્તાવાળાઓએ હિંદુઓ અને અન્ય ધાર્મિક લોકોને પણ મોલની અંદર નમાજ પઢવા દેવી જોઈએ. ચતુર્વેદીએ દાવો કર્યો હતો કે તેમને અને મહાસભાના અન્ય સભ્યોને મોલની અંદર જવા દેવામાં આવ્યા ન હતા. દરમિયાન લુલુ મોલના જનરલ મેનેજર સમીર વર્માએ એક વિડિયો જાહેર કરીને કહ્યું કે ‘લુલુ મોલ તમામ ધર્મોનું સન્માન કરે છે. મોલની અંદર કોઈ પણ ધર્મિક કાર્ય કે પ્રાર્થના કરવાની મંજૂરી નથી, અમે અમારા સ્ટાફ અને સુરક્ષા કર્મિઓને આવી ગતિવિધીઓ પર નજર રાખવા માટે તાલીમ આપીએ છીએ.

First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
તાપમાં કાળી પડી ગઈ છે હાથ અને મોંની ત્વચા? અપનાવો આ ઘરેલુ ઉપચાર

ફરિયાદ દાખલ કરાઈ

ધરણા પ્રદર્શન દરમિયાન સુશાંત ગોલફ સિટી પોલીસ સ્ટેશનના કેટલાક પોલીસકર્મી કાયદા-વ્યવસ્થા જાળવી રાખવા માટે લુલુ મોલની બહાર પહોંચ્યા હતા. ત્યારબાદ શિશિર ચતુર્વેદી અને સંગઠનના અન્ય લોકોએ પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું કે, મોલની અંદર નમાઝ અદા કરવામાં આવી હતી. જો કે સાર્વજનિક સ્થળો પર નમાઝ અદા કરવાની પરવાનગી નથી. તે નીતિ વિરુદ્ધ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા અહેવાલો મુજબ લુલુ મોલમાં પુરુષ કર્મચારીઓ 70 ટકા અને 30 ટકા મહિલા કર્મચારીઓ હિંદુ સમુદાયના છે.આવું કરીને લુલુ મોલ મેનેજમેન્ટ લવ જેહાદને પ્રોત્સાહન આપી રહ્યું છે.

Next Article