Himachal Pradesh Heavy Rainfall: કુલ્લુની મણિકર્ણ ખીણમાં વાદળ ફાટ્યું, પૂરથી કેમ્પિંગ સાઈટ બરબાદ, 6 લોકો લાપતા

|

Jul 06, 2022 | 11:57 AM

હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)માં ભારે વરસાદને કારણે કુલ્લુ જિલ્લાની મણિકર્ણ ખીણમાં વાદળ (Cloud Burst) ફાટ્યા છે. જેના કારણે અહીં પૂર આવે છે.

Himachal Pradesh Heavy Rainfall: કુલ્લુની મણિકર્ણ ખીણમાં વાદળ ફાટ્યું, પૂરથી કેમ્પિંગ સાઈટ બરબાદ, 6 લોકો લાપતા
Cloud Burst in Kullu's Manikarna valley, flood destroys camping site, 6 missing

Follow us on

Himachal Pradesh Heavy Rainfall: હિમાચલ પ્રદેશ(Himachal Pradesh)માં ભારે વરસાદને કારણે કુલ્લુ જિલ્લાની મણિકર્ણ ખીણ (Manikarna Valley)માં વાદળ ફાટ્યા છે. જેના કારણે અહીં પૂર (Flood)આવે છે. અહીં પૂરને કારણે ચોજ ગામમાં ડઝનેક ઘરો અને એક કેમ્પિંગ સાઈટ ધોવાઈ ગઈ છે અને 6 લોકો લાપતા છે. કુલ્લુના એડીએમ પ્રશંસ સરકાઈએ આ વાતની પુષ્ટિ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કુલ્લુની મણિકર્ણ ઘાટીના ચોજ ગામમાં વાદળ ફાટ્યું (Cloud Burst)છે અને સ્થાનિક નાળામાં ભારે પૂરના કારણે ચાર લોકો વહી ગયા છે. સાથે જ કેટલાક ઘરો પણ પાણીમાં આવી ગયા છે અને ગામ તરફ જતો પુલ પણ ધરાશાયી થયો છે.

હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટ્યું

 ફિરોઝપુર-શિપકી લા નેશનલ હાઈવે-5 બુધવારે અહીંના રામપુર બુશર તહસીલના ઝાકરી ખાતે બ્લોક થઈ ગયો હતો. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના એક અધિકારીએ આ જાણકારી આપી. NHAIના કાર્યપાલક ઈજનેર કે.એલ. સુમને કહ્યું કે ભારે વરસાદ દરમિયાન બ્રોની નાળામાં પાણીનો પ્રવાહ વધવાને કારણે કાટમાળ રસ્તાઓ પર આવવા લાગ્યો અને હાઈવે બ્લોક થઈ ગયો. મોડી રાત્રે લગભગ 2 વાગ્યાથી અહીં વાહનવ્યવહાર બંધ હતો. વહેલી તકે કાટમાળ હટાવીને હાઇવેને ટ્રાફિક માટે સાફ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું.

Published On - 11:37 am, Wed, 6 July 22

Next Article