Corona Crisis Effect: આ રાજ્યની સરકાર ગાંજાની ખેતીને કરી શકે છે કાયદેસર, જાણો વિગત

|

Mar 25, 2021 | 11:01 AM

લોકડાઉન બાદ દેશભરમાં અર્થવ્યવસ્થા ડગમગી ગઈ છે. તમામ રાજ્યો આર્થિક વ્યવસ્થાને મજબૂત કરવા અનોખી રીત લઈને સામે આવી રહ્યા છે. આ રાજ્યમાં ગાંજાના વાવેતરને આગામી કેટલાક દિવસોમાં કાયદેસર બનાવી શકાય એમ છે.

Corona Crisis Effect: આ રાજ્યની સરકાર ગાંજાની ખેતીને કરી શકે છે કાયદેસર, જાણો વિગત
(File Image)

Follow us on

કોરોના વાયરસ અને લોકડાઉન બાદ દેશભરમાં અર્થવ્યવસ્થા ડગમગી ગઈ છે. તમામ રાજ્યો આર્થિક પ્રવૃત્તિઓને વધુ તીવ્ર બનાવવા અને રોજગારની તકો ઉભી કરવા માટે ધીમે ધીમે નવા પરિમાણો શોધી રહ્યા છે. આ દરમિયાન હિમાચલ પ્રદેશ સરકાર આર્થિક વ્યવસ્થાને મજબૂત કરવા માટે એક અનોખી રીત લઈને સામે આવી છે. રાજ્યમાં ગાંજાના વાવેતરને આગામી કેટલાક દિવસોમાં કાયદેસર કરી શકાય એમ છે. જો સરકાર ગાંજાની નિયંત્રિત ખેતીને કાયદેસર બનાવે છે, તો રાજ્ય દર વર્ષે લગભગ 18 હજાર કરોડની આવક કરી શકશે.

નોંધપાત્ર વાત એ છે કે કોવિડ -19 રોગચાળા પછી હિમાચલ પ્રદેશનું અર્થતંત્ર ખરાબ રીતે બગડ્યું છે. રાજ્ય સરકારમાં દેવાનો બોજ આ દિવસોમાં વધી રહ્યો છે. કોરોના વાયરસને કારણે રાજ્ય સરકારમાં હવે 2020 માં 60 હજાર કરોડ રૂપિયાથી વધુનનું દેવું વધી જવાના કારણે રાજ્ય સરકાર હવે કમાણીના નવા પેંતરા શોધી રહી છે. તાજેતરમાં બજેટ સત્ર દરમિયાન સીએમ જયરામ ઠાકુરે સંકેત આપ્યો હતો કે રાજ્યમાં ગાંજાની નિયંત્રિત વાવણી દ્વારા રાજ્યની આવક વધારી શકાય એમ છે.

એનડીપીએસ એક્ટનો સંદર્ભ

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

ગૃહમાં તેમણે કહ્યું હતું કે રાજ્યમાં ઉત્પન્ન થતો ગાંજો ઉચ્ચ ગુણવત્તાનો છે અને તેની ઘણી માંગ પણ છે. આની નિયંત્રિત ખેતી કરી શકાય એમ છે. તેમણે કહ્યું કે એનડીપીએસ એક્ટ 1985 માં ગાંજાની ખેતી, તેના ઉત્પાદન અને જાળવણી માટેની જોગવાઈઓ આપવામાં આવી છે.

હિમાચલ પ્રદેશ પહેલાં, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશે પણ ગાંજાના વાવેતરને અર્થતંત્રને વેગ આપવાના ઈરાદાથી કાયદેસર માન્યતા આપી છે. ઉત્તરાખંડએ 2017 માં ગાંજાની ખેતીને કાયદેસર જાહેર કરી હતી, જ્યારે મધ્યપ્રદેશએ ત્યારબાદ તેને કાયદેસર ઠેરવી હતી.

2400 એકર જમીનમાં ખેતી

એક માહિતી મુજબ હાલમાં હિમાચલ પ્રદેશમાં 2400 એકર જમીનમાં ગાંજાની ગેરકાયદેસર ખેતી કરવામાં આવી રહી છે. અહીંથી આશરે એક હજાર કરોડ રૂપિયાની દાણચોરી દ્વારા તેને અન્ય દેશોમાં મોકલવામાં આવે છે. અહીના શિમલા, ચંબા અને સિરમૌરમાં મળી આવતા ગાંજાનું રાજસ્થાનમાં મોટા પ્રમાણમાં વેચાણ થાય છે. કેટલાક ધારાસભ્યોનું કહેવું છે કે જો ગાંજાની ખેતીને કાયદેસર બનાવવામાં આવે તો તે રાજ્યમાં 50 હજાર નવા રોજગાર પેદા કરશે.

 

આ પણ વાંચો: દિલ્હીના LG ને અધિકારો આપતું બિલ રાજ્યસભામાંથી પસાર થતા કેજરીવાલનો આક્રંદ, કહી આ વાત

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં પત્રોનો ખેલ: અનિલ દેશમુખે સીએમ ઉદ્ધવને લખ્યો પત્ર, જાણો શું કરી માંગ

Next Article