ભારતના આંતરિક મામલામાં ફરી ઘૂસ્યુ પાકિસ્તાન, ‘હિજાબ પ્રતિબંધ’ નિર્ણય અંગે લગાવ્યો ગંભીર આરોપ

|

Mar 16, 2022 | 9:32 AM

કર્ણાટક હાઈકોર્ટે શાળામાં હિજાબ પહેરવાના મામલે મંગળવારે પોતાનો ચુકાદો આપ્યો છે. ત્યારે હવે પાકિસ્તાને પણ આ મામલે નિવેદન આપ્યુ છે.

ભારતના આંતરિક મામલામાં ફરી ઘૂસ્યુ પાકિસ્તાન, હિજાબ પ્રતિબંધ નિર્ણય અંગે લગાવ્યો ગંભીર આરોપ
PM Imran Khan (File Photo)

Follow us on

Hijab Ban :પાકિસ્તાને મંગળવારે કર્ણાટક હાઈકોર્ટના (Karnataka HighCourt) શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ (Hijab) પહેરવા પર પ્રતિબંધ મૂકતા નિર્ણય પર ગંભીર ચિંતા વ્યક્ત કરી અને દાવો કર્યો કે આ ચુકાદો ધાર્મિક વિધિઓની સ્વતંત્રતાના સિદ્ધાંતને જાળવી રાખવામાં નિષ્ફળ ગયો છે અને માનવ અધિકારોનું (Human Rights) ઉલ્લંઘન કરે છે.ઉલ્લેખનીય છે કે, કર્ણાટક હાઈકોર્ટે મંગળવારે ઉડુપીની ‘ગવર્નમેન્ટ પ્રી-યુનિવર્સિટી ગર્લ્સ કોલેજ’ની મુસ્લિમ વિદ્યાર્થીનીઓની અરજીને ફગાવી દીધી હતી, જેમાં વર્ગમાં હિજાબ પહેરવાની પરવાનગી માગવામાં આવી હતી.

હિજાબ પહેરવું એ ઇસ્લામમાં આવશ્યક ધાર્મિક પ્રથાનો ભાગ નથી

અરજીની સુનાવણી કરતા કોર્ટ કહ્યુ કે, હિજાબ પહેરવું એ ઇસ્લામમાં આવશ્યક ધાર્મિક પ્રથાનો ભાગ નથી. ત્રણ ન્યાયાધીશોની ફુલ બેન્ચે અવલોકન કર્યું હતું કે સ્કૂલ યુનિફોર્મ સાથે હિજાબ વાજબી પ્રતિબંધ છે અને બંધારણીય રીતે માન્ય છે, જેના પર વિદ્યાર્થીનીઓ કોઈ વાંધો ઉઠાવી શકે નહીં.

તમને જણાવી દઈએ કે, અરજદાર વિદ્યાર્થીઓએ કર્ણાટક હાઈકોર્ટના આદેશને ‘ગેરબંધારણીય’ ગણાવ્યો અને કહ્યું કે તેમની કાનૂની લડાઈ ચાલુ રહેશે. ત્યારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું,”આ નિર્ણય સ્પષ્ટપણે ધાર્મિક વિધિઓની સ્વતંત્રતાના સિદ્ધાંતને જાળવી રાખવામાં નિષ્ફળ જાય છે અને માનવ અધિકારોનું ઉલ્લંઘન કરે છે.”

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

મુસ્લિમોને નિશાન બનાવવાનો આરોપ

સાથે જ તેણે કહ્યુ કે, ચુકાદો મુસ્લિમ વિરોધી સતત ઝુંબેશમાં વધુ એક ઘટાડો દર્શાવે છે, કારણ કે આ ઝુંબેશ હેઠળ મુસ્લિમોને નિશાન બનાવવા માટે બિનસાંપ્રદાયિકતાના પોશાકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે,” તેણે દાવો કર્યો કે ભારત તેની બિનસાંપ્રદાયિક ઓળખ ગુમાવી રહ્યું છે. જે તેના લઘુમતીઓ માટે ઘાતક છે. પાકિસ્તાને ભારત સરકારને લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમોની સુરક્ષા અને તેમના ધર્મનું પાલન કરવાનો અધિકાર સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી.

કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને પડકારતી  અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ

મળતી માહિતી મુજબ વર્ગખંડની અંદર હિજાબ પહેરવાની પરવાનગી માટેની અરજીને ફગાવી દેતા કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને પડકારતી એક અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. હાઈકોર્ટના નિર્ણય સામે એક મુસ્લિમ વિદ્યાર્થીએ સુપ્રીમ કોર્ટમાં આ અંગે અરજી કરી છે.

આ પણ વાંચો : Pakistan: કંગાળ બન્યુ પાકિસ્તાન, મદદની ભીખ માટે વડાપ્રધાન ઈમરાન ખાનના હવાતિયા

Next Article