Hijab Controversy: કર્ણાટક પોલીસે ફ્લેગ માર્ચનું આયોજન કર્યું, 14 ફેબ્રુઆરીથી શાળાઓ અને કોલેજો ફરી ખુલશે

|

Feb 11, 2022 | 8:38 PM

વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈના નિર્દેશ પર ત્રણ દિવસ માટે શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી હતી. કર્ણાટકમાં 14મી ફેબ્રુઆરીએ ધોરણ 10 સુધીની શાળાઓ ફરી શરૂ થવાની છે.

Hijab Controversy: કર્ણાટક પોલીસે ફ્લેગ માર્ચનું આયોજન કર્યું, 14 ફેબ્રુઆરીથી શાળાઓ અને કોલેજો ફરી ખુલશે
Hijab Controversy - File Photo

Follow us on

કર્ણાટક (Karnataka) માં હવે છોકરીઓના હિજાબ પહેરવા સંબંધિત મામલા (Hijab controversy) એ જોર પકડ્યું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ (CM Chief Minister Basavaraj Bommai) ની સૂચના પર ત્રણ દિવસ માટે શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી હતી. કર્ણાટકમાં 14 ફેબ્રુઆરીએ ધોરણ 10 સુધીની શાળાઓ ફરી શરૂ થાય તે પહેલા આજે ઉડુપીમાં પોલીસ ફ્લેગ માર્ચ યોજાઇ હતી. પોલીસે ફ્લેગ માર્ચ દ્વારા એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો કે શાળા-કોલેજોમાં કોઈપણ પ્રકારની ખલેલ પહોંચાડવા દેવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે પોલીસ કર્ણાટકની શાળાઓ અને કોલેજો પર સતત નજર રાખી રહી છે.

આપને જણાવી દઈએ કે કર્ણાટક હિજાબ વિવાદ પર આજે સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં ફરી સુનાવણી થઈ. સુપ્રિમ કોર્ટે કર્ણાટકની શાળાઓ અને કોલેજોમાં હિજાબ પહેરવા પરના પ્રતિબંધ વિરુદ્ધ દાખલ અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ચીફ જસ્ટિસ (CJI) NV રમન્નાની બેન્ચે કહ્યું કે અમે આ અરજી પર યોગ્ય સમયે સુનાવણી કરીશું. આ સાથે કોર્ટે અરજી દાખલ કરનારાઓને આ મામલાને મોટા સ્તરે ન ફેલાવવાની સલાહ આપી છે. ચીફ જસ્ટિસ એનવી રમન્નાની બેન્ચે અરજદારોને કહ્યું કે તેને રાષ્ટ્રીય મુદ્દો ન બનાવો. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે અરજદારોએ આ મુદ્દે હાઈકોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ, જ્યાં સોમવારે ફરી એકવાર સુનાવણી થવાની છે.

આપને જણાવી દઈએ કે કર્ણાટક હાઈકોર્ટે નિર્ણય ન આવે ત્યાં સુધી શાળા અને કોલેજોમાં હિજાબ કે અન્ય કોઈ ધાર્મિક વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. હિજાબ કેસની સુનાવણી કરી રહેલી કર્ણાટક હાઈકોર્ટે ગુરુવારે વિદ્યાર્થિનીઓને કહ્યું હતું કે જ્યાં સુધી વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી શૈક્ષણિક સંસ્થાઓમાં આવા કપડાં ન પહેરે, જેનાથી વિવાદ વધે. કોર્ટે આ મામલાની સુનાવણી સોમવારના રોજ નક્કી કરતી વખતે એમ પણ કહ્યું કે શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓ માટે વર્ગો ફરી શરૂ કરી શકે છે.

9 અને 10ના વર્ગો 14મી ફેબ્રુઆરીથી શરૂ થશે

હિજાબનો વિવાદ ઊડીપીમાં તાજેતરમાં શરૂ થયો હતો જ્યારે કેટલીક વિદ્યાર્થિનીઓને કોલેજોમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પછી વિદ્યાર્થીઓ ભગવા ખેંસ પહેરીને શાળા-કોલેજમાં આવવા લાગ્યા. બાદમાં, રાજ્યના અન્ય સ્થળોએ તરફેણમાં અને વિરુદ્ધમાં દેખાવો શરૂ થયા. તે જ સમયે, શાળા ખોલવા અંગે કર્ણાટકના શિક્ષણ પ્રધાન બીસી નાગેશે કહ્યું કે આગામી સપ્તાહથી ધોરણ 9 અને 10 ના વર્ગો શરૂ થશે.

તેમણે ટ્વીટ કર્યું, ‘યુનિફોર્મ સંબંધિત નિયમોને પડકારતી કેટલાક વિદ્યાર્થીઓની અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે વર્ગો ફરી શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. તેની પૃષ્ઠભૂમિમાં મુખ્યપ્રધાન બસવરાજ બોમાઈની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં, નિર્ણય લેવામાં આવ્યો હતો કે ધોરણ 9 અને 10 ના નિયમિત વર્ગો 14 ફેબ્રુઆરીથી શરૂ થશે.

 

આ પણ વાંચો: Rajasthan: હિજાબ વિવાદ જયપુર પહોંચ્યો, ખાનગી કોલેજમાં બુરખો પહેરેલી યુવતીઓને રોકવા પર પરિવારે કર્યો હંગામો

આ પણ વાંચો: કર્ણાટકનો હિજાબનો વિવાદ મુંબઈ સુધી પહોંચ્યો, કોલેજના એડમિશન પ્રોસ્પેક્ટસમાં બુરખા-હિજાબ અને લાજ પર પ્રતિબંધનો વિવાદ

Next Article