Hijab Controversy: શાહીન બાગમાં ફરી એકવાર પ્રદર્શન થયું શરૂ, યુવતીઓ હિજાબના સમર્થનમાં ઉતરી રસ્તાઓ પર

|

Feb 09, 2022 | 6:52 PM

કર્ણાટકના હિજાબ વિવાદ રાજધાની દિલ્હી સુધી પહોંચ્યો છે અને ફરી એકવાર શાહીન બાગ આના કારણે ચર્ચામાં આવી ગયું છે. શાહીન બાગ 2019માં CAA અને NRCના વિરોધનું કેન્દ્ર બન્યું હતું.

Hijab Controversy: શાહીન બાગમાં ફરી એકવાર પ્રદર્શન થયું શરૂ, યુવતીઓ હિજાબના સમર્થનમાં ઉતરી રસ્તાઓ પર
પ્રતિકાત્મક તસવીર

Follow us on

કર્ણાટકના હિજાબ વિવાદ (Hijab Controversy) હવે રાજધાની દિલ્હી સુધી પહોંચી ગયો છે અને ફરી એકવાર શાહીન બાગ આના કારણે હેડલાઇન્સમાં આવી ગયું છે. કર્ણાટકમાં હિજાબ વિવાદ સામે શાહીન બાગમાં કેટલીક યુવતીઓ સામે આવી છે અને સૂત્રોચ્ચાર કરી રહી છે. દિલ્હીનું શાહીન બાગ 2019માં CAA અને NRCના વિરોધનું કેન્દ્ર બન્યું હતું. જો કે, કોરોનાવાયરસના વધતા ચેપને જોતા, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પ્રદર્શનકારીઓને શાહીન બાગમાંથી હટાવી દેવામાં આવ્યા હતા. પરંતુ હવે ફરી એકવાર વિરોધીઓ શાહીન બાગમાં એકઠા થવા લાગ્યા છે અને આ વખતે તેઓ હિજાબના સમર્થનમાં છે.

ઘણી અલગ-અલગ ચેનલો સાથેની વાતચીતમાં વિરોધ કરી રહેલી મહિલાઓએ કહ્યું કે, તેઓ ઉડુપી અને કર્ણાટકના અન્ય વિસ્તારોમાં હિજાબ પર થયેલા વિવાદ બાદ હિજાબના સમર્થનમાં અહીં એકત્ર થઈ છે. તેનું કહેવું છે કે, હિજાબ પહેરવો તેનો બંધારણીય અને ધાર્મિક અધિકાર છે અને તેના સમર્થનમાં તે પ્રદર્શન કરી રહ્યો છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

હિજાબનો વિવાદ ક્યાંથી શરૂ થયો?

ડિસેમ્બર 2021 માં, ઉડુપી મહિલા PU કોલેજની છ વિદ્યાર્થીનીઓએ દાવો કર્યો હતો કે, અધિકારીઓ દ્વારા તેમને હિજાબ પહેરવા અને વર્ગમાં બેસવા માટે કથિત રીતે મનાઈ કરવામાં આવી હતી. જેને લઈને યુવતીઓએ કોલેજના ગેટ પર જ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. વિદ્યાર્થિનીઓએ આ બાબતે જિલ્લા કમિશ્નર, શિક્ષણ વિભાગના અધિકારીઓનો પણ સંપર્ક કર્યો હતો, પરંતુ યુવતીઓએ હવે કર્ણાટક હાઈકોર્ટમાં રાહત મેળવવા અરજી કરી છે. તે જ સમયે, કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ કૃષ્ણા દીક્ષિતની સિંગલ બેંચે કોલેજોમાં હિજાબ પરના પ્રતિબંધને પડકારતી અરજીઓને મોટી બેંચ સમક્ષ મોકલી છે.

જો કે કર્ણાટકનો આ હિજાબ વિવાદ હવે દેશના ઘણા ભાગોમાં પહોંચી ગયો છે. મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળમાં પણ હિજાબના સમર્થનમાં દેખાવો જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: Maharashtra: મુંબઈમાં 90 વર્ષના વૃદ્ધે બીમાર પત્ની અને દીકરીની હત્યા કરી, બીજી દીકરીને ફોન કરી કહ્યું, ‘મેં તારી માતા અને બહેનને મારી નાખ્યા’

આ પણ વાંચો: NEET PG 2022: NEET PG ઈન્ટર્નશિપની સમયમર્યાદા વધારવાની અરજી પર સુનાવણી, સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘ઉમેદવારોએ કેન્દ્રમાં પાસે જવું જોઈએ’

Published On - 6:29 pm, Wed, 9 February 22

Next Article