કર્ણાટકમાં (Karnataka) હિજાબ વિવાદને (Hijab Row) લઈને રાજ્યમાં તણાવ છે. આ મામલે સમગ્ર દેશમાં રાજકારણ પણ જોરશોરથી ચાલી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ (Mukhtar Abbas Naqvi) ટ્વિટ કર્યું છે કે હિજાબ વિવાદ એ એક સુનિયોજિત કાવતરું છે કે કેવી રીતે મુસ્લિમ છોકરીઓનું શિક્ષણ અટકાવવું, જે ક્યારેય સફળ નહીં થાય. તેમણે કહ્યું કે ‘ઘણા લોકો કહી રહ્યા છે કે આ તેમનો બંધારણીય અધિકાર છે. પણ તમારી ફરજોનું શું? તેમણે કહ્યું કે બંધારણીય અધિકારોની વાત કરનારાઓએ ફરજોની પણ વાત કરવી જોઈએ. તેઓ શૈક્ષણિક સંસ્થાઓના ડ્રેસ કોડને નકારી શકે નહીં. બંધારણ અધિકાર અને ફરજો બંનેની વાત કરે છે. હિજાબ વિવાદનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. અરજદારે કર્ણાટક હાઈકોર્ટના વચગાળાના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.
હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી આ વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ અને આવા કોઈ પણ ધાર્મિક વસ્ત્રો પહેરવાની મંજૂરી આપવામાં આવશે નહીં, જેના કારણે આ વિવાદ ઉભો થયો છે. જો કે, સુપ્રીમ કોર્ટે કર્ણાટકની શાળાઓ અને કોલેજોમાં હિજાબ પહેરવા પરના પ્રતિબંધ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે.
Delhi | Hijab controversy is a well-planned conspiracy. One mindset– how to stop the education of Muslim girls, is behind it which will not succeed. Many people are saying that it’s their constitutional right. But what about your duties?:Union Min&BJP leader Mukhtar Abbas Naqvi pic.twitter.com/K9vVyHpwh0
— ANI (@ANI) February 13, 2022
ચીફ જસ્ટિસ એન.વી. રમન્નાની બેન્ચે કહ્યું કે અમે આ અરજી પર યોગ્ય સમયે સુનાવણી કરીશું. આ સાથે કોર્ટે અરજી દાખલ કરનારાઓને આ મામલાને મોટા સ્તરે ન ફેલાવવાની સલાહ આપી છે. ચીફ જસ્ટિસ એન.વી. રમન્નાની બેન્ચે અરજદારોને કહ્યું કે તેને રાષ્ટ્રીય મુદ્દો ન બનાવો. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે અરજદારોએ આ મુદ્દે હાઈકોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ, જ્યાં સોમવારે ફરી એકવાર સુનાવણી થવાની છે.
કર્ણાટકના ઉડુપી જિલ્લાના કુંડાપુરમાં ભંડારકર કોલેજમાં હિજાબ પહેરેલી છોકરીઓને કોલેજમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે ભંડારકર કોલેજના પ્રિન્સિપાલે કોલેજમાં બુરખો અથવા હિજાબ પહેરીને આવતી વિદ્યાર્થિનીઓને પ્રવેશદ્વાર પર રોકી હતી.
પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે સરકારના આદેશ અને કોલેજની ગાઈડલાઈન મુજબ તેઓએ યુનિફોર્મમાં જ ક્લાસમાં આવવાનું રહેશે. તેના પર વિદ્યાર્થીનીઓએ દલીલ કરી હતી કે તેઓ લાંબા સમયથી હિજાબ પહેરીને કોલેજમાં આવે છે અને તેમને મંજૂરી આપવી જોઈએ. પરંતુ પ્રિન્સિપાલે તેને કોલેજમાં પ્રવેશ આપવાનો ઈન્કાર કર્યો હતો.
આ પણ વાંચો : Statue of Equality: કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યુ- ‘સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી’ દેશ અને વિશ્વ માટે એક મોટી ભેટ