Hidden Camera : સાવધાન ! તમે જે હોટલમાં રોકાયેલા છો ત્યાં કોઈ હિડન કેમેરા તો નથી ને? આ સરળ રીતથી ચેક કરો

|

Jul 02, 2021 | 11:47 AM

Hidden camera : અવાર-નવાર એવી ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં ખબર પડે છે કો, હોટલ (Hotel) ના રુમમાં હિડન કેમેરા (Hidden camera) પણ લગાડવામાં આવ્યા હતા અને રેકોર્ડ પણ કરવામાં આવ્યું છે.

Hidden Camera : સાવધાન ! તમે જે હોટલમાં રોકાયેલા છો ત્યાં કોઈ હિડન કેમેરા તો નથી ને? આ સરળ રીતથી ચેક કરો
File Photo

Follow us on

Hidden Camera : અવાર-નવાર એવી ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં ખબર પડે છે કે હોટલ (Hotel) ના રુમમાં હિડન કેમેરા (Hidden Camera) પણ લગાડવામાં આવ્યા હતા અને રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ કેમેરો શોધવાની સરળ ટિપ્સ.

જ્યારે પણ તમે કોઈ હોટલના રુમમાં રોકાણ કરો છો તો તમારા મનમાં ભય હોય છે કે, રુમમાં કોઈ હિડન કેમેરો (Hidden Camera) તો લાગેલો નથી ને? અવાર-નવાર એવા સમાચાર સામે આવતા હોય છે કે, હોટલ (Hotel) ના રુમમાં લગાડેલા કેમેરાથી વિડીયો પણ બનાવવામાં આવ્યો છે.
એટલા માટે તમે ક્યારેય પણ કોઈ હોટલમાં જાવ છો, ત્યારે હોટલમાં ચેક-ઈન કર્યા પહેલા એ તપાસ કરવી જોઈએ કે, તે રુમમાં કોઈ હિડન કેમેરો
(Hidden Camera) તો લગાડવામાં આવ્યો નથી ને, કારણ કે, તમને પ્રાઈવસી પણ સારી રીતે મળી રહેશે સાથે ક્વોલિટી ટાઈમ પણ સારો એવો પસાર કરી શકશો.

પંરતુ સવાલ એ છે કે, આખરે હિડન કે સ્પાઈ કેમેરાની ખબર કઈ રીતે પડશે. આજે અમે તમને જણાવી શું કે, તમે કઈ રીતે સ્પાઈ કે હિડન કેમેરા (Hidden Camera) ને શોધી શકો છો. જ્યારે તમે હોટલમાં જાવ છે ત્યારે તમારે માત્ર 5 મિનીટનો સમય ફાળવો પડશે, જેનાથી તમેને ખબર પડશે કે, રુમમાં કોઈ કેમેરો છે કે નહિ.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સૌથી તમે પહેલા ફિઝિકલ ઈન્સ્પેક્શન કરી લો. મતલબ કે તમારો બધો જ સામાન તપાસી લો, જેમાં કેમેરો લગાવવાના ચાન્સ રહેલા છે. જે સામાન પર તમને શંકા છે તેને કપડાંથી ઢાંકી દો અથવા સાઈડમાં રાખો અથવા તો હોટલના સ્ટાફ (Hotel staff) ને બોલાવી સામાનને દુર કરી શકો છો.
તમે રુમમાં પ્રવેશ કરો ત્યારે સેટઅપ બૉક્સ, નાઈટ લેમ્પ, લાઈટિંગ, ફુલદાની, ટેબલ પર રાખેલો સામાન, ધડિયાળ, સ્મોક ડિટેક્ટર, એસી પાવર એડેપ્ટર, એલાર્મ સેન્સર અને ટેલિફોન તપાસો. આ સાથે બાથરુમને બારીકાઈથી ચકાસણી કરો.

લાઈટ બંધ કરીને જુઓ
સૌથી પહેલા બધી જ લાઈટો બંધ કરી રુમમાં અંધરુ કરી નાંખો. ત્યારબાદ તમારા મોબાઈલને ચાલુ કરો, સામાન્ય રીતે એવું થાય છે કે, આંખોથી આપણે કેમેરાની જોઈ શકતા નથી પરંતુ કેમેરોને જોવા માટે તેમની લાઈટ ઝબકી ઉઠે છે. તેનાથી ખબર પડે છે કે, રુમમાં કેમેરો (camera) છે કે નહિ, ત્યારબાદ તમને કોઈ પણ જગ્યા પર શંકા જાય ત્યાં તપાસ કરો શું ખબર હિડન કેમેરો (Hidden camera) તમને ત્યાંથી પણ મળી શકે છે.

ફલેશ લાઈટનો ઉપયોગ કરો

જ્યારે પણ તમે કોઈ ગ્લાસ પર ફલેશ લાઈટ કરો છો ત્યારે તેનું રિફલેક્શન થાય છે, જેનાથી કેમેરો શોધી શકાય છે. આ માટે તમે લાઈટ બંધ કરી ફલેશ લાઈટની મદદ લો. જે જગ્યા પર તમને કોઈ લાઈટ ઝબકતી દેખાઈ ત્યાં તપાસ કરો કે કોઈ હિડન કેમેરો (Hidden camera) છે કે નહિ.
એપ્લીકેશન પણ મદદ કરી શકે

કોઈ એપ્લીકેશન એવી પણ હોય છે જેનાથી આસપાસ રાખેલી ડિવાઈસની જાણ થઈ શકે છે. ત્યારે તમે ઈન્ટરનેટ પરથી પણ કેટલીક એપ્લીકેશન ડાઉનલોડ કરી શકો છે. આ એપ્લીકેશન તમને હિડન કેમેરો (Hidden camera) શોધવામાં મદદ કરી શકે છે.

બ્લૂટુથ કે વાઈફાઈની મદદ લો
આજકાલ જે કેમેરા આવે છે તેમાં બ્લૂટુથ (Bluetooth) કે વાઈફાઈ (Wi fi) હોય છે. માટે તમે બ્લૂટુથ કે વાઈ ફાઈ ચાલુ કરી ચેક કરી શકો છે. જો તમને કોઈ ગડબડ લાગે છે તો તમે સતર્ક થઈ શકો છે. આ સિવાય કોઈ મુશ્કેલી લાગે તો તમે સતર્ક થઈ શકો છો. આ સિવાય ફોન કરો અને અવાજ ચેક કરો કારણ કે, કેટલીક ડિવાઈસ હોવાથી એક અલગ અવાજ આવવા લાગે છે. જેનાથી તમે કેમેરા વિશે ખબર પડી શકે છે.

Published On - 11:32 am, Fri, 2 July 21

Next Article