જાણો કેમ #BoycottVistara છે ચર્ચામાં

|

Apr 22, 2019 | 4:47 AM

વિસ્તારા એરલાઈન્સે નિવૃત મેજર જનરલ જી.ડી.બખ્શીને લઈને સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા પછી ટ્વિટ કરીને જવાબ આપ્યો છે. એરલાઈન્સને આ મામલે બંને પક્ષો તરફથી ટ્રોલ કરવામાં આવી રહી હતી. Statement from Vistara pic.twitter.com/KJ935w2sfQ — Vistara (@airvistara) April 21, 2019 Web Stories View more 3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity […]

જાણો કેમ #BoycottVistara છે ચર્ચામાં

Follow us on

વિસ્તારા એરલાઈન્સે નિવૃત મેજર જનરલ જી.ડી.બખ્શીને લઈને સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા પછી ટ્વિટ કરીને જવાબ આપ્યો છે. એરલાઈન્સને આ મામલે બંને પક્ષો તરફથી ટ્રોલ કરવામાં આવી રહી હતી.

એરલાઈન્સે લખ્યું કે વિસ્તારા એરલાઈન્સ નિયમિત રીતે તેમના કર્મચારીઓની મુસાફરો સાથે ફોટો શેર કરતી રહે છે. તે રીતે જ તાજેત્તરમાં જ શેર કરેલા એક ફોટો પર ખુબ ચર્ચા ચાલી રહી છે. જે બધા જ પક્ષો માટે અસભ્ય હતી. એરલાઈન્સે કહ્યું કે અમે નથી ઈચ્છતા કે અમારૂ પ્લેટફોર્મ કોઈને પણ નુકસાન પહોંચાડે. અમે તે પોસ્ટને ડિલીટ કરવાનો નિર્ણય તે વાતને ધ્યાનમાં રાખીને લીધો છે.

TV9 Gujarati

 

 

આ મામલો તે વખતે શરૂ થયો જ્યારે વિસ્તારા એરલાઈન્સે જી.ડી.બક્ષીનો ફોટો 2 મહિલા કર્મચારીઓની સાથે લઈને તેમના અધિકૃત ટ્વિટર એકાઉન્ટમાંથી શેર કર્યો હતો. તેની સાથે લખ્યું કે કારગિલ યુધ્ધના હીરો નિવૃત મેજર જનરલ જી.ડી.બક્ષીની અમારી એરલાઈન્સ સાથે મુસાફરી કરવી તે અમારા માટે સન્માનની વાત છે. દેશની સેવા કરવા માટે તમારો આભાર.

આ પોસ્ટને પછી સોશિયલ મીડિયા પર ઘણાં લોકોએ વિસ્તારા એરલાઈન્સને ટ્રોલ કરવાની શરૂ કરી હતી. તેથી એરલાઈન્સે ટ્વિટને ડિલીટ કર્યુ હતુ. ટ્વિટના ડિલીટ કર્યા પછી સોશિયલ મીડિયા યુઝર્સે વિસ્તારા એરલાઈન્સ પર ભડકી ઉઠયા.

ઘણાં લોકોએ કહ્યું કે તે હવે ક્યારેય પણ વિસ્તારા એરલાઈન્સમાં મુસાફરી નહી કરે. વિસ્તારા એરલાઈન્સનો મામલો હજી શાંત નથી થયો અને બંને પક્ષો તરફથી અલગ-અલગ પ્રકારની ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article