Haryana Violence: ગુરુગ્રામ બાદ હવે દિલ્હીમાં હિંસાનો ખતરો, ફોર્સ તૈનાત, પોલીસ પેટ્રોલિંગ પણ વધારાયું
નૂહ હિંસામાં લગભગ 5 લોકોના મોત થયા છે અને હવે સ્થિતિને પાટા પર લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સરહદને અડીને આવેલા વિસ્તારોમાં હિંસાનો તાપ રાજધાની દિલ્હી સુધી પહોંચી રહ્યો છે. નૂહ-ગુરુગ્રામની સ્થિતિને જોતા દિલ્હી પોલીસે રાજધાનીમાં એલર્ટ વધારી દીધું છે.
હરિયાણાના નૂહ અને ગુરુગ્રામમાં હિંસા બાદ વાતાવરણ તંગ છે. આ હિંસામાં લગભગ 5 લોકોના મોત થયા છે અને હવે સ્થિતિને સુધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સરહદને અડીને આવેલા વિસ્તારોમાં હિંસાનો તાપ રાજધાની દિલ્હી સુધી પહોંચી રહ્યો છે. નૂહ-ગુરુગ્રામની સ્થિતિને જોતા દિલ્હી પોલીસે રાજધાનીમાં એલર્ટ વધારી દીધું છે.
નૂહમાં હિંસા બાદ હવેે દિલ્હીમાં ખતરો
દિલ્હી પોલીસે મંગળવારે રાજધાનીના વિવિધ ભાગોમાં પેટ્રોલિંગ કર્યું, નૂહ-ગુરુગ્રામની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીનું કહેવું છે કે પોલીસ આસપાસના વિસ્તારોમાં અને દેશમાં બનતી ઘટનાઓ પર નજર રાખી રહી છે અને દિલ્હી પર તેની અસરને લઈને સતર્ક છે.
દિલ્હી પોલીસનું કહેવું છે કે તે કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. અત્યારે શાંતિ સમિતિઓ સાથે બેઠકો થઈ રહી છે, અમે દરેકને શાંતિ જાળવવા અપીલ કરી રહ્યા છીએ અને સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવી રહી છે. સંવેદનશીલ વિસ્તારો પર ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે.
હરિયાણા નજીકના અનેક જિલ્લા એલર્ટ પર
પોલીસ માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ ઉત્તર પ્રદેશના વિસ્તારો અને હરિયાણાને અડીને આવેલા સંવેદનશીલ જિલ્લાઓમાં પણ એલર્ટ પર છે. યુપીના મથુરા, આગ્રા, ફિરોઝાબાદ, સહારનપુર, મુઝફ્ફરનગર, મેરઠ, બાગપત, હાપુડ, અલીગઢ, શામલી અને ગૌતમ બુદ્ધ નગરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હિંસામાં 5ના મોત
નૂહમાં યાત્રા પર પથ્થર મારોની ઘટના બાદ હિંસાની સ્થિતિ વણસી છે ત્યારે અત્યાર સુધી નૂહ હિંસામાં 5 લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. જો કે ઘટના બની ત્યારે 3 લોકોના મોતની જાણ થઈ હતી. જેમાં એક સત્તાવાર નિવેદન અનુસાર, હિંસાને પગલે ગુરુગ્રામથી નૂહ સુધી તૈનાત હોમગાર્ડ્સ નીરજ અને ગુરસેવનું ફરજ દરમિયાન મૃત્યુ થયું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “હરિયાણા પોલીસ આ દુઃખની ઘડીમાં શોકગ્રસ્ત પરિવારોની સાથે છે. પ્રિયજનને ગુમાવવાથી થયેલા નુકસાનની ભરપાઈ કોઈ રકમ નહીં કરી શકે, પરંતુ તેમ છતાં, હરિયાણા પોલીસ શોકગ્રસ્ત પરિવારોને 57 લાખ રૂપિયા અને તમામ પ્રકારની મદદ આપશે.