Haryana : ગેંગસ્ટર કાલા રાણાના ઘરે NIAના દરોડા, 16 કલાક પૂછપરછ

|

Sep 13, 2022 | 8:23 AM

પંજાબ પોલીસ મુસેવાલાની (Sidhu Musewala) હત્યાના કેસની તપાસ કરી રહી છે અને આ કેસમાં અત્યાર સુધીમાં 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મુસેવાલાની 29 મેના રોજ માણસામાં તે સમયે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

Haryana : ગેંગસ્ટર કાલા રાણાના ઘરે NIAના દરોડા, 16 કલાક પૂછપરછ
NIA raids gangster Kala Rana's house

Follow us on

સોમવારે NIAએ હરિયાણાના યમુનાનગરમાં લક્ષ્મી ગાર્ડનમાં રહેતા ગેંગસ્ટર વીરેન્દ્ર પ્રતાપ ઉર્ફે કાલા રાણાના (gangster Kala Rana) ઘરે દરોડા પાડ્યા હતા. ટીમે 16 કલાક સુધી તપાસ કરી. આ દરમિયાન પરિવારના સભ્યોની પણ પૂછપરછ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ( NIA) સોમવારે કથિત ગેંગસ્ટરો, ડ્રગ માફિયા-આતંકવાદના કેસના સંબંધમાં ત્રણ રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે આમાંના કેટલાક ગેંગસ્ટર પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલા (Sidhu Musewala) ની હત્યામાં પણ સામેલ છે.

અધિકારીઓએ જણાવ્યું કે પંજાબ, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં ગોલ્ડી બ્રાર અને જગ્ગુ ભગવાનપુરિયાના ઘર સહિત અન્ય સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ બંને મુસેવાલા હત્યા કેસમાં પણ આરોપી છે. NIA પાકિસ્તાનમાંથી ડ્રગની દાણચોરીમાં પંજાબ સ્થિત ગેંગની કથિત સંડોવણી અને ત્યારબાદ આતંકવાદ સંબંધિત પ્રવૃત્તિઓ માટે નાણાંનો ઉપયોગ કરવાના કેસની તપાસ કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે, યમુનાનગર, મજીઠા રોડ, મુક્તસર, ગુરદાસપુર અને ગુરુગ્રામમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

મુસેવાલા હત્યા કેસમાં અત્યાર સુધીમાં 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે

પંજાબ પોલીસ મુસેવાલાની હત્યાના કેસની તપાસ કરી રહી છે અને આ કેસમાં અત્યાર સુધીમાં 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મુસેવાલાની 29 મેના રોજ માણસામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી જ્યારે તેઓ તેમના મિત્ર અને સંબંધી સાથે જીપમાં જવાહરના ગામ જઈ રહ્યા હતા. આના એક દિવસ પહેલા પંજાબ પોલીસે તેમની સુરક્ષામાં અસ્થાયી રૂપે ઘટાડો કર્યો હતો. લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય ગોલ્ડી બ્રારે આ હત્યાની જવાબદારી સ્વીકારી હતી.

NIA અને સ્થાનિક પોલીસે સાથે મળીને દરોડા પાડ્યા હતા

NIAએ ગુરુગ્રામના નાહરપુર રૂપા ગામમાં કૌશલ ચૌધરી અને તેના નજીકના સહયોગીઓ અમિત ડાગર અને સંદીપના ઘર પર દરોડા પાડ્યા હતા, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. NIA ટીમની સાથે સ્થાનિક પોલીસકર્મીઓ પણ હતા. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર NIAની ટીમ સવારે 5.30 વાગ્યે ગુરુગ્રામ પહોંચી અને નાહરપુર રૂપા ગામમાં ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા.

Next Article