પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો અંગે લોકસભામાં સરકારની સ્પષ્ટતા, હરદીપ પુરીએ કહ્યું- યુએસ અને યુકેની સરખામણીએ કિંમતમાં માત્ર 5 ટકાનો વધારો થયો

મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર 80 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો. છેલ્લા બે સપ્તાહમાં કુલ 9.20 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે.

પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો અંગે લોકસભામાં સરકારની સ્પષ્ટતા, હરદીપ પુરીએ કહ્યું- યુએસ અને યુકેની સરખામણીએ કિંમતમાં માત્ર 5 ટકાનો વધારો થયો
Petrol Diesel Price Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2022 | 5:28 PM

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ લોકસભામાં (Lok Sabha) જણાવ્યું હતું કે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં (Petrol Diesel Price) થયેલો વધારો અન્ય દેશોમાં કિંમતોમાં થયેલા વધારાનો દસમો ભાગ છે. એટલે કે બાકીના દેશોની સરખામણીએ ભારતમાં માત્ર 5 ટકા જ કિંમતો વધી છે. તેમણે કહ્યું કે અમેરિકામાં તેલની કિંમતમાં 51 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ સિવાય કેનેડામાં 52 ટકા, જર્મનીમાં 55 ટકા, બ્રિટનમાં 55 ટકા અને સ્પેનમાં 58 ટકાનો વધારો થયો છે. પરંતુ ભારતમાં તેલની કિંમતમાં માત્ર 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તેલની વધતી કિંમતોને લઈને વિપક્ષ પણ સરકાર પર આક્રમક છે.

ઉલ્લેખનીય છે કે, મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર 80 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો. છેલ્લા બે સપ્તાહમાં કુલ 9.20 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. સાર્વજનિક ક્ષેત્રની પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા ભાવની સૂચના અનુસાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 103.81 રૂપિયા પ્રતિ લીટરથી વધીને 104.61 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 95.07 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 95.87 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.

લગભગ સાડા ચાર મહિના સુધી સ્થિર રહ્યા બાદ 22 માર્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 13મી વખત કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા બે સપ્તાહમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કુલ 9.20 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

વિપક્ષના સરકાર પર પ્રહાર

ભાવ વધારાને લઈને વિપક્ષ સરકાર પર પ્રહારો કરી રહ્યો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની કિંમતોમાં વધારાને લઈને સરકાર પર નિશાન સાધતા કહ્યું કે આ એક ‘પ્રધાનમંત્રી જન ધન લૂંટ યોજના’ છે. તેણે 2014માં મોટરસાઈકલ, કાર, ટ્રેક્ટર અને ટ્રકની પેટ્રોલની ટાંકી ભરવાની વર્તમાન કિંમતની સરખામણી કરતો ગ્રાફ પણ ટ્વિટર પર શેર કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું, ‘પ્રધાનમંત્રી જન ધન લૂંટ યોજના’.

કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કર્યું, મોદી સરકારના કાર્યકાળમાં, હવે દરરોજ સવાર તેની સાથે માત્ર ઉત્સાહ જ નહીં, મોંઘવારીનું દુઃખ પણ લઈને આવે છે. ઈંધણની લૂંટના નવા હપ્તામાં આજે સવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 40 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. સીએનજી પણ 2.50 રૂપિયા પ્રતિ કિલો મોંઘો થયો છે.

આ પણ વાંચો : Parliament Session Live Updates: દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સાવકુ વર્તન કરે છે દિલ્હી સરકાર, રાજ્યસભામાં બોલ્યા ગૃહપ્રધાન અમિત શાહ

આ પણ વાંચો : ‘પુષ્પા રાજ અપુન લીખેંગા નહીં સાલા’! હવે રીલથી રીયાલિટી સુધી પહોંચી ફિલ્મ, ધોરણ 10ની પરીક્ષામાં વિદ્યાર્થીએ આન્સરશીટમાં લખ્યો ડાયલોગ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">