AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જીતી મહેનત હાર્યો સંઘર્ષ, બસ થોડા કલાકોમાં જ બહાર આવશે 17 દિવસથી ફસાયેલા શ્રમિકો, વાંચો પળેપળના મોત સામેના જંગની સ્ટોરી

ઉત્તરાખંડના ઉત્તરકાશીની સિલક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકો આજે સુરક્ષિત અને સલામત બહાર આવશે. સમગ્ર દેશ જેમના માટે પ્રાર્થના કરી રહ્યો છે અને જેમના સુરક્ષિત, સલામત બહાર આવવાની રાહ જોઈ રહ્યો છે, તે શ્રમિકોના રેસક્યુ ઓપરેશન સફળ રીતે સંપન્ન થવાની બસ હવે ઘડીઓ ગણાઈ રહી છે અને એ તમામ શ્રમિકો બસ થોડી કલાકોમાં જ બહાર આવવાની તૈયારી છે ત્યારે વાંચો આ 17 દિવસ દરમિયાનની કામગીરી, શ્રમિકોની મન:સ્થિતિ અને પરિવારજનોની પીડા, ઈંતેજારના 17 દિવસની દાસ્તાન

જીતી મહેનત હાર્યો સંઘર્ષ, બસ થોડા કલાકોમાં જ બહાર આવશે 17 દિવસથી ફસાયેલા શ્રમિકો, વાંચો પળેપળના મોત સામેના જંગની સ્ટોરી
| Updated on: Nov 28, 2023 | 6:35 PM
Share

દેશનું સૌથી મોટા રેસક્યુ ઓપરેશન આજે તેના અંતિમ પડાવમાં પહોંચી ગયુ છે અને આખરે એ ઘડી આવી ગઈ છે જેની છેલ્લા 17 દિવસોથી રાહ જોવાઈ રહી હતી. બસ હવે થોડી કલાકોની અંદર જ એ મંગળ ઘડી આવી પહોંચશે જ્યારે તમામ શ્રમિકો સુરંગમાંથી બહાર આવશે. છેલ્લા 17 દિવસથી ઉત્તરકાશીની સિલક્યારા ટનલની અંદર ફસાયેલા કામદારો માનસિક અને શારીરિક લડાઈ લડી રહ્યા છે. તેમને હરપલ એ ફફડાટ, ડર સતાવતો હશે કે ક્યાંક તેઓ એ કાટમાળમાં દટાઈને મૃત્યુ તો નહીં પામે. જો કે આજે એ તમામ હતાશા, એ તમામ ડર, ફફડાટ, દુ:ખ, દર્દ, પીડાનો અંત આવશે.

17 દિવસથી જિંદગી સામે ઝઝુમી રહેલા એ શ્રમિકો બહાર આવશે. હરપલ મોત સામે ઝઝુમી રહેલા આ કામદારોની માનસિક સ્થિતિ શું હશે તેની કલ્પના પણ કરી શકાય તેમ નથી. સતત અનિશ્ચિતતા અને રેસક્યુ ઓપરેશનમાં આવી રહેલી અડચણોને કારણે આ શ્રમિકો સતત એ ફફડાટમાં હતા કે તેઓ  જીવિત બહાર આવશે કે નહીં!

દેશવાસીઓ દિવાળી, વર્લ્ડકપ, છઠ્ઠ પર્વની ઉજવણીમાં મસ્ત હતા ત્યારે મોત સામે ઝઝુમતા હતા  શ્રમિકો

સમગ્ર દેશ જ્યારે દિવાળી ઉજવી રહ્યો હતો ત્યારે આ શ્રમિક ભાઈઓ જિંદગી સામે ઝઝુમી રહ્યા હતા. સમગ્ર દેશમાં જ્યારે વન ડે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની જીત માટે યજ્ઞ હોમ હવન થઈ રહ્યા હતા ત્યારે આ શ્રમિક ભાઈઓ ટનલની અંદર ફસાયેલા હતા. છેલ્લા કેટલાય દિવસોથી તેઓ માત્ર મમરા, સુકામેવા અને માત્ર થોડા પાણી પર સર્વાઈવ કરી રહ્યા હતા. 12 નવેમ્બરે તેઓ ટનલમાં ફસાયા તેના 8 દિવસ બાદ 21 નવેમ્બરથી તેમના સુધી સંપૂર્ણ મીલ જેને કહી શકાય તેવુ પુરુ જમવાનુ તેમના સુધી પહોંચ્યુ હતુ.

12 નવેમ્બરે સુરંગનો એક હિસ્સો તૂટી પડ્યો અને અંદર કામ કરી રહેલા શ્રમિકો ટનલમાં જ ફસાઈ ગયા

ઉત્તર કાશી જિલ્લા મુખ્યાલયથી નજીક 30 કિલોમીટર દૂર સિલક્યારા સુરંગ કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના ચારધામ ઓલ વેધર સડક (દરેક મૈસમમાં પરિવહન માટે ખુલ્લો રહેનારો માર્ગ) પરિયોજનાનો હિસ્સો છે. બ્રહ્મખાલ-યમનોત્રી રાષ્ટ્રીય રાજમાર્ગ પર બની રહેલી સુરંગ 4.5 કિલોમીટર લાંબી છે. 12 નવેમ્બરે સુરંગનો એક હિસ્સો નીચે આવ્યો અને તેમા સુરંગની અંદર રહેલા શ્રમિકો અંદર જ ફસાઈ ગયા. તેમને બહાર લાવવા માટે છેલ્લા 17 દિવસથી રેસ્ક્યુ અભિયાન શરૂ છે. જેમા આજે આશાનું કિરણ સામે આવ્યુ છે.

શું છે રેટ હૌલ માઈનિંગ ?

શ્રમિકો સુરંગમાં 60 મીટરના અંતરે ફસાયેલા છે. ઓગર મશીનથી 48 મીટર સુધીની ડ્રિલિંગ કરવામાં આવી હતી. ત્યારબાદ મશીન સુરંગમાં ફસાઈ ગયુ અને તેને કાપીને બહાર તો કાઢી લેવાયુ પરંતુ ત્યારબાદ ઓગર મશીન કોઈ કામનું ન રહ્યુ. ત્યારૂબાદ મેન્યુઅલ ડ્રિલિંગથી રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી. જેમા બસ હવે 2 મીટરનું અંતર બાકી રહ્યુ છે. મેન્યુઅલ હોરિઝોન્ટલ ડ્રિલીંગ માટે બે પ્રાઈવેટ કંપનીની ટીમોને પણ લગાવવામાં આવી છે. એક ટીમમાં પાંચ એક્સપર્ટ છે. જ્યારે બીજી ટીમમાં 7 એક્સપર્ટ્સ છે. આ 12 સભ્યોને અનેક ટીમો વચ્ચે વહેંચવામાં આવ્યા છે. આ ટીમો બાકી રહેલો કાટમાળ બહાર કાઢવામાં લાગેલા છે. હાલ સુધીમાં આ કાટમાળ કાઢી નાખવામાં આવ્યો છે અને 800 mm ના વ્યાસનો પાઈપ સુરંગની અંદર નાખવામાં આવ્યો છે. NDRFની ટીમ પણ હાલ સુરંગની અંદર પહોંચી ચુકી છે. આ જ પાઈપના સહારેથી શ્રમિકોને બહાર લાવવામાં આવનાર છે.

સૌથી મોટા રેસક્યુ ઓપરેશનનો ઘટનાક્રમ

  • 12 નવેમ્બર શ્રમિકો ટનલમાં ફસાયા
  • 13 નવેમ્બરે કાટમાળ રોકવા માટે કોંક્રીટ લગાવવામાં આવી
  • 14 નવેમ્બર નાની મશીનથી ખોદકામ શરૂ
  • 15,16 નવેમ્બર ઓગર મશીન મગાવાઈ
  • 17 નવેમ્બર ડ્રિલિગ શરૂ કરવામાં આવી
  • 18 નવેમ્બર ઈન્દોરથી ઓગર મશીન પહોંચી
  • 19 નવેમ્બર SDRF, NDRF, BRO રેસક્યુનો મોરચો સંભાળ્યો
  • 20 નવેમ્બર વિદેશથી ટનલિંગ એક્સપર્ટ બોલાવવામાં આવ્યા
  • 21 નવેમ્બર શ્રમિકો સુધી પ્રથમવાર પુરુ જમવાનુ પહોંચ્યુ
  • 22 નવેમ્બબર શ્રમિકોની સુરંગની અંદરની પ્રથમ તસ્વીર સામે આવી
  • 23 નવેમ્બર ઓગર મશીન તૂટી ગઈ
  • 24 નવેન્બરથી મેન્યુઅલ ડ્રિલીંગ શરૂ કરવામાં આવ્યુ

ટનલમાં દેશના 8 રાજ્યોના 41 શ્રમિકો

આ તમામ 41 શ્રમિકો બસ હવે થોડા કલાકોમાં જ બહાર આવશે તેવી આશા સમગ્ર દેશ સેવી રહ્યો છે. છેલ્લા 17 દિવસ એ શ્રમિક ભાઈઓ માટે કેવા રહ્યા તે માત્ર તે જ જણાવી શકે. એ દુ:ખ, એ પીડાને કદાચ શબ્દોમાં વર્ણવી પણ ન શકાય. દેશના 8 રાજ્યોના 41 શ્રમિકો આ સુરંગમાં ફસાયેલા છે. જેમા ઉત્તરાખંડના 2, અસમના 2, હિમાચલ પ્રદેશના 1, ઝારખંડના 15, ઉત્તરપ્રદેશના 8, ઓડિસાના 5, બિહારના 5, પશ્ચિમ બંગાળના 3 શ્રમિકો સામેલ છે.

આશાનું કિરણ લઈને આવી સુરંગની અંદરની શ્રમિકોની એ તસ્વીર

દેશનો સૌથી મોટો તહેવાર આપણે ત્યાં દિવાળી છે, આ દિવાળી જેવો તહેવાર આ શ્રમિકોએ સુરંગની અંદર પસાર કર્યો. દિવાળી હોય, છઠ્ઠ પર્વ હોય કે વર્લ્ડ કપ હોય, સમગ્ર દેશ જ્યારે આ તહેવારોમાં વ્યસ્ત હતો ત્યારે આ શ્રમિકો બે જંગ લડી રહ્યા હતા. એક પોતાને જીવિત રાખવાની જંગ અને બીજી તેમના મન મસ્તિષ્કમાં ચાલી રહેલા હતાશા, ફફડાટની જંગ..

આ સમગ્ર ઓપરેશન દરમિયાન એવા પણ દિવસો આવ્યા જ્યારે આ શ્રમિકોના પરિવારો હિંમત હારી ગયા અને તેઓ આશા ખોઈ બેઠા કે હવે તેમની સ્વજનને ફરી મળી શકશે. જો કે આ નિરાશા વચ્ચે આશાનું કિરણ લઈને સુરંગની અંદરની એ તસ્વીર. જેમા શ્રમિકો સુરંગની અંદર સલામત હોવાની પરિવારજનોને ખાતરી થઈ. શ્રમિકોને અંદર સેલફોન પણ પહોંચાડવામાં આવ્યા.

જો કે નેટવર્કની સમસ્યા સતત બાધા બનતી રહી. આ શ્રમિકોનું માનસિક સ્વાસ્થ્ય સારુ રહે, તેમનો ટાઈમ પાસ થાય તેના માટે તેમને લુડો, સાપસીડી જેવી રમતો પણ પહોંચાડવામાં આવી.સરકાર દ્વારા આ શ્રમિકોને જીવિત રહે અને સલામત બહાર આવે તેના માટેના તમામ પ્રયાસ કરવામાં આવ્યા.

સૌથી મોટા ઉત્સવ સમાન હશે શ્રમિકોના સલામત બહાર આવવાની એ ઘડી

આ તમામ શ્રમિક ભાઈઓના પરિુવાર માટે કદાચ આજે જ સૌથી મોટી દિવાળી હશે. જો દિવાળીથી મોટો કોઈ ઉત્સવ હશે તો એ આ તમામ પરિવારો માટે આ શ્રમિકો બહાર આવશે એ ઘડી હશે. શ્રમિકોના પરિવારજનોને આજે એક આશાનું કિરણ દેખાયુ છે.

સુરંગની સામે 41 એમ્બ્યુલન્સ સાથે મેડિકલની તમામ ટીમ તમામ ડૉક્ટર સાથે સજ્જ છે અને જેવા શ્રમિકો બહાર આવશે તો તેમને પ્રોટોકોલ મુજબ જ સીધા એમ્બ્યુલન્સમાં બેસાડી લઈ જવામાં આવશે.

આ શ્રમિકોના પરિવારજનો પણ હાલ ઉત્તર કાશી પહોંચી ચુક્યા છે અને બસ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે એ ઘડી આવે અને તેઓ તેમના વ્હાલસોયાને ગળે લગાડી લે. આ શ્રમિકો બહાર આવ્યા બાદ તમામને ચિનુક હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરી એઈમ્સમાં લઈ જવામાં આવનાર છે. જેના માટે ચિન્યાલીસૌર એરસ્ટ્રીપ પર તમામ તૈયારી કરી લેવામાં આવી છે.

g clip-path="url(#clip0_868_265)">