ખેડૂતોની લોન માફી કરવાના ચક્કરમાં આ મોટી ‘વોટ બૅંક’ને ભૂલી ગયા અશોક ગહેલોત ? સરકાર રચ્યે 2 મહિના પણ નથી થયાં અને આવી પડી મોટી મુસીબત ! દિલ્હી-મુંબઈના લોકોને પણ થઈ રહી છે હાલાકી !
રાજસ્થાનમાં અશોક ગહેલોત સરકાર પાસે 5 ટકા અનામતની માંગને લઈને ગુર્જરોએ ફરી એક વાર આંદોલન પર શરુ કરી દીધું છે. અનામત સંઘર્ષ સમિતિના સંયોજક કર્નલ કિરોડી સિંહ બૈંસલના નેતૃત્વમાં ગુર્જરોએ સવાઈમાધોપુરના મલારના તથા નીમોદા રેલવે સ્ટેશન વચ્ચે દિલ્હી-મુંબઈ રેલવે ટ્રૅક પર પડાવ નાખી દીધો છે. આ ટ્રૅક પર 3 હજાર જેટલા આંદોલનકારીઓ તાપણુ જલાવીને બેસી […]

રાજસ્થાનમાં અશોક ગહેલોત સરકાર પાસે 5 ટકા અનામતની માંગને લઈને ગુર્જરોએ ફરી એક વાર આંદોલન પર શરુ કરી દીધું છે.
અનામત સંઘર્ષ સમિતિના સંયોજક કર્નલ કિરોડી સિંહ બૈંસલના નેતૃત્વમાં ગુર્જરોએ સવાઈમાધોપુરના મલારના તથા નીમોદા રેલવે સ્ટેશન વચ્ચે દિલ્હી-મુંબઈ રેલવે ટ્રૅક પર પડાવ નાખી દીધો છે. આ ટ્રૅક પર 3 હજાર જેટલા આંદોલનકારીઓ તાપણુ જલાવીને બેસી ગયા છે. તેનાથી દિલ્હી-મુંબઈ ટ્રૅક પર ટ્રેન વ્યવહારને માઠી અસર થઈ છે.
રેલવે ટ્રૅક પર પડાવ નાખતા પહેલા ગઈકાલે મકસૂદનપુરાના દેવનારાયણ મંદિરમાં મહાપંચાયત થઈ. કર્નલ બૈંસલાએ સરકારને સાંજના 4 વાગ્યા સુધી જવાબ આપવાનું અલ્ટીમેટમ આપ્યું હતું, પરંતુ જવાબ ન મળતા ગઈકાલ સાંજે 5 વાગ્યાથી જ ગુર્જરોએ ટ્રૅક તરફ કૂચ કરી દીધી હતી અને 2 કિલોમીટર પગપાળા ચાલી મલારના તથા નીમોદા વચ્ચેના ટ્રૅક પર બેસી ગયા. કેટલાક લોકોએ પાટાઓ ઉખાડવાની કોશિશ પણ કરી.
કઈ ટ્રેનોનો માર્ગ બદલાયો ?
હઝરત નિઝામુદ્દીન-ઉદયપુર મેવાડ એક્સપ્રેસ (અપ-ડાઉન બંને) હઝરત નિઝામુદ્દીન-બાંદ્રા ટર્મિનસ ગરીબ રથ (અપ-ડાઉન બંને) કોટા-પનબરી જેસીઓ એક્સપ્રેસ બાંદ્રા ટર્મિનસ-દહેરાદૂન સુપરફાસ્ટ રાંચી-અજમેર આસનસોલ-ભાવનગર ટર્મિનસ મુંબઈ સેંટ્રલ-ફિરોઝપુર કૅંટ નિઝામુદ્દીન-કોચીવેલી એક્સપ્રેસ ફિરોઝપુર-મુંબઈ સેંટ્રલ જનતા એક્સપ્રેસ મુંબઈ સેંટ્રલ-અમૃતસર સ્વર્ણ મંદિર મેલ અમૃતસર-બાંદ્રા ટર્મિનસ સ્વર્ણ મંદિર મેલ
કઈ ટ્રેનો આંશિક રીતે રદ ?
મથુરા-સવાઈમાધોપુર પૅસેંજર નિઝામુદ્દાન-કોટા જનશતાબ્દી રતલામ-મથુરા મેમૂ રતલામ-આગરા ફોર્ટ
ટ્રૅક પર થશે મંત્રણા
બૈંસલાનું કહેવું છે કે સરકાર ઘણી વખત અનામતના નામે દગો આપી ચુકી છે. હવે વિશ્વાસઘાત સહન નહીં કરીએ. વાર્તા માટે ટ્રૅક પર જ આવવું પડશે.
[yop_poll id=1232]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]