ગુજરાત પોલીસ હવે પ્રદર્શનકારીઓ વિરુદ્ધ ખુલીને કાર્યવાહી કરી શકશે, કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર બિલ- 2021ને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી
ગુજરાત પોલીસ હવે પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી શકશે. જેમાં પ્રદર્શન કરનારા લોકો વિરુદ્ધ ગુનાહિત કેસ દાખલ કરી શકશે. જેમાં રાજ્યમાં સીઆરપીસીની કલમ 144નો ભંગ કરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાના ખરડાને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે. કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (ગુજરાત સુધારા) બિલ- 2021માં માર્ચ માસમા વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યો હતો.

ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર બિલ, 2021ને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે. ખરડાના નિવેદન અને ઉદ્દેશ્યો મુજબ, ગુજરાત સરકાર, પોલીસ આયુક્તો અને જિલ્લા મેજિસ્ટ્રેટને સીઆરપીસી ની કલમ 144 અંતર્ગત નિષેધાત્મક આદેશ જાહેર કરવાના અધિકાર છે, જેમાં કોઈ પણ વ્યક્તિને એક નિશ્ચિત કાર્યથી દૂર રહેવા કે સાર્વજનિક શાંતિ ભંગ કે વિભિન્ન પ્રસંગે સાર્વજનિક વ્યવસ્થા બનાવી રાખવા માટે રમખાણ કે આવી કોઈ ઘટનાને રોકવા માટે કેટલાંક આદેશ આપી શકે છે.
આદેશમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રકારની ફરજ પર હાજર પોલીસ અધિકારીઓને ઉલ્લંઘનની ઘટનાઓ સામે આવે છે અને ઇન્ડિયન પિનલ કોડની કલમ 188 અંતર્ગત ઉલ્લંઘન કરનારા વિરૂદ્ધ યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવાની જરૂરિયાત છે.
કલમ 144 અંતર્ગત જાહેર પ્રતિબંધાત્મક આદેશના કોઈપણ ઉલ્લંઘનને ભારતીય દંડ સંહિતાની કલમ 188 અંતર્ગત એક અપરાધ બનાવવાના પ્રયાસ કરે છે. CRPCની કલમ 195 એમાં સંશોધન કરે છે જેમાં કહેવામાં આવ્યું કે સંબંધિત લોક સેવકની લેખિત ફરિયાદ સિવાય કોઈ પણ કોર્ટ લોક સેવકના કાયદેસર અધિકારની અવમાનના માટે કોઈ ગુનાહિત ષડયંત્રની ફરિયાદ સ્વીકારશે નહિ.