
ખંડવાથી મુંબઈ વચ્ચેની મુસાફરી હવે માત્ર 8 કલાકમાં પૂરી થઈ જશે, કારણ કે બેતુલ-ખંડવા-વડોદરા કોરિડોર આ રૂટ માટે ગેમચેન્જર સાબિત થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારના ₹4,415.60 કરોડના ખર્ચે બનનારા આ ફોરલેન કોરિડોરથી મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે સુપરફાસ્ટ કનેક્ટિવિટી સ્થાપિત થશે. આ પ્રોજેક્ટથી બેતુલ, નાગપુર, વડોદરા અને અમદાવાદ જેવા મોટા ઔદ્યોગિક શહેરો વચ્ચે જોડાણ મજબૂત બનશે અને મુસાફરીના સમયમાં ધરખમ ઘટાડો થવાને લીધે વેપાર તેમજ પરિવહનને મોટો આર્થિક ફાયદો થશે. ખાસ કરીને મધ્ય પ્રદેશના નિમાડ ક્ષેત્રના ચાર મોટા જિલ્લાઓ—ખંડવા, ખરગોન, બુરહાનપુર અને બડવાનીને તેનો સૌથી વધુ લાભ મળશે.
આ પ્રોજેક્ટથી ખંડવા અને મુંબઈ વચ્ચેના અંતરમાં મોટો ઘટાડો નોંધાશે. હાલમાં ખંડવાથી મુંબઈ જવા માટે ટુ-લેન વાળા અત્યંત વળાંકવાળા અને ખરાબ રસ્તા પરથી પસાર થવું પડે છે, જ્યાં ભારે ટ્રાફિક પણ મોટી સમસ્યા બને છે. હાલ બંને શહેરો વચ્ચેનું અંતર કાપવામાં 14 થી 15 કલાક જેટલો સમય લાગી જાય છે.
પરંતુ આ કોરિડોર બનવાથી ખંડવા સીધું વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે ગ્રીડ સાથે જોડાઈ જશે, જે સીધું ખરગોન અને બડવાની થઈને મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે. આ ફોરલેન માર્ગ બનવાથી ખંડવા અને મુંબઈ વચ્ચે મુસાફરીનો સમય 3 થી 5 કલાક જેટલો ઘટી જશે, જેથી સમગ્ર સફર માત્ર 8 કલાકની અંદર પૂરી થઈ શકશે.
આ કોરિડોર પશ્ચિમ ભારત અને મધ્ય ભારત વચ્ચે એક મહત્વપૂર્ણ ‘લાઇફલાઇન’ સાબિત થશે. આ હાઇવે એમપીના બડવાની જિલ્લામાં આવેલા જુલવાનિયાથી શરૂ થઈ મહારાષ્ટ્રના જલગાંવ-ભુસાવળ જિલ્લામાં પ્રવેશ કરશે. ત્યારબાદ ત્યાંથી આગળ વધીને ગુજરાતના વડોદરા ખાતે પહોંચશે, જ્યાં આ હાઇવે પૂર્ણ થશે. આનાથી બંને રાજ્યોના મોટા ઔદ્યોગિક શહેરો વચ્ચે અવરજવર સાવ સરળ બની જશે.
વર્ષ 2028માં ઉજ્જૈન ખાતે ભવ્ય સિંહસ્થ મહાકુંભનું આયોજન થવાનું છે, જેમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. આ પ્રોજેક્ટ ઉજ્જૈન અને ખંડવામાં સ્થિત ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ વચ્ચે કનેક્ટિવિટીને અત્યંત સુગમ અને મજબૂત બનાવશે, જેનો સીધો લાભ સિંહસ્થ-2028માં આવનારા કરોડો ભક્તોને મળશે. આ ઉપરાંત તે ઇન્દોર અને નાગપુર એરપોર્ટ તેમજ ઇન્દોરના મલ્ટી-મોડલ લોજિસ્ટિક્સ પાર્કને પણ સીધી કનેક્ટિવિટી પૂરી પાડશે.
કેન્દ્રીય કેબિનેટ કમિટી દ્વારા આ પ્રોજેક્ટને અગાઉ જ મંજૂરી આપવામાં આવી ચૂકી છે. આ પ્રોજેક્ટની મુખ્ય બાબતો નીચે મુજબ છે: