26 જાન્યુઆરીના મહત્વના સમાચાર : જયેશ રાદડિયા વિરોધીઓ પર ફરી વરસ્યા, કહ્યુ સમાજના બે ટકા ટપોરીઓ હવનમાં હાડકા નાખી રહ્યા છે, રાદડિયા સમાજનું કામ કરે એટલે લોકોના પેટમાં તેલ રેડાય

|

Jan 26, 2025 | 10:02 PM

Gujarat Live Updates આજ 26 જાન્યુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

26 જાન્યુઆરીના મહત્વના સમાચાર : જયેશ રાદડિયા વિરોધીઓ પર ફરી વરસ્યા, કહ્યુ સમાજના બે ટકા ટપોરીઓ હવનમાં હાડકા નાખી રહ્યા છે, રાદડિયા સમાજનું કામ કરે એટલે લોકોના પેટમાં તેલ રેડાય

Follow us on

આજે 26 જાન્યુઆરીને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

ભારતભરમાં આજે 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાશે. ભારત દેશે જે દિવસે બંધારણ અપનાવ્યું અને સત્તાવાર રીતે પ્રજાસત્તાક બન્યું તેના સાત દાયકાથી વધુ સમયથી આ દિવસે એટલે કે દર વર્ષે 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવણી કરે છે. આ મહત્વપૂર્ણ દિવસ આપણને ભારતના લોકશાહી આદર્શો, સમૃદ્ધ ઇતિહાસ અને તેની વિવિધ વસ્તીને બાંધતી એકતાની યાદ અપાવે છે. 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે, દેશભરમાં ભવ્ય ઉજવણી, પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જોકે, આ દેશભક્તિના દિવસનું કેન્દ્રબિંદુ નવી દિલ્હીમાં કર્તવ્ય પથ કે જેને પહેલા રાજપથ તરીકે ઓળખવામાં આવતુ હતું ત્યાં પ્રજાસત્તાક દિવસની ભવ્ય પરેડ યોજાશે.

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 26 Jan 2025 09:03 PM (IST)

    જયેશ રાદડિયાએ ફરી વિરોધીઓને લીધા આડે હાથ

    • રાજકોટઃ સામાજીક કાર્યક્રમમાં જયેશ રાદડીયાનું મોટું નિવેદન
    • નામ લીધા વગર સમાજના વિરોધીઓ પર તાક્યું નિશાન
    • સમાજના 2 ટકા ટપોરીઓ હવનમાં હાડકાં નાખી રહ્યા છેઃ રાદડીયા
    • “રાદડીયા પરિવાર પર સોશિયલ મીડિયામાં બેફામ લખે છે”
    • “કેટલાક લોકો રાજનીતિમાં નથી તો પણ સમાજમાં રાજનીતિ કરે છે”
    • “રાજનીતિમાં નથી તેવા લોકો રાદડીયાને પાડવાના પ્રયાસમાં લાગ્યા છે”
    • “રાદડીયા સમાજનું કામ કરે છે એટલે આ લોકોના પેટમાં તેલ રેડાય છે”
  • 26 Jan 2025 09:02 PM (IST)

    તાપીના સોનગઢમાં પિતાએ જ કરી કુમળી બાળકીની હત્યા

    તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કુંકડાડુંગરી ગામની આ ઘટના છે. જ્યાં, દોઢ વર્ષની બાળકીની હત્યા કરેલી લાશ. પાણીના ટાંકામાંથી મળી આવી હતી. ત્યારે, પોલીસે ડોગસ્કવોડ સહિતના વિવિધ માધ્યમથી તપાસ હાથ ધરી હતી. જેમાં ખુલાસો થયો કે પિતાએ જ બાળકીને પાણીના ટાંકામાં ડૂબાવી દીધી હતી. ઘરકંકાસથી કંટાળીને પિતાએ જ નિર્દોષ અને કુમળી બાળકીની હત્યા કરી નાંખી. હાલ, પોલીસે હત્યારા પિતાને ઝડપી લીધો છે અને હત્યા મામલે વધુ હકીકત શોધવા તપાસ હાથ ધરી છે. મહત્વનું છે, પિતાએ બાળકીનો જીવ લઇ લેતા વિસ્તારમાં ચકચાર મચી છે.

  • 26 Jan 2025 07:51 PM (IST)

    આણંદ: વાસદ મહીસાગર નદીમાં પલટી નાવ, 3 મોત

    • આણંદ: વાસદ મહીસાગર નદીમાં પલટી નાવ, 3 મોત
    • માછીમારી કરવા ગેલા પિતા-પુત્ર અને ભત્રીજાનું મોત
    • નાવ ડૂબતા ભત્રીજા અને પુત્રને બચાવવા જતા પિતાનું મોત
    • ત્રણેય મૃતક કાચલાપુર વાસદના રહેવાસી
    • તમામના મૃતદેહ વાસદ આરોગ્ય કેન્દ્ર ખસેડાયા
    • આણંદ ફાયર વિભાગે ડૂબી ગયેલી નાવ બહાર કાઢી
  • 26 Jan 2025 06:55 PM (IST)

    બનાસકાંઠા : પ્રજાસત્તાક પર્વની ઉજવણી વચ્ચે ભાજપના નેતાનું વિવાદિત નિવેદન

    • બનાસકાંઠા : પ્રજાસત્તાક પર્વની ઉજવણી વચ્ચે ભાજપના નેતાનું વિવાદિત નિવેદન
    • ભાજપના પ્રદેશ મંત્રી નૌકા પ્રજાપતિએ અનામત અંગે આપ્યું વિવાદિત નિવેદન
    • આજે અનામત માથાનો દુખાવો બની ગઇ છે : નૌકા પ્રજાપતિ
    • તુષ્ટિકરણની રાજનીતિને કારણે અનામત હટાવી શક્યા નથી : નૌકા પ્રજાપતિ
    • ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરતી વખતે આપ્યું નિવેદન
  • 26 Jan 2025 06:54 PM (IST)

    પાટણ: ઝીલવાણા પાસે માર્ગ અકસ્માતમાં 2 મોત

    • પાટણ: ઝીલવાણા પાસે માર્ગ અકસ્માતમાં 2 મોત
    • ઝીલવાડા પાસે 3 કાર વચ્ચે થઇ જોરદાર ટક્કર
    • અકસ્માતમાં 2 લોકોના મોત, 2ની હાલત ગંભીર
    • ઘટનામાં ત્રણેય ગાડીઓનું કચ્ચરઘાણ નીકળ્યું
    • અકસ્માત બાદ સ્થળ પર લોકોના ટોળા એકત્ર
  • 26 Jan 2025 05:42 PM (IST)

    તાપીના વાલોડમાં યોજાયો રાજ્યકક્ષાનો પ્રજાસત્તાક દિવસ

    તાપીનાં વાલોડ ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો. જેમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યપાલ આચાર્યદેવ વ્રત દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. સાથે CM અને રાજ્યપાલે પોલીસ વિભાગ દ્વારા આયોજીત પરેડની સલામી ઝીલી. રાજ્યની રાજધાની ગાંધીનગરમાં પણ પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણીની થઈ. જ્યાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ધ્વજવંદન કર્યું. કાર્યક્રમમાં જિલ્લાની વિવિધ શાળાઓના 300થી વધુ વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા. રાજ્યનાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોરએ ભાવનગર જિલ્લાનાં કક્ષાની ઉજવણીમાં ધ્વજવંદન કર્યું. સાથે જ સુરતનાં ઉમરપાડાના વાડી ગામે સૈનિક સ્કૂલ ખાતે રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ તિરંગો લહેરાવ્યો. કાર્યક્રમમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું. જ્યારે દાહોદમાં બચુભાઇ ખાબડએ પ્રજાસતાક દિવસ નિમિતે રાષ્ટ્રધ્વજને સલામી આપી. સ્વતંત્ર સૈનિકો સહિત પોલીસ કમઁચારીઓ અને અધિકારીઓનું સન્માન કર્યું.

  • 26 Jan 2025 05:11 PM (IST)

    સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં 76માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી

    નર્મદાના સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં 76માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. નર્મદા નિગમના ચેરમેન અને ડાયરેક્ટર મુકેશ પુરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું.. મહત્વનું છે કે ધ્વજવંદન કાર્યક્રમમાં બોલીવૂડ અભિનેતા આમિર ખાને પણ હાજર રહ્યાં હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ધ્વજવંદન કાર્યક્રમ બાદ અભિનેતા આમિર ખાને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી નિહાળી હતી. સાથે જ તમામ પ્રોજેક્ટ પણ આમિર ખાને નિહાળ્યાં હતા. ઉલ્લેખનીય છે કે આમિર ખાનની આવનારી ફિલ્મ સિતારે જમીન પરનું શુટિંગ હાલ ગુજરાતમાં થઈ રહ્યું છે. જેના માટે આમિર ખાન ગુજરાતના પ્રવાસે છે.

  • 26 Jan 2025 05:10 PM (IST)

    મોરબીઃ જાહેરમાં અશ્લીલ હરકતો કરતા યુવાનનો વીડિયો વાયરલ

    • મોરબીઃ જાહેરમાં અશ્લીલ હરકતો કરતા યુવાનનો વીડિયો વાયરલ
    • યુવતિએ અશ્લીલ હરકતો કરતા યુવાનનો વીડિયો સોશિયલ મીડિયા પર મુક્યો
    • જાહેરમાં ચેનચાળા કરતા યુવાન પર નથી થતી કાર્યવાહી
    • વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થયાનો આરોપ
    • કન્યા છાત્રાલય જવાના રસ્તે હરકતો કરતો હોવા છતાં કાર્યવાહી ન થઈ હોવાનો આરોપ
  • 26 Jan 2025 05:08 PM (IST)

    સુરત: પોલીસ કોન્સ્ટેબલ ઉપર કાર ચઢાવનાર વોન્ટેડ બુટલેગરની ધરપકડ

    • સુરત: પોલીસ કોન્સ્ટેબલ ઉપર કાર ચઢાવનાર વોન્ટેડ બુટલેગરની ધરપકડ
    • બુટલેગરની કાર અટકાવતા કોન્સ્ટેબલને ઉડાવ્યો હતો
    • બુટલેગરની કાર બંધ થઈ જતા પોલીસે પકડી પાડ્યો
    • પોલીસે ગુન્હો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી
    • આરોપી ચિત્રાર્થ ઉર્ફે ચિન્ટુ રાંદેરી લિસ્ટેડ બુટલેગર
    • અઠવા, અડાજણ સહિત 3 પોલીસ મથકે નોંધાયા છે ગુના
  • 26 Jan 2025 04:54 PM (IST)

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગઠબંધન કરવા તૈયાર AAP- ઈશુદાન

    • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગઠબંધનને લઈ AAP પ્રમુખ ઈશુદાન ગઢવીનું નિવેદન
    • આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધનમાં લડવા તૈયાર હોવાનો AAP નો દાવો
    • કોંગ્રેસને લોકસભામાં AAPએ ટેકો આપ્યો હતો
    • બંને પાર્ટી અલગ અલગ ચૂંટણી લડે તો ભાજપને ફાયદો થશે: ઈશુદાન
    • AAP ભાજપને હરાવવા માટે કોંગ્રેસ સાથે રહી ચૂંટણી લડવા તૈયાર: ઈશુદાન
    • સ્થાનિક લેવલે પ્રપોઝલ આવશે તો પણ અમે સ્વીકાર કરીશું: ઈશુદાન
    • જો ગઠબંધન ના થાય તો AAP તમામ નગરપાલિકાઓમાં ચૂંટણીઓ લડશે
  • 26 Jan 2025 04:53 PM (IST)

    જામનગરના આ ગામમાં રોજ ફરકાવાય છે ત્રિરંગો

    પ્રજાસત્તાક પર્વ અને ગણતંત્ર દિવસ એટલે આપણા દેશના સૌથી મોટા તહેવાર. આ બંને દિવસે ઠેર-ઠેર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. પરંતુ જામનગર જિલ્લાના ફલ્લા ગામમાં રોજ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે અને ધ્વજવંદન કરવામાં આવે છે. એટલું જ નહીં ગામના રસ્તા, શેરીઓ, સંકુલ, ચોકને દેશના સપુતોના નામ આપવામાં આવ્યા છે. ગ્રામ પંચાયતના મૈદાનમાં ગ્રામજનો, પંચાયતના કર્માચારી, રાષ્ટ્રપ્રેમી યુવાનો અને શાળાના બાળકો દ્રારા દૈનિક અહી ધ્વજવંદન કરવામાં આવે છે.

    શાળા અને પંચાયતનું સંકુલ નજીક હોવાથી દૈનિક સવારે શાળામાં આવતા બાળકો શાળામાં અભ્યાસ શરૂ કરતા પહેલા ધ્વજવંદન કરે છે. રજા કે વેકસેનના સમયે ગામજનો, પંચાયતના કર્મચારીઓ સ્વૈચ્છાએ આ જવાબદારી નિભાવે છે. દૈનિક તિરંગાને સલામી દઈને બાળકો શાળાએ જાય છે.

  • 26 Jan 2025 04:52 PM (IST)

    ભાવનગરઃ બુટલેગરના ત્રાસથી યુવકનો આપઘાત

    • ભાવનગરઃ બુટલેગરના ત્રાસથી યુવકનો આપઘાત
    • યુવકે ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાત
    • મૃતકે બુટલેગર સામે કરી હતી ફરિયાદ
    • બુટલેગરે મૃતકનાં ઘર પર પથ્થરમારો કરી આપી ધમકી
    • બુટલેગરનાં ત્રાસથી આપઘાત કર્યાનો પરિવારજનોનાં આક્ષેપ
  • 26 Jan 2025 04:51 PM (IST)

    દમણઃ ગણતંત્ર દિવસની ઉજવણીમાં સાંસદને લાગી આવ્યુ

    • દમણઃ ગણતંત્ર દિવસની ઉજવણીમાં જ થયો વિવાદ
    • સાંસદની ઉપેક્ષા કરવામાં આવતી હોવાનો આક્ષેપ
    • સાંસદ ઉમેશ પટેલે કર્યો આક્ષેપ
    • સરકારી કાર્યક્રમમાં વારંવાર સ્થાનિક સાંસદની ઉપેક્ષા થતી હોવાનો આરોપ
    • પરેડ શરૂ થઈ અને હોબાળો પણ થયો
    • કલેક્ટર અને SP સાંસદને મનાવીને સ્ટેજ પર લાવ્યા
  • 26 Jan 2025 04:50 PM (IST)

    ભરૂચ: વધુ એક આદિવાસી અગ્રણીએ કરી ભીલ પ્રદેશની માંગ

    • ભરૂચ: વધુ એક આદિવાસી અગ્રણીએ કરી ભીલ પ્રદેશની માંગ
    • ચૈતર વસાવા, મહેશ વસાવા બાદ છોટુ વસાવાની પણ ભીલીસ્તાનની માંગ
    • અમારા અધિકાર કોઈ સરકારે નથી આપ્યા :છોટુ વસાવા
    • “77 વર્ષમાં આદિવાસીઓની દુર્દશા જ થઈ”
    • “જમીનો છીનવાઈ, નદી-નાળા લૂંટાયા”
    • “હક માટે હવે અલગ પ્રદેશ માંગી રહ્યા છીએ તેમાં શું ખોટું છે ?”
    • આદિવાસી સમાજ સાથે ઓબીસી સમાજને પણ જોડાવા કરી હાંકલ
    • છોટુ વસાવા ઝઘડિયાના 7 ટર્મથી રહી ચુક્યા છે ધારાસભ્ય
  • 26 Jan 2025 04:50 PM (IST)

    ગીર સોમનાથઃ ઊનાના કંસારી ગામે એક જ કોમના બે જૂથો વચ્ચે બબાલ

    • ગીર સોમનાથઃ ઊનાના કંસારી ગામે એક જ કોમના બે જૂથો વચ્ચે બબાલ
    • બોર્ડ લગાવવાને લઈને થઈ હતી બબાલ
    • પરિસ્થિતિ તંગ બનતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી
    • સમજાવટ બાદ મામલો પડ્યો થાળે
  • 26 Jan 2025 04:44 PM (IST)

    ગુજરાત હાઈકોર્ટમાં કરાઈ પ્રજાસત્તાક પર્વની ઉજવણી

    76માં પ્રજાસત્તાક દિનની ઉજવણી સમગ્ર રાજ્યભરમાં થઇ. ગુજરાત હાઇકોર્ટમાં પણ ધ્વજવંદન કરાયું. હાઇકોર્ટના ન્યાયાધીશ બિરેન વૈષ્ણવના હસ્તે ધ્વજવંદન કરીને ઉજવણી કરાઇ. તેમણે ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પણ પહેરાવી. આ કાર્યક્રમમાં હાઇકોર્ટના તમામ ન્યાયાધીશ અને સરકારી વકીલો સહિત તેમના પરિજનો ઉપસ્થિત રહ્યા. આ પર્વે ન્યાયાધીશ બિરેન વૈષ્ણવે જનતાને સંદેશ આપ્યો કે તમામ લોકોને સમાન સમકક્ષ ન્યાય મળે તેવી આશા.

  • 26 Jan 2025 04:43 PM (IST)

    બનાસકાંઠા : પ્રજાસત્તાક પર્વની ઉજવણી વચ્ચે ભાજપના નેતાનું વિવાદિત નિવેદન

    • બનાસકાંઠા : પ્રજાસત્તાક પર્વની ઉજવણી વચ્ચે ભાજપના નેતાનું વિવાદિત નિવેદન
    • ભાજપના પ્રદેશ મંત્રી નૌકા પ્રજાપતિએ અનામત અંગે આપ્યું વિવાદિત નિવેદન
    • આજે અનામત માથાનો દુખાવો બની ગઇ છે : નૌકા પ્રજાપતિ
    • તુષ્ટિકરણની રાજનીતિને કારણે અનામત હટાવી શક્યા નથી : નૌકા પ્રજાપતિ
    • ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરતી વખતે આપ્યું નિવેદન
  • 26 Jan 2025 02:55 PM (IST)

    Ahmedabad News : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગઠબંધનમાં લડવા AAP તૈયાર

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગઠબંધનમાં લડવા AAP તૈયાર છે. ભાજપને હરાવવા કોંગ્રેસ ગઠબંધનમાં આવે એ જરૂરી હોવાનો AAP દ્વારા દાવો કરાયો છે. ગઠબંધનને લઈ AAP પ્રમુખ ઈશુદાન ગઢવીએ જણવ્યું કે, કોંગ્રેસ સાથે લોકસભામાં AAP એ ગઠબંધન અને ટેકો આપ્યો હતો. બંને પાર્ટી અલગ અલગ ચૂંટણી લડે તો ભાજપને ફાયદો થશે. AAP ભાજપને હરાવવા માટે કોંગ્રેસ સાથે રહી ચૂંટણી લડવા તૈયાર છે. સ્થાનિક લેવલે પ્રપોઝલ આવશે તો પણ અમે સ્વીકાર કરીશું. ભાજપના સાશનથી મુક્તિ અપાવવા માટે AAP ગઠબંધન કરવા તૈયાર હોવાનું ઈસુદાને કહ્યું હતું.

     

  • 26 Jan 2025 02:14 PM (IST)

    Kutch News : કચ્છની બાલાસર બોર્ડર નજીકથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો

    કચ્છની બાલાસર બોર્ડર નજીકથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો છે. કચ્છમાં આવેલ આંતરરાષ્ટ્રીય સરહદથી વધુ એક વાર ઘૂસણખોર ઝડપાયો છે. કચ્છની બોર્ડર પર બીએસએફના જવાનોને સંદિગ્ધ ગતિવિધિ બાદ કરી કાર્યવાહી. જવાનોએ આસપાસના વિસ્તારની તપાસ કરતા એક ઘૂસણખોર મળી આવ્યો હતો. ઘૂસણખોરની ઓળખ પાકિસ્તાની નાગરિક તરીકે થઈ છે. પાકિસ્તાનના સિંધના બદીન જિલ્લાનો ખાવર નામનો પાકિસ્તાની નાગરિક ઝડપાયો છે. બીએસએફએ ઝડપેલા પાકિસ્તાનીની હાલ વધુ પૂછપરછ ચાલુ છે. પ્રજાસતાક દિવસને ધ્યાનમાં રાખીને બીએસએફની આંતરરાષ્ટ્રીય સીમા પર વિશેષ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.

  • 26 Jan 2025 02:05 PM (IST)

    Uttarakhand UCC News : ઉત્તરાખંડમાં આવતીકાલથી UCC કાયદો અમલમાં આવશે

    27મી જાન્યુઆરી એટલે કે આવતીકાલનો દિવસ ઉત્તરાખંડ માટે ઐતિહાસિક દિવસ બનવા જઈ રહ્યો છે કારણ કે 27મી જાન્યુઆરીએ સમગ્ર ઉત્તરાખંડ રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવામાં આવશે. આ અંગે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, અમે રાજ્યની જનતાને જે વચન આપ્યું હતું તે અમે પૂરું કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે ઉત્તરાખંડ સ્વતંત્ર ભારતનું પહેલું રાજ્ય બનશે જ્યાં આ કાયદો અસરકારક રહેશે.

  • 26 Jan 2025 01:48 PM (IST)

    Ahmedabad News : અત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને માટે અલગ અલગ કાયદા અમલમાં: શક્તિસિંહ ગોહીલ

    અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ કોંગ્રેસના પ્રદેશ કાર્યાલયે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે, ધ્વજવંદન કરી કાર્યકરો સાથે ગણતંત્ર દિવસની  ઉજવણી કરી. આ પ્રસંગે શક્તિસિંહે ગોહિલે કહ્યું- બંધારણનો આર્ટિકલ 14 કહે છે કે કાયદામાં સમાનતા હોવી જોઈએ. અત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને માટે અલગ અલગ કાયદા અમલમાં છે. ભ્રષ્ટાચારી ભાજપમાં જાય તો તેની સામેના ભ્રષ્ટાચારના તમામ આક્ષેપો પૂર્ણ થઈ જાય છે. કોઈનું ઘર તોડવું હોય તો એને પૂરતી તક આપવી જોઈએ. સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ નોટિસ આપ્યા વગર ઘર ના તોડી શકાય. આજે રોજે રોજ લોકોના ઘર પર બુલડોઝર ફરી રહ્યા છે, પરંતુ ઉદ્યોગપતિઓ સરકારી જમીનો પચાવીને બેઠા છે, એમની સામે કોઈ કાર્યવાહી થતી નથી.

  • 26 Jan 2025 01:35 PM (IST)

    Banaskantha News : આસારામએ શરતી જામીનનો કર્યો ભંગ ! પાલનપુરના મહેશ્વરી હોલમાં યોજ્યો સત્સંગ !

    દુષ્કર્મના કેસમાં જેલવાસ ભોગવતા આસારામને કેટલીક શરતોને આધિન જામીન મળ્યા છે. જામીન માટેની શરતોનો આસારામે ભંગ કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. જેલમાંથી બહાર આવ્યા બાદ, મોટી સંખ્યામાં અનુયાયી ભેગા કરીને સત્સંગ કાર્યક્રમ યોજયો હોવાનું કહેવાય છે. કોર્ટના આદેશની અવગણના કરી આસારામના મેળવડા ચાલી રહ્યા છે. ગઈકાલે પાલનપુરના મહેશ્વરી હોલમાં યોજાયો હતો કાર્યક્રમ. આસારામના અનુયાયીઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. કાર્યક્રમ દરમિયાન મીડિયાને કવરેજ પર ફરમાવી હતી પાબંધી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પોલીસને ખબર પડી કે આસારામે સત્સંગ કાર્યક્રમ કર્યો છે. આસારામના ગયા બાદ પરવાનગી વિના કાર્યક્રમ થતા પોલીસે આયોજકોના જવાબ લેવાની કવાયત હાથ ધરી છે.

  • 26 Jan 2025 11:38 AM (IST)

    Kheda News : નડિયાદ તાલુકાના અંધારી આબલી ગામના મહિલા સરપંચને કરાયા સસ્પેન્ડ

    નડિયાદ તાલુકાના અંધારી આબલી ગામના મહિલા સરપંચને સસ્પેન્ડ કરાયા છે. મહિલા સરપંચની જગ્યાએ તેમના પુત્ર દ્વારા સમગ્ર વહીવટ સંભાળતા હોવાનો આક્ષેપ લાગ્યો હતો. નિરક્ષર મહિલા સરપંચના પુત્ર તમામ દાખલાઓમાં સરપંચની ખોટી સહી અને સિક્કા કરતો હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો. ગામ લોકોને ખોટી રીતે હેરાન કરવા અને મન ફાવે તેમ વર્તન કરવાનો અરજદારે આક્ષેપ લગાવ્યો હતો. કલેકટર, ડીડીઓ સહિતના અધિકારીઓને વીડિયો પુરાવા સાથે લેખિતમાં અરજી કરવામાં આવતા કાર્યવાહી કરાઈ છે. આ અંગે મહિલા સરપંચે પોતાના બચાવ પક્ષમાં કહ્યું કે, અદેખાઈથી સમગ્ર કાવતરું રચીને મને સસ્પેન્ડ કરાવવામાં આવ્યા છે.

  • 26 Jan 2025 11:16 AM (IST)

    Sabarkantha News : સાબરકાંઠા કોંગ્રેસમાં જૂથવાદ વકર્યો, હિંમતનગરમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે મારામારી

    હિંમતનગરમાં કોંગ્રેસના જિલ્લા કાર્યાલય પર કોંગ્રેસના બે જૂથના લોકો વચ્ચે મારામારીનો બનાવ બન્યો છે. પ્રજાસત્તાક પર્વની કોંગ્રેસ કાર્યાલય પર ઉજવણી દરમિયાન મારામારીની ઘટના બની હતી. કોંગ્રેસમાં વકરેલો આંતરિક જૂથવાદ મારામારી પર આવી પહોંચ્યો છે. એક જૂથના મોટા ટોળા સ્વરૂપે આવી મારામારી કરી હતી. હુમલો કરતા અંદરો અંદર બંને જૂથે સામ સામે મારામારી ઉપર ઉતરી આવ્યા હતા. ભરચક બજાર વિસ્તારમાં, કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થતા અફરાતફરી મચી જવા પામી હતી. આસપાસના લોકોએ પોલીસને જાણ કરતા, હિંમતનગર ખાતે કોંગ્રેસના જિલ્લા કાર્યાલયમાં પોલીસનો મોટો કાફલો દોડી આવ્યો હતો. પૂર્વ અને વર્તમાન પ્રમુખને લઈને જૂથવાદ સર્જાયો હોવાના મુદ્દે મારામારી થવા પામી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

  • 26 Jan 2025 10:45 AM (IST)

    Surendranagar News : સુરેન્દ્રનગરમાં યુવકની તિક્ષ્ણ હથિયાર વડે કરાઈ હત્યા

    સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના વનાળા ગામે યુવકની તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાઈ. રાતના સમયે યુવક પર અજાણ્યા આરોપીઓએ હુમલો કરી તિક્ષ્ણ હથિયારોથી ઘા કરી હત્યા કરી ફરાર થઈ ગયા છે. પ્રાથમિક તપાસમાં યુવકની હત્યા પ્રેમ સંબંધમાં થયેલ હોવાની શંકાઓ સેવાઈ રહી છે. ચુડા પોલીસ અને DYSP સહિતનો પોલીસ કાફલો વનાળા પોહોચી મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસે, યુવકની હત્યા અંગે અલગ અલગ એંગલથી તપાસ હાથ ધરી છે.

  • 26 Jan 2025 09:37 AM (IST)

    અમદાવાદથી કુંભ મેળામાં જનાર ST ની વોલ્વો બસ ફૂલ, એક મહિનાનુ બુકિંગ થઈ ગયું

    અમદાવાદથી કુંભ મેળામાં જનાર ST ની વોલ્વો બસ હાઉસફુલ થવા પામી છે. ઓનલાઇન બુકિંગ શરૂ થતા જ ગણતરીના કલાકોમાં ફૂલ થઈ જવા પામી છે. ગણતરીની કલાકોમાં સળંગ 30 દિવસનું બુકિંગ ST ને મળ્યું છે. અમદાવાદથી પ્રયાગરાજ જતી ટ્રેનોમાં રિઝર્વેશન ના મળતા,  GSRTCની વોલ્વો બસો કુંભમેળામાં દોડાવવા રાજ્ય સરકારે નિર્ણય લીધો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સોમવારે બસોને લીલીઝંડી આપે એ પૂર્વે જે ST ને 1.14 કરોડનો વકરો થવા પામ્યો છે. આવતીકાલ 27 જાન્યુઆરીએ મુખ્યમંત્રી પ્રયાગરાજ જનાર બસને લીલીઝંડી આપવાના છે

  • 26 Jan 2025 09:29 AM (IST)

    Mehsana News બહેન સાથે પ્રેમ હોવાથી ઠપકો આપતા હત્યા કરી મૃતદેહ નર્મદા કેનાલમાં નાખી દીધો

    મહેસાણા

    યુવકની હત્યા કરી મૃતદેહ મહેસાણાના મોઢેરા નજીક નર્મદા કેનાલમાં ફેંકી દેવાયેલ હત્યા કેસ પોલીસ દ્વારા ઉકેલી નાખવામાં આવ્યો છે. મહેસાણાના મોઢેરા નજીક નર્મદા કેનાલમાં ઠાકોર ભરતજી નામના યુવકની હત્યા કરી મૃતદેહ ફેંકી દેવાયો હતો. હત્યા કરનાર ઠાકોર સંજયજીની એલસીબી એ કરી ધરપકડ. ઠાકોર સંજયજી અને મૃતક ભરતજી ઠાકોર પડોશમાં રહેતા હતા. સંજયની બહેન સાથે ભરતજીને પ્રેમ સંબંધ હોવાની શંકા હતી. પ્રેમ સંબંધ તોડી નાખવા ઠપકો આપ્યો હતો. સંજયજીએ ભરતજીને બહાર જવાનું કહી બાઇક પર લઈ ગયો હતો. રસ્તામાં સિગારેટ પીવાના બહાને ઊભા રહી છરીથી ભરતજી ની હત્યા કરી હતી. ભરતજીનો મૃતદેહ બાઇક પર જ લઈ જઈ કેનાલમાં નાખી દીધો હતો. સમગ્ર ઘટનાના આરોપી ઠાકોર સંજયજી ની પોલીસે ધરપકડ કરી

  • 26 Jan 2025 08:52 AM (IST)

    Bhavnagar News : ભાવનગરના વરતેજના સોડવદરા ગામે ગાંજાનુ વાવેતર ઝડપાયું

    ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસ મથક હેઠળના સોડવદરા ગામેથી ગાંજાનું વાવેતર ઝડપાયું છે. ભાવનગર એસ.ઓ.જી અને વરતેજ પોલીસે સંયુક્ત કામગીરી કરી ગાંજાના 70 છોડ કબજે લીધા હતા. સોડવદરા ગામે વાલજીભાઈ સોલંકીની વાડીમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું. બાતમી મળ્યા બાદ, દરોડા પાડતા અન્ય પાકની આડમાં ગાંજાનું વાવેતર મળી આવ્યું હતું. પોલીસે 2 લાખ 60 હજાર રૂપિયાની કિંમતના 52 કિલો ગાંજાના છોડ કબજે કરીને, ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

  • 26 Jan 2025 08:49 AM (IST)

    Vadodara News : અલકાપુરીની હોટેલ એકસપ્રેસને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

    વડોદરામાં નવરચના સ્કુલ બાદ અલકાપુરીની હોટેલ એકસપ્રેસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. હોટેલને મોકલાયેલા મેઈલમાં લખ્યું કે, રૂમ અને પાઇપલાઇનમાં બોમ્બ મુકાયો છે અને રિમોટથી બ્લાસ્ટ થઈ શકે છે. હોટેલમાં પોલીસ દ્વારા ત્રણ કલાક સુધી તપાસ હાથ ધરાઇ હતી. ગેસ્ટને વેઇટિંગ લોન્જ ઉભા રાખવામાં આવ્યા હતા. જો કે હોટેલમાંથી કોઈ પણ શંકાસ્પદ ચીજ નહિ મળતાં બીડીએસ-પોલીસ દ્વારા કલિયરન્સ આપી દેવાયું હતું. નવરચના સ્કૂલને મળેલો ધમકી ભર્યો મેઈલ રશિયા – મલેશિયાના રુટથી મળ્યો હતો. બોમ્બ ધમકી મુદ્દે પોલીસે નવરચના વિધાલયના 85 વિદ્યાર્થીઓને તપાસ્યા અને સ્ટાફના નિવેદનો લેવાયા હતા.

  • 26 Jan 2025 07:58 AM (IST)

    આજે બંધારણ અમલમાં આવ્યાના 75 વર્ષ પૂર્ણ થયા

    આ વર્ષે 26 જાન્યુઆરી એટલા માટે પણ ખાસ છે, કારણ કે બંધારણના અમલને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. બંધારણ સભા દ્વારા બંધારણ અપનાવવામાં આવ્યું હતું. પરેડ પહેલા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરીને દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપશે. પરેડ સવારે રાષ્ટ્રીય સલામી સાથે શરૂ થશે અને 90 મિનિટ સુધી ચાલુ રહેશે, જે ભારતની વારસો અને વિકાસ યાત્રાનું પ્રદર્શન કરશે.

  • 26 Jan 2025 07:43 AM (IST)

    ભારત આજે વિશ્વ સમક્ષ પોતાની લશ્કરી શક્તિનું પ્રદર્શન કરશે

    ભારત દેશ બ્રહ્મોસ, પિનાક અને આકાશ સહિતની કેટલીક અત્યાધુનિક સંરક્ષણ પ્રણાલીઓનું પ્રદર્શન કરીને પોતાની લશ્કરી શક્તિનું વિશ્વ સમક્ષ પ્રદર્શન કરશે. ઉપરાંત, સેનાની લડાઇ દેખરેખ પ્રણાલી સંજય અને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા સંશોધિત જમીનથી જમીન પર પ્રહાર કરતી વ્યૂહાત્મક મિસાઇલ પ્રલયને પ્રથમ વખત પરેડમાં સામેલ કરવામાં આવશે.

Published On - 7:42 am, Sun, 26 January 25