22 જૂનના મહત્વના સમાચાર : PM મોદીએ લઘુમતીઓના પ્રશ્ને કહ્યું- ભારતમાં કોઈપણ આધાર પર કોઈ ભેદભાવ નથી, લોકશાહી અમારી નસમાં છે

|

Jun 23, 2023 | 12:03 AM

આજે 22 જૂન ગુરૂવારના રોજ, ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યો તમામ અપડેટસ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

22 જૂનના મહત્વના સમાચાર : PM મોદીએ લઘુમતીઓના પ્રશ્ને કહ્યું- ભારતમાં કોઈપણ આધાર પર કોઈ ભેદભાવ નથી, લોકશાહી અમારી નસમાં છે

Follow us on

આજે 22 જૂન ગુરૂવારના રોજ, ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યો તમામ અપડેટસ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 22 Jun 2023 11:54 PM (IST)

    PM મોદીએ અમેરિકામાં લઘુમતીઓના પ્રશ્ને કહ્યું- ભારતમાં કોઈપણ આધાર પર કોઈ ભેદભાવ નથી, લોકશાહી અમારી નસમાં છે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને. દ્વિપક્ષીય વાતચીત બાદ સંયુક્ત નિવેદન જાહેર  કર્યું હતું. પત્રકારોના સવાલોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન એક વિદેશી પત્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને, ભારતના લઘુમતીઓ વિશે પ્રશ્ન પૂછ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે લોકો કહે છે તેમ નહી પરંતુ ભારતમાં લોકશાહી છે. લોકશાહી અમારા ડીએનએમાં છે, લોકશાહી અમારી નસમાં છે. લોકશાહી જીવીએ છીએ. ભારત બંધારણ પર ચાલે છે અને સરકાર તેના પર ચાલે છે. ધર્મ, જાતિ, ઉમર કે લિંગ વગેરેને લઈને ભારતમાં કોઈ ભેદભાવ નથી.

  • 22 Jun 2023 11:16 PM (IST)

    ઉત્તરાખંડના પિથોરાગઢના મુનસિયારી ખાતે જીપ ખીણમાં ખાબકી, 10 શ્રદ્ધાળુઓના મોત

    ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના મુનસિયારી ખાતે આજે ગુરુવારે, એક જીપ રસ્તા પરથી ઉતરી જઈને 600 મીટર ઊંડી ખીણમાં પડી જતાં 10 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે 7.30 વાગ્યે નાચની વિસ્તારમાં મસૂરી-હોકરા મોટરવે પર હોકરા ગામ નજીક અકસ્માત થયો ત્યારે વાહનમાં દસ લોકો મુસાફરી કરી રહ્યા હતા અને હોકરાના કોકિલા દેવી મંદિરમાં પ્રાર્થના કરવા જઈ રહ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ)ની બે ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઊંડી કોતરમાં ઉતરીને તમામ મૃતદેહોને ખીણમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

  • 22 Jun 2023 09:28 PM (IST)

    બિપરજોય વાવાઝોડાને લઈ સહાયની જાહેરાત, કેટલા નુકસાન માટે કેટલી મળશે સહાય ? જાણો

    બિપરજોય વાવાઝોડાને કારણે થયેલ નુકસાન અંગે સહાયના ધારાધોરણની જાહેરાત કરવામાં આવી છે. વાવઝોડાને કારણે કપડા અને ઘરવખરીને થયેલા નુકશાન માટે સરકાર 7000 રુપિયા ચુકવશે. સંપૂર્ણપણે નાશ થયેલ મકાન માટે 1,20,000 ની સહાય અપાશે. આંશિક નુકસાન થયેલા પાકા મકાનોમાં 15000 ની સહાય ચૂકવાશે. આંશિક નુકસાન થયેલ કાચા મકાનોમાં 10,000 ની સહાય આપવામાં આવશે. સંપૂર્ણ નાશ થયેલ ઝુંપડા માટે 10,000ની સહાય કરાશે. ઘર સાથેના શેડને થયેલા નુકસાન માટે 5000 ની સહાય આપવામાં આવશે. તમામ સહાયમાં SDRF ઉપરાંત રાજ્ય સરકાર પોતાના બજેટમાથી વધારાની રકમ આપશે.

  • 22 Jun 2023 08:03 PM (IST)

    ભારત અને અમેરિકાએ સાથે મળીને કામ કરવું જોઈએ – બાઈડન

    વ્હાઇટ હાઉસમાં પીએમ મોદીની હાજરીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને સંબોધન કર્યું હતું અને કહ્યું કે ભારત અને અમેરિકાએ સાથે મળીને કામ કરવું જોઈએ. તેમણે ગરીબી નાબૂદી અને આબોહવા પરિવર્તનના મિશનનું નેતૃત્વ કરવાનું કહ્યું.

  • 22 Jun 2023 06:46 PM (IST)

    AMTS અને BRTS ના લઘુત્તમ ભાડા એકસમાન કરાયા, 1 જુલાઈથી થશે લાગુ

    અમદાવાદ મહાનગરપાલિકાએ આગામી પહેલી જુલાઈથી AMTS અને BRTSમાં લઘુત્તમ ભાડુ એક સરખુ કરવાનો નિર્ણય કર્યો છે. જાહેર પરિવહનની બન્ને સેવામાં હવેથી લઘુત્તમ ભાડું એક સમાન રહેશે. AMTSનું ભાડુ લઘુત્તમ ભાડું ત્રણ રૂપિયા હતુ તેમાં બે રુપિયાનો વધારો કરીને પાંચ કરાયો છે. આ નવો ભાડાવધારો આગામી પહેલી જુલાઈથી અમલમાં આવશે.

    આ સમાચાર વિગતે જાણવા માટે અહીં ક્લિક કરો.

  • 22 Jun 2023 06:13 PM (IST)

    PM Modi’s US visit : USA અમદાવાદમાં ખોલશે કોન્સ્યુલેટ

    અમેરિકાના પ્રવાસે ગયેલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતનો સૌથી વધુ ફાયદો ગુજરાત, અમદાવાદને થશે. અમેરિકા અમદાવાદ શહેરમાં કોન્સ્યુલેટ કચેરી શરુ કરવા તૈયાર થયું છે. અમદાવાદ ઉપરાંત કર્ણાટકના બેંગલુરુમાં પણ અમેરિકા કોન્સ્યુલેટ શરુ કરશે.

    આ સમાચાર વિગતે જાણવા અહીં ક્લિક કરો.

  • 22 Jun 2023 05:53 PM (IST)

    સનાથલ બ્રિજ પર ગાબડા પડવા મુદ્દે ઔડાએ બ્રિજ બનાવનાર કંપનીને ફટકારી નોટિસ

    અમદાવાદના એસ પી રિંગ રોડ પર આવેલા સનાથલ ચાર રસ્તા પર 97 કરોડના ખર્ચે ઓવર બ્રિજ બનાવાયો. જે બ્રિજ પર ભ્રષ્ટાચારના ગાબડા પડવાની શરૂઆત થઇ ચુકી છે. જે બ્રિજનું માર્ચ મહિના લોકાર્પણ કરવામાં આવ્યું. જેને હજુ માત્ર ચાર મહિનાનો સમય થયો ત્યાં બ્રિજ પર એક બે ત્રણ નહી પરંતુ 10 થી વધુ ગાબડાઓ પડ્યા છે. જે સનાથલ બ્રિજના ધોવાણનો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ પણ થયો હતો. જે બાદ અહેવાલ મીડિયામાં આવતા auda દ્વારા બ્રિજ પર રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યું.

  • 22 Jun 2023 04:47 PM (IST)

    સુરતના ઇચ્છાપોરમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ મામલો

    સુરત ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકમાં ગુનાનો ભેદ ઉકેલ્યો છે. જેમાં આરોપીને પકડવા સીસીટીવી મદદ રૂપ થયા છે. આરોપી રાત્રીના સમયે બાળકીને ઉઠાવી ગયો હતો. ઇચ્છાપોર વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.

  • 22 Jun 2023 03:25 PM (IST)

    આગામી સપ્ટેમ્બર મહિનામાં મળી શકે છે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર

    ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આ વર્ષે 4થી 5 દિવસનું મળશે, ઘણા વર્ષો બાદ ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર બે કરતા વધુ દિવસનું મળશે. આગામી સપ્ટેમ્બર મહિનામાં ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર મળી શકે છે. ચોમાસું સત્ર માટે હજુ સુધી કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી.

  • 22 Jun 2023 03:08 PM (IST)

    ચોમાસું 24 જૂન સુધીમાં મુંબઈ પહોંચી શકે છે

    ચોમાસું 24 જૂન સુધીમાં મુંબઈ પહોંચી શકે છે. મુંબઈ હવામાન વિભાગનું કહેવું છે કે રાયગઢ, થાણે, મુંબઈ અને પાલઘર તરફ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે.

  • 22 Jun 2023 02:25 PM (IST)

    Amarnath Yatra 2023: અમરનાથ યાત્રા માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી

    Amarnath Yatra 2023: હિન્દુ ધર્મમાં અમરનાથ યાત્રાનું ઘણું મહત્વ છે. એવું કહેવાય છે કે જે કોઈ ભગવાન શિવને અહીં બરફના શિવલિંગના રૂપમાં બેઠેલા જુએ છે, તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ વર્ષે અમરનાથ યાત્રા 1લી જુલાઈથી શરૂ થઈ રહી છે. આવી સ્થિતિમાં અમરનાથ શ્રાઈન બોર્ડે સ્વાસ્થ્ય સલાહ જાહેર કરી છે જેથી શ્રદ્ધાળુઓ અગાઉથી તૈયાર રહે અને યાત્રા દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે.

  • 22 Jun 2023 02:19 PM (IST)

    અમદાવાદ: ભગવાન જગન્નાથ મંદિરને રીડેવલપમેન્ટ કરવામાં આવશે

    • ભગવાન જગન્નાથ મંદિરને લઈને સૌથી મોટા સમાચાર
    • મંદિરનું કરવામાં આવશે રીડેવલપમેન્ટ
    • ગર્ભગૃહ તેમજ રાખીને મંદિર પરિસર માં કરવામાં આવશે ડેવલોપમેન્ટ
    • મંદિર રીદેવલોપમેન્ટ મુદ્દે મહારાજ દિલીપદાસજીનું નિવેદન
    • નિવેદનમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતાં લોકો સહિત મીડિયાનો આભાર માન્યો
    • તેમજ 146 મી રથયાત્રા પૂર્ણ થયા બાદ રીદેવલપમેન્ટનો મુદ્દો આગળ વધ્યો
    • લોકોની લાગણી અને ભાવ જોઈ મંદિરનું રીડેવલપમેન્ટ કરવાનું લગભગ નક્કી
    • રાજ્ય સરકાર અને amc સાથે મિટિંગઓનો દોર શરૂ
    • 50 હજાર ભાવિ ભક્તો એક સાથે દર્શન કરી શકે તેવું મંદિર બનાવાશે
    • નવા પ્લાનમાં બે માળની પાર્કિંગ વ્યવસ્થા રહેશે
    • તેમજ અન્ય સ્થળે પણ પાર્કિંગ સહિતની બતને ધ્યાને રખાશે
    • એક સર્વે ટીમ સર્વે કરીને ગઈ છે
    • મંદિર પરિસરને પણ ડેવલોપમેન્ટ કરાશે
    • સાધુ સંતો ને રહેવાની વ્યવસ્થા રાખશે
    • નવું હાથિખાનું બનાવશે અને નવા સંત નિવાસ બનાવશે
    • જુના રથ સહિત રથયાત્રાના ઇતિહાસ દર્શાવતું મ્યુઝિયમ બનાવાશે
    • સમગ્ મંદિર પરિસરનું કરવામાં આવશે રીડેવલોપમેન્ટ
    • 4 વર્ષમાં મંદિરને વિકસાવવાનું છે આયોજન
    • રીડેવલપમેન્ટ ને લઈને મંદિર પરિસરમાં રહેલ પરિસર. ગૌશાળા. ભોજનાલય અને રસોડા સહિતના બાંધકામ તોડી પાડવામાં આવશે
    • તેમજ મંદિર આપશે કેટલાક રહેણાંક અને કોમર્શિયલ એકમ હટાવી તેમને અન્ય જગ્યા ફાળવી ત્યાં પર ડેવલપમેન્ટ કરવામાં આવશે

  • 22 Jun 2023 02:05 PM (IST)

    અંબાલાલ પટેલે વરસાદને લઇને કરી આગાહી

    Rain Prediction : વરસાદને લઇને હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલે (Ambalal Patel) આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતમાં 26 જૂનથી 30 જૂન વચ્ચે દરમિયાન ભારે વરસાદની (Rain) આગાહી કરી છે. સાથે જ 1 જુલાઈથી 8 જુલાઈ વચ્ચે કચ્છ સહિતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા દર્શાવી છે. આ ઉપરાંત બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થશે અને જળાશયોમાં પાણીની આવક થશે.

  • 22 Jun 2023 01:00 PM (IST)

    અંકલેશ્વર: જીઆઇડીસીની ફાર્મા કંપનીમાં ભીષણ આગ લાગી, ફાયરફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા

    અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ફાર્મા કંપનીમાં ભીષણ આગ(Fire )ની ઘટના સામે આવી છે. આગે ગણતરીની પળોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધું છે. સૂત્રો અનુસાર નિરંજન લેબોરેટરી કંપનીના પ્લાન્ટમાં આગની ઘટના બની છે. અત્યંત જ્વલનશીલ સોલ્વન્ટનાજથ્થાનાં કારણે આગે ગંભીર સ્વરૂપ ધારણ કરી દીધુ હોવાનું અનુમાન છે. ઘટના બાબતે ફાયર્બ્રીગેડને મદદનો કોલ અપાયો છે અને લાશ્કરો ઘટનાસ્થળ તરફ રવાના થયા છે. આગે લગભગ આખા પ્લાન્ટને ઝપેટમાં લઈ લીધો છે. ઘટનામાં કામદારોની સ્થિતિ અંગે હજુ કોઈ સત્તાવાર અપડેટ સામે આવ્યું નથી.

  • 22 Jun 2023 12:25 PM (IST)

    બનાસકાંઠાના ડીસામાં જૂથ અથડામણ, એક જ કોમના લોકો વચ્ચે નજીવી બાબતે મારામારી

    Banaskantha: બનાસકાંઠાના ડીસામાં (Deesa) જૂથ અથડામણની ઘટના સામે આવી છે. ડીસાના ઇન્દિરા નગર-ધોળીયાકોટ વિસ્તારમાં નજીવી બાબતે એક જ કોમના લોકો વચ્ચે મારામારી થઈ હતી. પથ્થરો અને ધોકા વડે મારામારી કરતાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 70થી 80 લોકોના ટોળા વચ્ચે મારામારી થઈ હતી. જેમાં નાના બાળકોથી લઈ મોટા લોકો વચ્ચે પથ્થરો અને ધોકા વડે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે.

     

  • 22 Jun 2023 12:05 PM (IST)

    રાજકોટના મવડી વિસ્તારમાં ફર્નિચરના શો રૂમમાં લાગી ભીષણ આગ

    રાજકોટમાં એક ફર્નિચરના શો રુમમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મવડી વિસ્તારના આંનદ બંગલા ચોક નજીક આવેલા રાજકમલ ફર્નિચરના શો રૂમમાં આગ લાગી હોવાની માહિતી મળી છે. લાકડાના ફર્નિચરના શો રુમમાં આગ લાગી હોવાથી આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યુ છે. આગ એટલી ભયાનક છે કે દૂર દૂર સુધી આગના ગોટે ગોટા આકાશમાં દેખાઇ રહ્યા છે. આગ બુઝાવવા માટે ફાયર ફાયટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે.

  • 22 Jun 2023 11:42 AM (IST)

    વલસાડમાં ગર્ભવતી મહિલાનો મોતનો કેસ, અન્ય હોસ્પિટલ ખસેડવા થયો હતો સ્ટ્રેચરનો ઉપયોગ

    વલસાડમાં ગર્ભવતી મહિલાનો મોતનો કેસ, અન્ય હોસ્પિટલ ખસેડવા થયો હતો સ્ટ્રેચરનો ઉપયોગ

  • 22 Jun 2023 11:25 AM (IST)

    Gujarat News Live:દિલ્હી, વડોદરા અને કચ્છ સહિત કુલ 30 જગ્યાએ IT વિભાગના દરોડા, વડોદરાના બે મોટા કેમિકલ ગ્રુપ ઉપર તવાઇ

    Vadodara : આવકવેરા વિભાગે દિલ્હી, વડોદરા અને કચ્છ મળી કુલ 30થી પણ વધુ જગ્યાએ સર્ચ ઓપરેશન (Search operation) શરુ કર્યુ છે. વડોદરાના બે મોટા કેમિકલ ગ્રુપ ઉપર આવકવેરા વિભાગના દરોડા (IT raid) પાડવામાં આવ્યા છે. વડોદરાના નંદેસરીમાં પ્લાન્ટ ધરાવતા શિવ પ્રકાશ ગોયલ અને જયપ્રકાશ ગોયલના પાનોલી ગ્રુપમાં આવકવેરા વિભાગનું સર્ચ ચાલી રહ્યુ છે. વડોદરાના અન્ય એક ગ્રુપ પ્રકાશ કેમિકલ ઉપર પણ આવકવેરા વિભાગ ત્રાટક્યુ છે. તપાસના અંતે મોટાપાયે કરચોરી મળી આવે તેવી સંભાવના છે.

  • 22 Jun 2023 10:39 AM (IST)

    Gujarat News Live: ઈરાનમાં ગુજરાતી દંપતીના અપહરણ કેસમાં મોટો ખુલાસો, પાકિસ્તાની એજન્ટે ગુજાર્યો હતો દંપત્તી પર અત્યાચાર

    Ahmedabad : ઈરાનમાં (Iran) ગુજરાતી દંપતીના અપહરણ કેસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે.  તપાસમાં સામે આવ્યું છે કે ભોગ બનનાર દંપતી ઈરાન પહોંચતા પાકિસ્તાની એજન્ટે ભારતમાં રહેલા એજન્ટોને ફોન કરીને કહી દીધુ હતું કે- બંનેને પહોંચાડી દીધા છે. જેથી ભારતના એજન્ટોએ લોકેશન શેર કરવાનું કહેતા પાકિસ્તાની એજન્ટે પંકજ પટેલ પર અત્યાચાર ગુજારવાનું શરૂ કરી દીધુ હતું.

  • 22 Jun 2023 10:20 AM (IST)

    Gujarat Live News: અમદાવાદ: સનાથલ બ્રિજ પર ગાબડા પડવાનો મુદ્દો, AUDAએ બ્રિજ બનાવનાર કંપનીને નોટિસ ફટકારી

    અમદાવાદ: સનાથલ બ્રિજ પર ગાબડા પડવાના મુદ્દે હવે AUDAએ બ્રિજ બનાવનાર કંપનીને નોટિસ ફટકારી છે. બ્રિજને લઈ તપાસ સોંપવામાં આવી છે. હાઈવે અને ટ્રાન્સપોટેશન એન્જિનિયરિંગ વિભાગ આ મામલે તપાસ કરશે અને SVNIT બ્રિજની ગુણવત્તાની ચકાસણી કરશે.

  • 22 Jun 2023 10:00 AM (IST)

    તાપીના વ્યારામાં સરકારી જમીન પર ફર્યું બુલડોઝર, અંદાજે 65થી વધુ મકાન હટાવાશે

    તાપીના વ્યારામાં સરકારી જમીન પર બુલડોઝર ફરી વળ્યું છે. વ્યારાના શંકર ફળિયામાં વહેલી સવારથી દબાણ હટાવવાની (Demolition) કામગીરી હાથ ધરાઈ હતી. તાપી જિલ્લા પોલીસ હેડ કવાર્ટર નજીક શંકર ફળિયુ હોવાથી પોલીસે દબાણ હટાવ્યા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન શરૂ કરાયું હતું. હજુ આગામી સમયમાં અંદાજીત 65થી વધુ મકાનનું ડિમોલેશન થશે.

  • 22 Jun 2023 09:36 AM (IST)

    ચીન: નિંગજિયામાં ગેસ વિસ્ફોટ, 31 લોકોના મોત

    ચીનના નિંગજિયામાં બુધવારે રાત્રે ગેસ વિસ્ફોટમાં 31 લોકોના મોત થયા છે.

  • 22 Jun 2023 08:54 AM (IST)

    Modi in USA: મોદીએ બાઈડનને 10 અલગ-અલગ વસ્તુઓ ભેટમાં આપી

    પીએમ મોદીએ જો બાઈડેનને એક બોક્સમાં 10 અલગ-અલગ વસ્તુઓ ભેટમાં આપી. જેમાં પંજાબનું ઘી, રાજસ્થાનમાંથી હાથબનાવટનો સોનાનો સિક્કો અને ચાંદીનો સિક્કો, મહારાષ્ટ્રમાંથી ગોળ, ઉત્તરાખંડમાંથી ચોખા, તમિલનાડુના તલ, કર્ણાટકના મૈસૂરમાંથી ચંદનનો ટુકડો, પશ્ચિમ બંગાળના કારીગરો દ્વારા બનાવેલ ચાંદીના નાળિયેર, ગુજરાતમાંથી નમક, સાથે જ દીવો અને ભગવાન ગણેશની મૂર્તિ હતી.

  • 22 Jun 2023 07:58 AM (IST)

    Modi in USA: વ્હાઈટ હાઉસમાં મેજબાની માટે આભાર: વડાપ્રધાન મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ જો બાઈડન અને ફર્સ્ટ લેડી જીલ બાઈડનને વ્હાઈટ હાઉસમાં ડિનર હોસ્ટ કરવા બદલ આભાર માન્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે અમારી વચ્ચે ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ છે.

  • 22 Jun 2023 07:47 AM (IST)

    PM Modi in America: જિલ બાઈડનને વડાપ્રધાન મોદીએ ગિફ્ટ કર્યો 7.5 કેરેટનો હિરો

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રથમ મહિલા જિલ બાઈડનને લેબમાં તૈયાર કરેલો 7.5 કેરેટનો ગ્રીન હિરો ભેટમાં આપ્યો છે.

  • 22 Jun 2023 07:45 AM (IST)

    PM Modi In USA: NSA ડોભાલ પણ ડિનરમાં રહેશે હાજર

    વ્હાઇટ હાઉસે જણાવ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન પીએમ મોદી માટે વ્હાઈટ હાઉસમાં ખાનગી ડિનરનું આયોજન કરી રહ્યા છે. તેમાં રાષ્ટ્રપતિનો મુખ્ય ખોરાક જેમ કે પાસ્તા અને આઈસ્ક્રીમનો પણ સમાવેશ થશે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન અને NSA અજીત ડોભાલ પણ ડિનરનો ભાગ હશે.

  • 22 Jun 2023 07:13 AM (IST)

    PMએ સુરતને પાઠવ્યા અભિનંદન, યોગા ડેમાં રેકોર્ડ બનાવવા માટે પાઠવ્યા અભિનંદન

    PM એ સુરત ને પાઠવ્યા અભિનંદન, યોગા ડે માં રેકોર્ડ બનાવવા માટે પાઠવ્યા અભિનંદન

  • 22 Jun 2023 06:29 AM (IST)

    PM Modi In USA: તિરંગાની થીમ પર ડાઈનિંગ ટેબલ સજાવાશે

    અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને પ્રથમ મહિલા જિલ બાઈડને આજે વડાપ્રધાન મોદી માટે ડિનરનું આયોજન કર્યુ છે. જેનું મેનુ સામે આવી ગયુ છે. જણાવી દઈએ કે જિલ બાઈડન પોતે ડિનરની તૈયારીમાં લાગ્યા છે. ત્યારે તેની ખાસ વાત એ છે કે તિરંગાની થીમ પર ડાઈનિંગ ટેબલને સજાવવામાં આવશે.

    (Tweet- ANI)

     

     

  • 22 Jun 2023 06:24 AM (IST)

    PM Modi In US: વ્હાઈટ હાઉસ પહોંચ્યા વડાપ્રધાન મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કર્યુ સ્વાગત

    PM Modi In US: વ્હાઈટ હાઉસ પહોંચ્યા વડાપ્રધાન મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કર્યુ સ્વાગત

    (Tweet- ANI)

Published On - 6:22 am, Thu, 22 June 23