5 ઓક્ટોબરના મહત્વના સમાચાર : વડોદરાના ભાયલી વિસ્તારમાં સગીરા સાથે ગેંગરેપ, આરોપીઓ 30થી 35 વર્ષના હોવાનું પોલીસનું અનુમાન

|

Oct 06, 2024 | 8:33 AM

આજે 06 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

5 ઓક્ટોબરના મહત્વના સમાચાર : વડોદરાના ભાયલી વિસ્તારમાં સગીરા સાથે ગેંગરેપ, આરોપીઓ 30થી 35 વર્ષના હોવાનું પોલીસનું અનુમાન

Follow us on

હરિયાણા વિધાનસભાની 90 બેઠકો માટે મતદાન છે. 1,031 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે. 2 કરોડથી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.  છત્તીસગઢના બસ્તરમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઇ. 30થી વધુ નક્સલીઓનો ખાત્મો થયો. મોટા પાયે હથિયારો જપ્ત કરાયા. વિદેશપ્રધાન એસ.જયશંકર પાકિસ્તાન પ્રવાસે જશે. 15 અને 16 ઓક્ટોબરે પાકિસ્તાનમાં આયોજીક SCOની બેઠકમાં હાજરી આપશે. બીજા નોરતે ગૃહપ્રધાન અમિત શાહે માણસામાં મા બહુચરના દર્શન કર્યા. સહપરિવાર આરતી ઉતારી માની આરાધના કરી. અમદાવાદમાં એન્જિનિયરે આપઘાત કર્યો. મણિનગર રેલવે ક્રોસિંગ નજીક ટ્રેન નીચે પડતું મુકી ટૂંકાવ્યું જીવન. CCTVમાં ઘટના કેદ થઇ.

Published On - 7:34 am, Sat, 5 October 24

Next Article