Gujarati NewsNationalGujarat High Court verdict Saptapadi Essential for Hindu Marriage Validity Registration Alone Insufficient
સનાતન પરંપરામાં 16 સંસ્કારો પૈકીનું પવિત્ર બંધન છે લગ્ન, હિંદુ ધર્મમાં સપ્તપદીના ફેરા વિનાના લગ્નને માન્ય ગણી શકાય નહીં- ગુજરાત હાઈકોર્ટ
એક મહત્વપૂર્ણ કેસની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે હિંદુ લગ્ન વિશે લેન્ડમાર્ક ચુકાદો આપ્યો છે કોર્ટે ટાંક્યુ છે કે હિંદુ ધર્મમાં પારંપરિક વિધિ વિધાન વિના અને અગ્નિની સાક્ષીએ સપ્તપદીના સાત ફેરા લીધા વિનાના લગ્ન માન્ય ગણાતા નથી. માત્ર રજિસ્ટ્રેશન કે નોંધણીથી થયેલા લગ્ન એ લગ્ન માટેનો મજબુત પુરાવો નથી. હિંદુ ધર્મમાં લગ્ન એ કોઈ મજાક નથી. પવિત્ર સનાતન પરંપરામાં લગ્ન એ 16 સંસ્કારો પૈકીનો એક પવિત્ર સંસ્કાર અને પવિત્ર બંધન છે અને તેમા સપ્તપદી સહિતની વિધિ જરૂરી છે. લગ્ન એ માત્ર નાચવા, ગાવાનો કે ખાવા પીવાનો ધામધૂમથી ઉજવવામાં આવતો ઉત્સવ નથી. પરંતુ બે લોકો વચ્ચેનું એક ગંભીર, પવિત્ર અને જિંદગીભરનું પવિત્ર બંધન છે. યુવાનોએ લગ્નને હળવાશથી ન લેતા તેની સામાજિક અને કાયદાકીય જવાબદારીઓને સમજવી જોઈએ.
હિંદુ લગ્ન અને ગુજરાત હાઈકોર્ટે મોટો ચુકાદો આપતા સ્પષ્ટ કર્યુ છે કે જો સપ્તપદી જેવી કોઈ પારંપરિક રસ્મો અને સમારોહ આયોજિત નથી કરવામાં આવતા તો તે માત્ર રજિસ્ટ્રેશનના આધારે હિંદુ લગ્નને કાયદેસર ગણી શકાય નહીં. હાઈકોર્ટનો આ ચુકાદો ગયા વર્ષે નવેમ્બરમાં એક ફેમિલી કોર્ટ તરફથી આપવામાં આવેલ આદેશને રદ કરતા આપવામાં આવ્યો છે.
ફક્ત લગ્ન નોંધણી કાનૂની માન્યતા પ્રદાન કરતી નથી
તેના ચુકાદામાં ગુજરાત હાઈકોર્ટે પુનરોચ્ચાર કર્યો કે હિન્દુ લગ્નમાં સપ્તપદી (પવિત્ર અગ્નિની આસપાસ લેવામાં આવતા સાત પગલાં) ફક્ત એક ધાર્મિક વિધિ નથી પરંતુ કાયદેસર રીતે મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. જો આ ફરજિયાત વિધિ કરવામાં ન આવે તો લગ્નને ફક્ત લગ્ન પ્રમાણપત્રના આધારે માન્ય ગણી શકાય નહીં. પરિણામે આ ચુકાદો એવા લોકો માટે મહત્વપૂર્ણ છે જેઓ માને છે કે લગ્નની નોંધણી તેની કાનૂની માન્યતા સ્થાપિત કરવા માટે પૂરતી છે.
ગુજરાત હાઈકોર્ટે મંગળવારે હિંદુ લગ્નને લઈને મોટો ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટ કહ્યુ છે કે વ્યવસ્થા આપવામાં આપવામાં આવી છે કે જો સપ્તપદી જેવી ધાર્મિક...