Gujarat Day 2025 : દિલ્હી વિધાનસભામાં ગુજરાત દિવસ નિમિત્તે મંત્રીઓ ગરબે રમ્યા, જુઓ વીડિયો

આજે દિલ્હી વિધાનસભામાં, મહારાષ્ટ્ર અને ગુજરાત દિવસ નિમિત્તે સચિવાલય ખાતે આયોજિત ઉજવણીમાં પ્રવેશ વર્માએ કેબિનેટ મંત્રી મનજિંદર સિંહ સિરસા સાથે મળીને સંસ્કૃતિની ઉજવણી કરી હતી. જુઓ વીડિયો

Gujarat Day 2025 : દિલ્હી વિધાનસભામાં ગુજરાત દિવસ નિમિત્તે મંત્રીઓ ગરબે રમ્યા, જુઓ વીડિયો
| Updated on: May 01, 2025 | 5:28 PM

મહારાષ્ટ્રથી અલગ થયા બાદ ગુજરાતે ભારતના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. આ દેશના સૌથી પ્રગતિશીલ રાજ્યોમાંનું એક છે. દેશના સાંસ્કૃતિક વારસાના જતનમાં પણ ગુજરાતે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.દેશના પશ્ચિમી રાજ્ય ગુજરાતના નિર્માણના 65 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી. આજના દિવસે બોમ્બે રાજ્યને 2 રાજ્ય (ગુજરાત અને મહારાષ્ટ્ર)માં વિભાજીત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બંન્ને રાજ્યોએ દેશને આર્થિક અને સાંસ્કૃતિક વિકાસમાં મહ્તવનું યોગદાન આપ્યું છે.

 

 

પ્રવેશ વર્મા ગરબે રમ્યા

પીએમ મોદીએ ગુજરાત દિવસ નિમિત્તે લખ્યું, “ગુજરાતના લોકોને રાજ્ય સ્થાપના દિવસના ગૌરવપૂર્ણ પ્રસંગે મારી હાર્દિક શુભેચ્છાઓ. દિલ્હી વિધાનસભામાં મહારાષ્ટ્ર અને ગુજરાત દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી.દિલ્હી સરકારમાં મંત્રી પ્રવેશ વર્મા અને મનજિંદર સિંહ સિરસા સાથે મળી ગરબે રમતા જોવા મળ્યા હતા.1960ના આ દિવસે દેશના ઇતિહાસમાં ગુજરાત અને મહારાષ્ટ્ર નામના બે ઐતિહાસિક રાજ્યોનો ઉદય થયો.

 

 

પશ્ચિમ ભારતમાં સ્થિત ગુજરાત તેની સમૃદ્ધ સંસ્કૃતિ, વારસો અને પરંપરાઓ માટે જાણીતું છે. આ રાજ્ય ભારતના કેટલાક સૌથી મહત્વપૂર્ણ ઐતિહાસિક સ્થળો અને પ્રવાસન આકર્ષણોનું કેન્દ્ર રહ્યા છે. સાબરમતી આશ્રમ, કચ્છનું રણ અને એશિયાઈ સિંહોનું કુદરતી નિવાસસ્થાન પ્રવાસીઓની પહેલી પસંદગીઓમાંનું એક છે.

આ રાજ્યો સાથે જોડાયેલી છે સરહદો

ગુજરાતની સરહદ ઉત્તર-પશ્ચિમમાં પાકિસ્તાન, ઉત્તરમાં રાજસ્થાન, પૂર્વમાં મધ્ય પ્રદેશ અને દક્ષિણમાં મહારાષ્ટ્ર અને દીવ, દમણ, દાદરા અને નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશ સાથે જોડાયેલી છે. જ્યારે, દક્ષિણ-પશ્ચિમમાં, ગુજરાત અરબી સમુદ્ર સાથે તેની સરહદ સાથે જોડાયેલી છે.ગૃહમંત્રી અમિત શાહે પણ ગુજરાતના સૌ બહેનો અને ભાઈઓને ગુજરાત દિવસની અનેકાનેક શુભેચ્છાઓ પાઠવી હતી.

 

 

 

કોણ છે પ્રેવશ વર્મા, જાણો

નવી દિલ્હી વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રવેશ સાહિબ સિંહે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ત્રણ હજારથી વધુ મતોના માર્જિનથી હરાવ્યા છે. પ્રવેશ સાહિબ સિંહ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સાહિબ સિંહ વર્માના પુત્ર છે.

પિતા રહી ચૂક્યા છે દિલ્હીના મુખ્યમંત્રી, ભાઈ ભૂતપૂર્વ ક્રિકેટર આવો છે પ્રવેશ વર્માનો પરિવાર, પ્રેવશ વર્માના પરિવાર વિશે જાણવા અહી ક્લિક કરો