Loudspeaker Row: કર્ણાટકમાં લાઉડસ્પીકર અંગે માર્ગદર્શિકા જાહેર, CM બોમાઈએ કહ્યું- લોકોએ પરવાનગી વગર તેનો ઉપયોગ ન કરવો જોઈએ

|

May 11, 2022 | 9:23 AM

કર્ણાટકમાં અજાન-હનુમાન ચાલીસા વિવાદ (Hanuman Chalisa Row) બાદ રાજ્ય સરકારે લાઉડસ્પીકરના ઉપયોગને લઈને ગાઈડલાઈન જાહેર કરી છે.

Loudspeaker Row: કર્ણાટકમાં લાઉડસ્પીકર અંગે માર્ગદર્શિકા જાહેર, CM બોમાઈએ કહ્યું- લોકોએ પરવાનગી વગર તેનો ઉપયોગ ન કરવો જોઈએ
Basavaraj Bommai, CM Karnataka
Image Credit source: ANI

Follow us on

કર્ણાટકમાં અજાન-હનુમાન ચાલીસા વિવાદ (Hanuman Chalisa Row) બાદ રાજ્ય સરકારે લાઉડસ્પીકરના ઉપયોગને લઈને ગાઈડલાઈન જાહેર કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે જે લાઉડસ્પીકર (Loudspeaker Row) માટે ‘સંબંધિત ઓથોરિટી’ પાસેથી પરવાનગી લેવામાં આવી નથી, તેમને ઉતારી લેવા જોઈએ. રાજ્યના મુખ્ય સચિવ પી રવિ દ્વારા અધિક મુખ્ય સચિવ જાવેદ અખ્તરને કરાયેલી નોંધમાં કહેવામાં આવ્યું છે કે વન, ઇકોલોજી અને પર્યાવરણ વિભાગે પણ ‘સંબંધિત સત્તા’ની વ્યાખ્યા કરી છે. વાસ્તવમાં, શ્રી રામ સેના, બજરંગ દળ (Bajrang Dal) અને હિંદુ જનજાગૃતિ સમિતિ જેવા કેટલાક હિંદુ જૂથોએ સવારે અજાન સમયે ભજન કીર્તનનું આયોજન કર્યા પછી વિવાદ ફાટી નીકળ્યો હતો.

વધી રહેલા વિવાદને જોઈને મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ સોમવારે એક બેઠક બોલાવી હતી, ત્યારબાદ મુખ્ય સચિવે અખ્તરને પત્ર લખ્યો હતો. મુખ્ય સચિવે ઘોંઘાટ પ્રદૂષણ (રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) રૂલ્સ, 2000 ના અમલીકરણ અંગે સુપ્રીમ કોર્ટની તારીખ 18 જુલાઇ 2005 અને 28 ઓક્ટોબર 2006ના આદેશોનો ઉલ્લેખ કર્યો હતો કે લાઉડ સ્પીકર અથવા જાહેર સંબોધન પ્રણાલીનો ઉપયોગ તેમની કે સંબંધિત સત્તાની પરવાનગી વગર ન થવો જોઈએ.

15 દિવસમાં સંબંધિત સત્તાધિકારી પાસેથી પરવાનગી લેવાની રહેશે

કુમારે પત્રમાં કહ્યું, ‘જે લોકો લાઉડસ્પીકર અથવા પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરે છે તેમણે 15 દિવસની અંદર સંબંધિત ઓથોરિટી પાસેથી પરવાનગી લેવી પડશે. જેમના માટે પરવાનગી આપવામાં આવી નથી તેમણે સ્વેચ્છાએ લાઉડસ્પીકર ઉચારી લેવા જોઈએ અથવા સંબંધિત સત્તાધિકારી દ્વારા લાઉડસ્પીકરને દૂર કરવામાં આવશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

માર્ગદર્શિકા તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે

પોલીસ કમિશનરેટ વિસ્તારોમાં, સમિતિમાં મદદનીશ પોલીસ કમિશનર, મ્યુનિસિપલ અધિકારક્ષેત્રના એક્ઝિક્યુટિવ એન્જિનિયરો અને રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રતિનિધિઓનો સમાવેશ થશે. અન્ય વિસ્તારોમાં, નાયબ પોલીસ અધિક્ષક, કાર્યક્ષેત્રના તહસીલદાર અને રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રતિનિધિ સમિતિમાં જોડાશે. નોટમાં કહેવામાં આવ્યું છે કે ‘આ દિશાનિર્દેશો લાઉડસ્પીકર અને પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરતી તમામ જગ્યાઓને લાગુ પડે છે. જરૂરી સરકારી આદેશો અથવા સૂચનાઓ તમામ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક અસરથી અમલમાં મૂકવા માટે જારી કરવામાં આવશે.

કાયદાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે

આદેશ પર પ્રતિક્રિયા આપતા, કર્ણાટકના પર્યાવરણ, ઇકોલોજી અને પર્યટન મંત્રી આનંદ સિંહે કહ્યું કે ધાર્મિક સંસ્થાઓએ નિયમનું પાલન કરવું પડશે. મંત્રી આનંદ સિંહે પત્રકારોને જણાવ્યું હતું કે, “જો તેઓ ચોક્કસ સમય પછી પ્રતિબંધ સંબંધિત કાયદાનો ભંગ કરશે તો કાર્યવાહી કરવામાં આવશે.” આ પ્રતિબંધોનું પાલન કરવું આવશ્યક છે. જો કોઈ સ્થાનિક રહીશો ફરિયાદ કરશે તો કાર્યવાહી કરવામાં આવશે.

Next Article