ચીન સાથે તણાવભર્યા વાતાવરણમાં સૈન્ય માટે મોદી સરકારનો મહત્વનો નિર્ણય. 500 કરોડની તાકીદે કરી ફાળવણી

|

Jun 21, 2020 | 1:03 PM

ભારત અને ચીન વચ્ચે પ્રવર્તી રહેલી તણાવભરી પરસ્થિતિમાં સૈન્ય જવાનો માટે  મોદી સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.  ભારતીય સૈન્યને રૂ. 500 કરોડની તાકીદે ફાળવણી કરી છે. ભારતીય સૈન્ય, તેમને ગમે તે સ્થિતિમાં ઉપયોગી થઈ શકે તે પ્રકારના હથિયારો કે હથિયાર પ્રણાલીની ખરીદી કરી શકે તે માટે આ ફંડની ફાળવણી કરી છે.  ગલવાન ખીણ પ્રદેશની ઘટના […]

ચીન સાથે તણાવભર્યા વાતાવરણમાં સૈન્ય માટે મોદી સરકારનો મહત્વનો નિર્ણય. 500 કરોડની તાકીદે કરી ફાળવણી
Govt grants emergency funds to armed forces

Follow us on

ભારત અને ચીન વચ્ચે પ્રવર્તી રહેલી તણાવભરી પરસ્થિતિમાં સૈન્ય જવાનો માટે  મોદી સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.  ભારતીય સૈન્યને રૂ. 500 કરોડની તાકીદે ફાળવણી કરી છે. ભારતીય સૈન્ય, તેમને ગમે તે સ્થિતિમાં ઉપયોગી થઈ શકે તે પ્રકારના હથિયારો કે હથિયાર પ્રણાલીની ખરીદી કરી શકે તે માટે આ ફંડની ફાળવણી કરી છે.  ગલવાન ખીણ પ્રદેશની ઘટના બાદ વાયુસેનાના વડાએ તણાવગ્રસ્ત લેહ અને લદાખની મુલાકાત લીધી હતી. તો રક્ષાપ્રધાન રાજનાથસિંહ સાથે ચીફ ઓફ આર્મી તેમજ ત્રણેય પાંખના વડાઓ  મુલાકાત યોજી હતી. આ મુલાકાત બાદ મોદી સરકારે રૂ. 500 કરોડની તાકીદની ફાળવણી કરી છે. ભારતીય સૈન્યને ફાળવેલા આકસ્મિક ફંડમાંથી આધુનિક શસ્ત્રો કે શસ્ત્ર પ્રણાલીની ખરીદી કરવામાં આવશે. જુઓ વિડીયો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Next Article