AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોજગાર મેળામાં 71000 યુવાનોને મળી નોકરી, 13 એપ્રિલે PM મોદી આપશે નિમણૂંક પત્ર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 એપ્રિલ, 2023ના રોજ સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નિમણૂક પત્ર આપશે. આ દરમિયાન, લગભગ 71,000 નવનિયુક્ત ભરતીઓના નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવશે. રોજગાર મેળાના સફળ પ્રયાસોની માહિતી આપતા પીએમ મોદી નોકરી મેળવતા યુવાનોને પણ સંબોધિત કરશે.

રોજગાર મેળામાં 71000 યુવાનોને મળી નોકરી, 13 એપ્રિલે PM મોદી આપશે નિમણૂંક પત્ર
PM Narendra Modi
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2023 | 5:33 PM
Share

કેન્દ્ર સરકારની પીએમ રોજગાર મેળા યોજનામાંથી નોકરી મેળવનારા યુવાનો માટે સારા સમાચાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 એપ્રિલ, 2023ના રોજ સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નિમણૂક પત્ર આપશે. આ દરમિયાન, લગભગ 71,000 નવનિયુક્ત ભરતીઓના નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવશે. રોજગાર મેળાના સફળ પ્રયાસોની માહિતી આપતા પીએમ મોદી નોકરી મેળવતા યુવાનોને પણ સંબોધિત કરશે.

આ પણ વાંચો: Breaking News: રામનવમીની શોભાયાત્રા દરમિયાન વિવિધ શહેરોમાં થયેલા ઘર્ષણનો કેસ હાઈકોર્ટમાં પહોંચ્યો, પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ

જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘રોજગાર મેળો’ અભિયાન હેઠળ લગભગ 71,000 નવનિયુક્ત ભરતીઓને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. પીએમઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ નિમણૂક પત્રો વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વહેંચવામાં આવ્યા હતા.

PM Modi અપોઈન્ટમેન્ટ લેટર આપશે

સમગ્ર દેશમાંથી નવા પસંદ કરાયેલા યુવાનોને વિવિધ પોસ્ટ્સ જેમ કે ટ્રેન મેનેજર, સ્ટેશન માસ્ટર, સિનિયર કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક, ઈન્સ્પેક્ટર, સબ ઈન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, સ્ટેનોગ્રાફર, જુનિયર એકાઉન્ટન્ટ, પોસ્ટલ આસિસ્ટન્ટ, ઈન્કમ ટેક્સ હેઠળ કામ કરવાની તક મળે છે. આ સિવાય ટેક્સ ઇન્સ્પેક્ટર, ટેક્સ આસિસ્ટન્ટ, સિનિયર ડ્રાફ્ટ્સમેન, JE/સુપરવાઇઝર, આસિસ્ટન્ટ પ્રોફેસર, ટીચર, લાઇબ્રેરિયન, નર્સ, પ્રોબેશનરી ઓફિસર, PA, MTS જેવી જગ્યાઓ પર નોકરીઓ ઉપલબ્ધ થશે.

10 લાખ નોકરીઓનું લક્ષ્ય

ગયા વર્ષે જૂનમાં તેમના એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે સરકાર મોટી સંખ્યામાં નોકરીઓ આપવાની તૈયારી કરી રહી છે. આ મુજબ 1 થી 1.5 વર્ષમાં 10.5 લાખ યુવાનોને નોકરી આપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર યુવાનોને વિવિધ વિભાગો હેઠળ નોકરીઓ ફાળવશે. નવા ભરતી થયેલા લોકોને પણ ‘કર્મયોગી પ્રરંભ’ દ્વારા પોતાને તાલીમ આપવાની તક મળશે. જણાવી દઈએ કે કર્મયોગી પ્રારંભ વિવિધ સરકારી વિભાગોમાં તમામ નવી ભરતીઓ માટે એક ઓનલાઈન ઓરિએન્ટેશન કોર્સ છે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

                            દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">