LPG માંથી PNG માં શિફ્ટ થવા પર પણ ગેસ સિલિન્ડરનું કનેક્શન ચાલુ રહેશે, સરકારે નિયમોમાં કર્યો મોટો બદલાવ

ઇન્ડિયન, એચપી અને ભારત ગેસના કરોડો ગ્રાહકો માટે સરકારે નિયમો હળવા કર્યા છે. હવે પીએનજી કનેક્શન લીધા પછી પણ તમારું જૂનું એલપીજી કનેક્શન હંમેશા માટે બંધ નહીં થાય. આ માટે સરકારે ટ્રાન્સફર વાઉચર સહિત બે મહત્વના વિકલ્પો આપ્યા છે.

LPG માંથી PNG માં શિફ્ટ થવા પર પણ ગેસ સિલિન્ડરનું કનેક્શન ચાલુ રહેશે, સરકારે નિયમોમાં કર્યો મોટો બદલાવ
Image Credit source: TV9 Network
| Updated on: May 30, 2026 | 7:18 PM

એલપીજી કનેક્શનમાંથી પીએનજી એટલે કે પાઇપલાઇન ગેસ કનેક્શન પર શિફ્ટ થનારા ગ્રાહકો માટે એક મોટા અને રાહતના સમાચાર આવ્યા છે. સરકારે નવા નિયમો જાહેર કરીને ઇન્ડિયન ગેસ, એચપી ગેસ અને ભારત ગેસના કરોડો ગ્રાહકોની મોટી ચિંતા દૂર કરી દીધી છે. વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે છેલ્લા કેટલાક સમયથી એલપીજી અને પીએનજી ગેસને લઈને ઘણા મોટા અપડેટ્સ જોવા મળ્યા છે. પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો વચ્ચે ગેસ સિલિન્ડરના બુકિંગ અને ડિલિવરીના કડક નિયમોએ લોકોની પરેશાની વધારી દીધી હતી, જેના કારણે લોકો ઝડપથી પાઇપલાઇન ગેસ તરફ વળી રહ્યા છે.

અત્યાર સુધીના નિયમ મુજબ, જો કોઈ ગ્રાહક પીએનજી કનેક્શન લેતો હતો, તો તેણે પોતાનું જૂનું એલપીજી સિલિન્ડર જમા કરાવવું પડતું હતું અને કનેક્શન પણ બંધ થઈ જતું હતું. પરંતુ હવે સરકારે આ નિયમમાં ગ્રાહકોને મોટી છૂટછાટ આપી છે.

હવે મળશે ટ્રાન્સફર વાઉચર

સરકારના નવા ફેરફાર બાદ, જો કોઈ યુઝર પોતાનું એલપીજી કનેક્શન બંધ કરીને પીએનજી લે છે, તો તેને ગેસ કંપની તરફથી એક ‘ટ્રાન્સફર વાઉચર’ આપવામાં આવશે. આ વાઉચરનો સૌથી મોટો ફાયદો એ થશે કે જો ગ્રાહક ભવિષ્યમાં કોઈ નવી જગ્યાએ શિફ્ટ થાય છે, તો તે આ જૂના વાઉચર સબમિટ કરીને ફરીથી પોતાનું એલપીજી કનેક્શન સરળતાથી મેળવી શકશે. આ માટે તેણે શરૂઆતથી નવી પ્રક્રિયા કે નવું કનેક્શન લેવાની જરૂર નહીં પડે.

ગ્રાહકોને મળશે બે મહત્વના વિકલ્પો

કેન્દ્ર સરકારના નવા નિયમ મુજબ, જે ગ્રાહકો પાસે પહેલેથી જ એલપીજી કનેક્શન છે અને તેઓ પીએનજી કનેક્શન લેવા માંગે છે, તેમને હવે બે ઓપ્શન આપવામાં આવશે:

  • 30 દિવસની મર્યાદિત છૂટ: ગ્રાહક ઈચ્છે તો પીએનજી કનેક્શન મળ્યાના ૩૦ દિવસની અંદર પોતાનું એલપીજી કનેક્શન બંધ કરાવી શકે છે.
  • કાયમી બંધ: જો કોઈ ગ્રાહક હંમેશા માટે કનેક્શન બંધ કરાવવા માંગે છે, તો તેને પરમેનન્ટ ક્લોઝરનો વિકલ્પ પણ મળશે.

કનેક્શન ફરીથી કેવી રીતે શરૂ કરવું?

જો તમે ટ્રાન્સફર વાઉચર લીધા બાદ ભવિષ્યમાં ફરી કનેક્શન ચાલુ કરવા માંગો છો, તો તેની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. સૌથી પહેલાં તમારી જૂની ગેસ કંપનીની અધિકૃત એજન્સી પર જઈને આ ટ્રાન્સફર વાઉચર જમા કરાવવાનું રહેશે. ત્યાં વેરિફિકેશન માટે મોબાઈલ નંબર અને ઓળખપત્ર આપવાનું રહેશે. આ વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ થતાં જ તમારું ગેસ સિલિન્ડરનું કનેક્શન ફરીથી એક્ટિવ કરી દેવામાં આવશે.

સોનાની ચમક અચાનક કેમ ફીકી પડી? 20 ટકા સુધીના ઘટાડાની આશંકાથી રોકાણકારો ઊંઘ ઊડી

Follow Us