Vaccination : ગ્રામીણ વિસ્તારમાં વેક્સિન સ્લોટ બુકિંગ માટે સરકારે જાહેર કર્યો આ ટેલિફોન નંબર

|

May 28, 2021 | 7:25 PM

નેશનલ હેલ્થ ઓથોરિટી (એનએચએ) ના વડા આર.એસ. શર્માએ શુક્રવારે કહ્યું હતું કે દેશભરમાં " 1075 " નંબર પર કોલ કરીને રસીકરણ(Vaccination ) માટે સ્લોટ બુક કરાવી શકાશે. કોરોના(Corona)  રસી માટે ગ્રામીણ વિસ્તારમાં ઇન્ટરનેટ અને ટેકનોલોજીના અભાવે લોકોને વેક્સિન માટે એપોઇન્ટમેન્ટ બુક કરવામાં મુશ્કેલી ઉભી થઇ રહી છે.

Vaccination : ગ્રામીણ વિસ્તારમાં વેક્સિન સ્લોટ બુકિંગ માટે સરકારે જાહેર કર્યો આ ટેલિફોન નંબર
ગ્રામીણ વિસ્તારમાં કોરોના વેક્સિન માટે હવે ફોનથી બુક કરાવી શકાશે સ્લોટ

Follow us on

નેશનલ હેલ્થ ઓથોરિટી (એનએચએ) ના વડા આર.એસ. શર્માએ શુક્રવારે કહ્યું હતું કે  દેશભરમાં “1075” નંબર પર કોલ કરીને Corona રસીકરણ (Vaccination ) માટે સ્લોટ બુક કરાવી શકાશે. Corona રસી માટે ગ્રામીણ વિસ્તારમાં ઇન્ટરનેટ અને ટેકનોલોજીના અભાવે લોકોને વેક્સિન માટે એપોઇન્ટમેન્ટ બુક કરવામાં મુશ્કેલી ઉભી થઇ રહી છે. તેથી લોકો હવે તમામ સામાન્ય સેવા કેન્દ્રો દ્વારા કોલ કરીને વેક્સિન માટે સ્લોટ બુક કરાવી શકે છે.

ગ્રામીણ વિસ્તારોના લોકોને રસીકરણ કરવામાં મદદ કરી રહ્યા છે

ગામડાઓમાં Corona  રસીકરણ અભિયાનને મંદ ગતિએ ચલાવવામાં આવતું હોવાના આક્ષેપને લઇને તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા અધિકારી, જિલ્લા કલેક્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ જાગૃતિ ફેલાવી રહ્યા છે અને ગ્રામીણ વિસ્તારોના લોકોને રસીકરણ કરવામાં મદદ કરી રહ્યા છે. સામાન્ય રીતે એમ કહેવું કે ગામોના લોકોને રસીકરણથી દૂર રાખવામાં આવી રહ્યું છે તે યોગ્ય નથી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આર.એસ. શર્માએ જણાવ્યું હતું કે 45+ લોકો કોરોના (Corona) રસી નોંધાવવા અને લેવા માટે સીધા જ કેન્દ્રમાં જઈ રહ્યા છે. ગ્રામીણ વિસ્તારમાં પણ સિસ્ટમ છે તે સાબિત કરવા માટે આ પૂરતું છે. જ્યારે સમસ્યા 18-45 વર્ષની વય જૂથની છે કારણ કે રસીનો પુરવઠો ઓછો છે.

સિસ્ટમ સંપૂર્ણપણે પારદર્શક

એનએચએના વડાએ કોવિન અંગે જણાવ્યું હતું કે સિસ્ટમ સંપૂર્ણપણે પારદર્શક છે. વીઆઈપી હોય અથવા સામાન્ય નાગરિક, બધાએ રસીકરણ માટે સમાન પ્રમાણમાં ડેટા આપવો પડે છે. આ સિસ્ટમમાં કોઈને પણ પ્રાધાન્ય આપવામાં આવતું નથી.

ભારતે 16 જાન્યુઆરીથી શરૂ કર્યું રસીકરણ અભિયાન 

ભારતે 16 જાન્યુઆરીએ પ્રથમ તબક્કાની સાથે તેની કોરોના રસીકરણ અભિયાન શરૂ કર્યું હતું. જેમાં હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઇન વર્કરનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રસીકરણનો બીજો તબક્કો જે 1 માર્ચ, 2021 ના ​​રોજ શરૂ થયો હતો. જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો અને 45 થી 59 વર્ષની વયના લોકો જે કોમર્બિડિટી ધરાવતા હોય તેમને રસી આપવામાં આવી હતી. જ્યારે1 લી એપ્રિલ, 2021 થી 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જ્યારે 1 મે, 2021 થી 18 વર્ષથી 44 વર્ષ સુધીના તમામ લોકોને કોરોનાની રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે.

Published On - 6:43 pm, Fri, 28 May 21

Next Article