GOOD NEWS: કોરોનાને ખતમ કરનાર નવી દવાની શોધનો દાવો, ટેક મહિન્દ્રા કંપની પેટન્ટ માટે જલદી અરજી કરશે

|

May 03, 2021 | 5:33 PM

GOOD NEWS: CORONA વાઈરસ સામેની લડાઇ હવે જીતી શકાશે, કોરોના વાયરસ મામલે એક સારા સમાચાર આવ્યા છે. ભારતની આઈટી કંપની ટેક મહિન્દ્રાએ રીગેન બાયોસાયન્સ (Reagene Biosciences) સાથે મળીને એક નવો ડ્રગ મોલિક્યુલ એટલે કે દવા શોધી કાઢી છે.

GOOD NEWS: કોરોનાને ખતમ કરનાર નવી દવાની શોધનો દાવો, ટેક મહિન્દ્રા કંપની પેટન્ટ માટે જલદી અરજી કરશે
ફાઇલ

Follow us on

GOOD NEWS: CORONA વાઈરસ સામેની લડાઇ હવે જીતી શકાશે, કોરોના વાયરસ મામલે એક સારા સમાચાર આવ્યા છે. ભારતની આઈટી કંપની ટેક મહિન્દ્રાએ રીગેન બાયોસાયન્સ (Reagene Biosciences) સાથે મળીને એક નવો ડ્રગ મોલિક્યુલ એટલે કે દવા શોધી કાઢી છે. કંપનીનો દાવો છે કે, આ દવા કોરોના વાઈરસને સંપૂર્ણ ખત્મ કરી દેવામાં સફળ બનશે. હવે કંપની આ દવાની પેટન્ટ કરાવવાની તૈયારી કરી રહી છે. જેથી આ દવાના પ્રયોગ પર આગળ રિસર્ચ કરી શકાય.

વાની પેટન્ટ ના થાય ત્યાં સુધી દવાના નામનો ખુલાસો નહીં : Tech Mahindra

Tech Mahindraના ગ્લોબલ હેડ (મેકર્સ લેબ) નિખિલ મલહોત્રાનું કહેવું છે કે, પેટન્ટ ના થાય ત્યાં સુધી દવા એટલે કે મોલિક્યુલના નામનો ખુલાસો કરવામાં નહીં આવે. હાલ આ મામલે ટેક મહિન્દ્રા અને રીગેન બાયોસાયન્સ રિસર્ચની પ્રક્રિયામાં છે. મેકર્સ લેબ ટેક મહિન્દ્રા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ આર્મ છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

8,000 મોલિક્યુલ પર રિસર્ચ કરાયું
કંપનીના નિખિલ મલહોત્રાના જણાવ્યા પ્રમાણે મેકર્સ લેબ દ્વારા CORONA વાઈરસનું કોમ્પ્યૂટેશન મોડલિંગ એનાલિસિસ શરૂ કરાયું છે. આ કોમ્પ્યૂટેશન ડોકિંગ અને મોડલિંગ સ્ટડિઝના આધાર પર Tech Mahindra અને ભાગીદાર કંપનીએ FDAમાંથી માન્યતા મેળવીને 8 હજાર મોલિક્યુલમાંથી 10 ડ્રગ શોર્ટલિસ્ટ કર્યા છે. આ 10 ડ્રગ મોલિક્યુલને ટેક્નોલોજી દ્વારા ફિલ્ટર કરવામાં આવ્યા છે. તેના પર બેંગલુરુમાં પરિક્ષણ કરવામાં આવ્યું અને ત્યારપછી તેની સંખ્યા 3 થઈ ગઈ.

દવાનું 3D ફેફસાં પર નિરિક્ષણ કરાયું
ત્યારપછી કંપનીએ 3D ફેફસાં તૈયાર કરીને તેના પર પરિક્ષણ કર્યું છે. તેમાં ખ્યાલ આવ્યો કે એક મોલિક્યુલ Research પ્રમાણે કામ કરી રહ્યો છે. મલ્હોત્રાએ કહ્યું કે, ત્યારપછી અમે કોમ્પ્યૂટેશન એનાલિસિસ પૂરુ કર્યું અને અમારા ભાગીદારે Clinical analysis પૂરુ કર્યું. તેમણે કહ્યું કે, આ ટેક્નોલોજી ભવિષ્યમાં દવાના Research માટે રેડી ટેક્નોલોજી છે.

હજી દવા માટે વધારે રિસર્ચની જરૂર
તેમણે કહ્યું કે, હજી આ દવાનું જાનવરો પર Research કરવું જરૂરી છે. પરંતુ કંપની અને તેમને વિશ્વાસ છે કે, Technology Biological Computationમાં ડ્રગ ડિસ્કવરી મિકેનિઝમમાં ઘટાડો થશે. અમે તેની ક્ષમતાની તપાસ કરી રહ્યા છીએ. મલ્હોત્રાએ કહ્યું કે, સમગ્ર દુનિયામાં ઘણી દવાઓનું કોરોના સામે ટ્રાયલ ચાલી રહ્યું છે. અત્યારે લોકો જીવલેણ CORONA વાઈરસથી સુરક્ષીત થવા માટે માત્ર Vaccine પર નિર્ભર છે.

Next Article