Goa Lockdown: ગોવા જવા માટે તત્પર લોકો ખાસ વાંચે, 10મે સુધી ગોવામાં વધારાયા પ્રતિબંધો, જાણો શું રહેશે ખુલ્લુ અને શું રહેશે બંધ

|

May 03, 2021 | 7:31 AM

Goa Lockdown: ગોવા સરકારે રાજ્યમાં કોરોના મહામારીને ધ્યાને રાખતા અલગ-અલગ પ્રતિબંધોને 10 મે સુધી વધારવાની જાહેરાત કરી છે. આ દરમિયાન બધી જ વ્યાવસાયિક ગતિવિધિઓ બંધ રહેશે. જ્યારે તમામ રાજકીય અને સામાજિક કાર્યક્રમો પર પણ પ્રતિબંધ રહેશે.

Goa Lockdown: ગોવા જવા માટે તત્પર લોકો ખાસ વાંચે, 10મે સુધી ગોવામાં વધારાયા પ્રતિબંધો, જાણો શું રહેશે ખુલ્લુ અને શું રહેશે બંધ
Goa Lockdown: ગોવા જવા માટે તત્પર લોકો ખાસ વાંચે, 10મે સુધી ગોવામાં વધારાયા પ્રતિબંધો, જાણો શું રહેશે ખુલ્લુ અને શું રહેશે બંધ

Follow us on

Goa Lockdown: ગોવા સરકારે રાજ્યમાં કોરોના મહામારીને ધ્યાને રાખતા અલગ-અલગ પ્રતિબંધોને 10 મે સુધી વધારવાની જાહેરાત કરી છે. આ દરમિયાન બધી જ વ્યાવસાયિક ગતિવિધિઓ બંધ રહેશે. જ્યારે તમામ રાજકીય અને સામાજિક કાર્યક્રમો પર પણ પ્રતિબંધ રહેશે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે રવિવારે આ જાણકારી આપી. ગોવા પર્યટનનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે. જ્યાં કોરોના સંક્રમણનો દર 50 ટકાથી પણ વધારે છે.

સાવંતે મીડિયાને જણાવ્યુ કે ગોવામાં 29 એપ્રિલે લગાવવામાં આવેલુ લોકડાઉન ત્રણ મે સવારે છ વાગ્યે હટાવી દેવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યુ કે રાજ્યમાં કાલે સવારે 6 વાગ્યે લોકડાઉન હટાવી દેવામાં આવશે પરંતુ કોરોના સંક્રમણના ફેલાવાને રોકવા માટે કોરોનાથી જોડાયેલા પ્રતિબંધો એક અઠવાડિયા સુધી વધારવામાં આવી રહ્યા છે. રાજ્યમાં બધી જ શાળાઓ કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓને માત્ર પરીક્ષાના ઉદેશ્યથી ખોલવામાં આવશે. આ દરમિયાન ધાર્મિક સ્થળ સામાન્ય જનતા માટે બંધ રહેશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સરકારની પરવાનગી વગર કોઇપણ પ્રકારની સામજિક,રાજકીય,ખેલ,મનોરંજન અને સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનની પરવાનગી નહિ હોય. સરકારી અનુમતિ સાથે વધારેમાં વધારે 50 લોકો સાથે કાર્યક્રમ આયોજિત કરવાની પરવાનગી હશે. અંતિમ સંસ્કારમાં વધારેમાં વધારે 20 લોકો સામેલ થઇ શકશે. રેસ્ટોરન્ટને 50 ટકા ક્ષમતા સાથે ચલાવવાની અનુમતિ હશે. જ્યારે માછલી બજાર ,નગર નિગમ અને પંચાયત બજારોને અમુક શરતો સાથે ચલાવવાની અનુમતિ હશે.

Published On - 7:25 am, Mon, 3 May 21

Next Article