દિલ્લીના ગાજિયાબાદમાં મોટી ઘટના ઘટી છે. મુરાદાનગરના શ્મશાન ઘાટ પરિસરમાં ગેલેરીની છત ધરાશાયી થઈ છે. આ ઘટનામાં 18 લોકોના મૃત્યુના સમાચાર છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
માહિતી અનુસાર, ગાજિયાબાદ જિલ્લામાં મુરાદાનગર સ્થિત શ્મશાન ઘાટના પરિસરમાં થાંભલા ઉપર થાંભલો વરસાદના કારણે પડ્યો હતો. જેમાં લગભગ 40 લોકો દબાઈ ગઈ હોવાની માહિતી છે.
આ ઘટનામાં અંતિમ સંસ્કાર કરવા માટે લોકો ભોગા થયા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચીને કામગીરી કરી રહી છે. જો, કે વરસાદના કારણે થોડી સમસ્યા આવી રહી છે. અત્યાર સૂધી 15 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે.
આ ઘટનાના પગલે જિલ્લાધિકારી અને એસએસપી ઘટના સ્થળ પર ઉપસ્થિત છે. ગાજિયાબાદના સ્મશાન ઘાટના પરિસરમાં ઘટનાને લઈને રાજ્ય આપદા મોચન બલવીર દળ મુરાદાબાદની ટીમ પણ ત્યાં પહોંચી છે. ઉપનિરીક્ષક આશુતોષ પાંડે આ સમગ્ર સમિક્ષા કરી રહ્યા છે. આ ટીમમાં 20 લોકો સામેલ છે.
સીએમ યોગીએ આ ઘટનામાં પ્રભાવિત થયેલા લોકો સુધી મદદ પહોંચાડવાનું કહ્યુ અને સાથે ઘાયલ લોકોને યોગ્ય સારવાર મળી રહે તે માટે પણ કહ્યુ.