ઘરની અંદર અનુસૂચિત જાતિ અને જનજાતિના વ્યક્તિ પર અપમાનજનક ટિપ્પણી અપરાધ નહીઃ સુપ્રીમ કોર્ટ

|

Nov 07, 2020 | 12:33 PM

સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે ઘરની અંદર ચાર દિવાલોની વચ્ચે અનુસૂચિત જાતિ અને જનજાતિના વ્યક્તિ પર કરાયેલી ટીપ્પણી અપરાધ હોતો નથી. શિર્ષ કોર્ટે આ સાથે જ ગુરુવારે એક વ્યક્તિના સામે એસસી-એસટી કાયદાને લઇને એક મકાનમાં મહિલાના અપમાનના આરોપને ફગાવી દીધો હતો. જસ્ટિસ એલ નાગેશ્વર રાવ, જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ અજય રસ્તોગીની પેનલ કહ્યુ હતુ […]

ઘરની અંદર અનુસૂચિત જાતિ અને જનજાતિના વ્યક્તિ પર અપમાનજનક ટિપ્પણી અપરાધ નહીઃ સુપ્રીમ કોર્ટ

Follow us on

સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે ઘરની અંદર ચાર દિવાલોની વચ્ચે અનુસૂચિત જાતિ અને જનજાતિના વ્યક્તિ પર કરાયેલી ટીપ્પણી અપરાધ હોતો નથી. શિર્ષ કોર્ટે આ સાથે જ ગુરુવારે એક વ્યક્તિના સામે એસસી-એસટી કાયદાને લઇને એક મકાનમાં મહિલાના અપમાનના આરોપને ફગાવી દીધો હતો. જસ્ટિસ એલ નાગેશ્વર રાવ, જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ અજય રસ્તોગીની પેનલ કહ્યુ હતુ કે, કોઇ વ્યક્તિ માટે તમામ અપમાન અને ધમકી એસસી-એસટી કાયદા હેઠળ અપરાધ હોતો નથી. આવુ ત્યાર જ થઇ શકે છે, જ્યારે વ્યક્તિ અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિ થી આવતો હોય.

પેનલે સાથે એ પણ કહ્યુ કે, યાચિકા કર્તા હિતેશ વર્માની સામે અન્ય અપરાધોને લઇને નોંધાયેલી એફઆઇઆર સંબંધિત કોર્ટ કાયદા મુજબ સુનાવણી કરતી રહેશે. વર્માએ ઉત્તરાખંડ હાઇકોર્ટના એ આદેશને પડકાર્યો હતો જેમાં કોર્ટે આરોપ પત્ર અને સમન રદ કરવાની યાચિકાને ખારીજ કરી દીધી હતી. પેનલે પોતાના 2008 ના એક હુકમને ટાંકીને કહયુ હતુ કે, જેમાં સમાજમાં અપમાન અને બંધીયાર સ્થળ પર કરવામાં આવેલી ટીપ્પણીના વચ્ચે ફર્ક દર્શાવ્યો હતો. કોર્ટે કહ્યુ હતુ કે તે વખતના હુકમમાં સ્પષ્ટ કરવામાં આવ્યુ હતુ કે, જો આરોપ મકાન ની બહાર જેમ કે ઘરના બગીચામાં, બાલકનીમાં અથવા કંપાઉન્ડની બહાર કરવામાં આવ્યો હોય, કે જ્યાં થી આવતા જતા કોઇએ જોયો કે સાંભળ્યો હોય ત્યારે તેને સાર્વજનિક માનવામાં આવશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ મામલામાં એફઆઇઆર ના મુજબ ટિપ્પણી ઘરની ચાર દિવાલની વચ્ચે કરવામાં આવી હતી. બહારની કોઇ પણ વ્યક્તિએ સાંભળી નહોતી, ના તો કોઇ મિત્ર કે સગા સંબંઘી ત્યાં હાજર હતા. આવી સ્થિતીમાં અપરાધ માની શકાય નહી. પેનલે કહ્યુ કે આરોપ પત્રમાં કેટલાક સાક્ષીઓના નામ છે, પરંતુ એ નક્કિ નથી કે એ લોકો ત્યાં હાજર હતા.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 12:30 pm, Sat, 7 November 20

Next Article