VIDEO: વિશાખાપટ્ટનમમાં મોડીરાત્રે ફરી એકવાર ગેસ લીકેજ થતા આસપાસના ગામોને ખાલી કરાવાયા
વિશાખાપટ્ટનમમાં મોડીરાત્રે ફરી એકવાર ગેસ લીકેજની ઘટના બની હતી. ગઈકાલે જે ટેન્કરમાંથી ગેસ લીકેજ થયુ હતુ તે જ ટેન્કરમાં મોડીરાત્રે પણ લીકેજ થતા દોડધામ મચી ગઈ હતી. આ અંગે જાણ થતા જ તંત્ર હરકતમાં આવી ગયું હતું અને આસપાસના 5 કિલોમીટરના વિસ્તારને ખાલી કરાવી દેવાયો હતો. Web Stories View more Pahalgam Attack : પહલગામના […]

વિશાખાપટ્ટનમમાં મોડીરાત્રે ફરી એકવાર ગેસ લીકેજની ઘટના બની હતી. ગઈકાલે જે ટેન્કરમાંથી ગેસ લીકેજ થયુ હતુ તે જ ટેન્કરમાં મોડીરાત્રે પણ લીકેજ થતા દોડધામ મચી ગઈ હતી. આ અંગે જાણ થતા જ તંત્ર હરકતમાં આવી ગયું હતું અને આસપાસના 5 કિલોમીટરના વિસ્તારને ખાલી કરાવી દેવાયો હતો.
ફાયરબ્રિગેડની અંદાજે 60 જેટલી ગાડીઓ બચાવ કામગીરીમાં લાગી ગઈ હતી જેના કારણે કોઈ જાનહાની થઈ નહોતી. હાલ ગુજરાત, પુણે અને નાગપુરથી ટીમો વિશાખાપટ્ટનમ ગઈ છે. જેઓ ગેસ લીકેજ પર સંપૂર્ણ રીતે કાબૂ લેવાનું કામ કરી રહી છે. મહત્વનું છે કે, ગઈકાલે સવારે જ્યારે ગેસ લીકેજ થયો હતો ત્યારે લોકો પોતાના ઘરે સૂતા હતા. આંખ ખુલી ત્યાં સુધીમાં હવામાં ફેલાયેલા ગેસની અસર શરૂ થઈ ગઈ હતી. અને 11 લોકોના મોત થયા હતા. તો અનેક લોકોને અસર થતા હોસ્પિટલ ખસેડાયા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો