સેકન્ડ લેફ્ટનન્ટથી લઈને CDS જનરલ સુધી… 43 વર્ષ સેના સાથે… જાણો બિપિન રાવત સાથે જોડાયેલી દરેક વાતો

|

Dec 08, 2021 | 4:09 PM

બિપિન રાવતે ભારતમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સેવાઓ આપી છે. તેઓ કોંગોના યુએન મિશનના સહભાગી હતા અને તે જ સમયે તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે સેવાઓ પ્રદાન કરવાની તક મળી.

સેકન્ડ લેફ્ટનન્ટથી લઈને CDS જનરલ સુધી… 43 વર્ષ સેના સાથે… જાણો બિપિન રાવત સાથે જોડાયેલી દરેક વાતો
CDS Bipin Rawat (File Image)

Follow us on

બિપિન રાવતને (Bipin Rawat) દેશના પહેલા CDS ઓફિસર એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બનાવવામાં આવ્યા. ભારતના ઇતિહાસમાં આજ પહેલા આ પોસ્ટ કોઈને મળી નથી. સીડીએસનું કામ આર્મી (Army) , એરફોર્સ (Air Force) અને નેવી (Navy) વચ્ચે સંકલન કરવાનું છે.

બિપિન રાવતનો જન્મ 16 માર્ચ 1958ના રોજ દેહરાદૂનમાં થયો હતો. બિપિન રાવતના પિતા એલએસ રાવત પણ સેનામાં હતા અને તેઓ લેફ્ટનન્ટ જનરલ એલએસ રાવત તરીકે જાણીતા હતા. તેમનું બાળપણ સૈનિકો વચ્ચે વિત્યું અને તેમનું પ્રારંભિક શિક્ષણ સેન્ટ એડવર્ડ સ્કૂલ, શિમલામાં થયું. તે પછી તેમણે ઈન્ડિયન મિલિટરી એકેડમીમાં એડમિશન લીધું અને દેહરાદૂન રહેવા ગયા. અહીં તેમનું પ્રદર્શન જોઈને તેમને પ્રથમ સન્માન પત્ર મળ્યો તેમને SWORD OF HONOURથી સન્માનિત કરવામાં આવ્યો. તે પછી તેણે અમેરિકામાં અભ્યાસ કરવાનું મન બનાવ્યું અને તેઓ અમેરિકા ગયા, જ્યાં તેમણે સર્વિસ સ્ટાફ કોલેજમાં ગ્રેજ્યુએશન કર્યું. તેની સાથે તેણે હાઈકમાન્ડનો કોર્સ પણ કર્યો હતો.

આર્મીમાં જોડાયા

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

બિપિન રાવત અમેરિકાથી પરત ફર્યા અને ત્યાર બાદ તેમણે સેનામાં જોડાવાનું મન બનાવી લીધું. 16 ડિસેમ્બર 1978ના રોજ તેમને તેમના પ્રયત્નોમાં સફળતા મળી. તેમને ગોરખા 11 રાઈફલ્સની 5મી બટાલિયનમાં સામેલ કરવામાં આવ્યા હતા. અહીંથી તેની સૈન્ય યાત્રા શરૂ થઈ. અહીં બિપિન રાવત જીને સેનાના ઘણા નિયમો શીખવાની તક મળી અને તેઓ એ પણ સમજી ગયા કે તેઓએ ટીમ વર્ક કેવી રીતે કરવું જોઈએ. બિપિન રાવતે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેમના જીવનમાં ગોરખામાં રહીને જે શીખવ્યું તે બીજે ક્યાંય શીખવા મળ્યું નથી.

અહીં તેમણે સેનાની નીતિઓ સમજી અને નીતિઓ ઘડવાનું કામ કર્યું. ગોરખામાં રહીને તેમણે સૈન્યની ઘણી બધી પોસ્ટ્સ જેમ કે Crops , GOC-C , SOUTHERN COMMAND, IMA DEHRADUN , MILLTERY OPREATIONS DIRECTORET મા LOGISTICS STAFF OFFICER ના પદ પર પણ કામ કર્યુ છે.

કોંગોના યુએન મિશનના સહભાગી હતા

બિપિન રાવતે ભારતમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સેવાઓ આપી છે. તેઓ કોંગોના યુએન મિશનના સહભાગી હતા અને તે જ સમયે તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે સેવાઓ પ્રદાન કરવાની તક મળી. અહીં તેમણે 7000 લોકોના જીવ બચાવ્યા. સેનામાં રહીને બિપિન રાવતજીને સેનામાં ઘણા એવોર્ડ પણ મળ્યા છે. તેમણે યુદ્ધનીતિ શીખવાની સાથે પોતાની કુશળતાનો યોગ્ય ઉપયોગ કરીને સેનામાં ઘણા મેડલ મેળવ્યા છે. તેમની 37 વર્ષની સૈન્ય કારકિર્દીમાં, તેમને ઘણા પુરસ્કારો મળ્યા છે અને તે બધાની યાદી કરવી શક્ય નથી.

બિપિન રાવતને આર્મી ચીફ બનાવવામાં આવ્યા. તેમને 31 ડિસેમ્બર 2016ના રોજ દલબીર સિંહ સુહાગના અનુગામી બનાવવામાં આવ્યા હતા. આ પોસ્ટ બિપિન રાવતના જીવનની મહત્વની પોસ્ટ છે. આ પદ પર આવ્યા બાદ તેમને સમગ્ર ભારતમાં વિશેષ ઓળખ મળી અને તેઓ ભારતીય સેનાના 27માં વડા બન્યા. તેમણે 1 જાન્યુઆરી 2017ના રોજ આ પદની કમાન સંભાળી હતી.

બિપિન રાવતે 31 ડિસેમ્બર 2019 ના રોજ આર્મી સ્ટાફના વડા પદ પરથી રાજીનામું આપ્યું અને દેશના પ્રથમ CDS અધિકારી તરીકેનો કાર્યભાર સંભાળ્યો. આ પ્રથમ વ્યક્તિ છે જેમને ભારતીય સીડીએસ અધિકારી બનાવવામાં આવ્યા છે. CDS એટલે કે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ એવા અધિકારી છે જે આર્મી, એરફોર્સ અને નેવી વચ્ચે સંકલન માટે કામ કરે છે અને સંરક્ષણ પ્રધાન અને ગૃહ પ્રધાનના મુખ્ય સલાહકાર છે.

આ પણ વાંચો –

Jamnagar: વિદેશી મહેમાનો વચ્ચે પુત્રના લગ્ન યોજ્યા બાદ ઉદ્યોગપતિ જીતુલાલ અને પરિવારના 2 સભ્યો કોરોના પોઝિટિવ

આ પણ વાંચો –

ભારે કરી ! ઉત્સાહમાં આ વ્યક્તિએ તેની પત્નીને ઉઠાવવાની કરી કોશિશ, પછી જે થયુ તે જોઈને મહેમાનો પણ હસીને લોટ પોટ થયા

Next Article