દિલ્લીને હચમચાવી નાખવાનું મોટું ષડયંત્ર નિષ્ફળ, કરનાલથી ઝડપાયા ચાર શંકાસ્પદ આતંકવાદી

|

May 05, 2022 | 1:37 PM

દિલ્લીને (Delhi) હચમચાવી નાખવાનું મોટું ષડયંત્ર નિષ્ફળ ઝડપાયેલ આતંકવાદીઓ પંજાબથી હરિયાણામાં પ્રવેશ્યા હતા અને તેઓ દિલ્લી જવાના હોવાની વિગતો સામે આવી છે.

દિલ્લીને હચમચાવી નાખવાનું મોટું ષડયંત્ર નિષ્ફળ, કરનાલથી ઝડપાયા ચાર શંકાસ્પદ આતંકવાદી
Four terrorists arrested from Karnal (symbolic image)
Image Credit source: file photo

Follow us on

હરિયાણાના કરનાલથી (Karnal) ચાર શંકાસ્પદ આતંકવાદીઓ ( terrorists) ઝડપાયા છે. સુરક્ષા એજન્સીને મળેલ વિગતોને આધારે,દિલ્લીને હચમચાવી નાખવાનું મોટું ષડયંત્ર નિષ્ફળ બનાવવીને ચારેય શંકાસ્પદ આતંકવાદીઓ (Suspected terrorist) ઝડપાયા છે. ઝડપાયેલ આતંકવાદીઓ પંજાબથી હરિયાણામાં પ્રવેશ્યા હતા અને તેઓ દિલ્લી (Delhi) જવાના હોવાની વિગતો સામે આવી છે. સુરક્ષા એજન્સીને કન્ટેનરમાંથી હથિયારો અને દારુગોળો (explosives) પણ મળી આવ્યો છે. ઝડપાયેલા ચારેય શંકાસ્પદ આતંકવાદીઓની પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ, ગુરુવારે સવારે 4 વાગ્યે બસતાડા ટોલ પ્લાઝા પાસેથી તમામની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ ઈનોવા કારમાં જતા હતા. મધુબન પોલીસ સ્ટેશનની બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આઈબીના રિપોર્ટ પર ઘણા દરોડા પાડવામાં આવ્યા હતા અને ચારેય આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે.

ડ્રોન દ્વારા હથિયારો મળી આવ્યા છે

કરનાલના એસપી ગંગારામ પુનિયાએ જણાવ્યું છે કે આતંકીઓને ડ્રોન દ્વારા પાકિસ્તાનમાંથી હથિયારો મળ્યા છે. તમામ આતંકવાદીઓ હરવિંદર સિંહ માટે કામ કરે છે. ત્રણ આતંકીઓ ફિરોઝપુરના છે અને એક આતંકી લુધિયાણાનો છે. પાકિસ્તાનમાં બેઠેલા હરવિંદ સિંહ રિંડા તેમની મદદ કરી રહ્યા હતા. મળતી માહિતી મુજબ ચારેય આતંકીઓ મહારાષ્ટ્રના નાંદેડ જઈ રહ્યા હતા. આ મામલે FIR નોંધવામાં આવી છે. કરનાલમાં વિસ્ફોટકો ઝડપાવા અંગે હરિયાણાના સીએમ એમએલ ખટ્ટરે કહ્યું કે આરોપીઓ જ્યારે હરિયાણામાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે વિસ્ફોટકો સાથે ઝડપાયા હતા. પોલીસ આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે.

Published On - 12:34 pm, Thu, 5 May 22

Next Article