AIMIMના 5 માંથી 4 ધારાસભ્યોએ પાર્ટી છોડી, RJD બની સૌથી મોટી પાર્ટી

|

Jun 29, 2022 | 2:54 PM

બિહારમાં મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ(AIMIM)ના પાંચ ધારાસભ્યોમાંથી ચારે પાર્ટી છોડીને લાલુ પ્રસાદની પાર્ટી આરજેડીમાં સામેલ થઈ ગયા છે.

AIMIMના 5 માંથી 4 ધારાસભ્યોએ પાર્ટી છોડી, RJD બની સૌથી મોટી પાર્ટી
Image Credit source: File Photo

Follow us on

બિહાર(Bihar)માં મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. ઓવૈસીની પાર્ટી AIMIMના પાંચ ધારાસભ્યોમાંથી ચારે પાર્ટી છોડીને લાલુ પ્રસાદની પાર્ટી આરજેડીમાં જોડાયા છે. આ સાથે જ બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. વર્ષ 2020 ના નવેમ્બર મહિનામાં યોજાયેલી બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAના ખાતામાં 125 સીટો આવી. ત્યારે આરજેડીના નેતૃત્વમાં મહાગઠબંધનને 110 બેઠકો મળી હતી. આ સિવાય AIMIM ને પાંચ, BSP ને એક અને LJP ને એક સીટ મળી છે. આ સાથે જ એક બેઠક અપક્ષ ઉમેદવારના ફાળે ગઈ હતી.

જો કે, બાદમાં એનડીએ ગઠબંધનની સહયોગી વીઆઈપીએ ગઠબંધનથી પોતાને દૂર કર્યા. પરંતુ આ પાર્ટીના 4 ધારાસભ્યોમાંથી 3 ભાજપમાં જોડાયા હતા અને એક ધારાસભ્યના અવસાન બાદ યોજાયેલી પેટાચૂંટણીમાં બોચાહન બેઠક પર આરજેડીએ જીત મેળવી હતી. મહારાષ્ટ્ર બાદ બિહારમાં મોટો રાજકીય ભૂકંપ થયો છે. અહીં AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીને મોટો ઝટકો લાગ્યો છે. AIMIMના ચાર ધારાસભ્યોએ RJDમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. બિહારમાં AIMIMના પાંચ ધારાસભ્યોએ ચૂંટણી જીતી છે.

અમૌર સીટથી અખ્તરુલ ઈમાન, બયાસીથી સૈયદ રુકનુદ્દીન અહેમદ, જોકીહાટથી શાહનવાઝ આલમ, કોચાધમનથી મોહમ્મદ ઈઝહર અસ્ફી, બહાદુરગંજથી મોહમ્મદ અંજાર નઈમી એઆઈએમઆઈએમની ટિકિટ પરથી જીત્યા હતા. જેમાં ચારને આરજેડીમાં સામેલ કરવામાં આવશે. અખ્તરુલ ઈમાન હાલમાં અમુર સીટ પરથી AIMIM સાથે છે. ચાર ધારાસભ્યોએ AIMIM છોડ્યા બાદ RJD બિહારમાં સૌથી મોટી પાર્ટી બની ગઈ છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ગત વિધાનસભા ચૂંટણીમાં આરજેડી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. આરજેડીના 75 અને ભાજપના 74 ધારાસભ્યો ચૂંટાયા હતા. આ ચૂંટણીમાં ચાર ઉમેદવારો વીઆઈપી ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, જેઓ પાછળથી ભાજપમાં જોડાયા હતા. જેના કારણે ભાજપનો આંકડો 78 પર પહોંચી ગયો હતો. હવે ઓવૈસીની પાર્ટીના ચાર ધારાસભ્યો આરજેડીમાં જોડાયા છે અને તેના 79 ધારાસભ્યો થઈ ગયા છે અને તે રાજ્યની સૌથી મોટી પાર્ટી બની ગઈ છે.

Published On - 2:32 pm, Wed, 29 June 22

Next Article