UP: પૂર્વ મંત્રી કુરેશીની પુત્ર સાથે ધરપકડ, ગેરકાયદે માંસ પેકિંગ કેસમાં છે આરોપી

|

Jan 07, 2023 | 11:18 AM

પોલીસ પૂર્વ મંત્રી યાકુબ કુરેશી અને તેમના પુત્ર ઈમરાન પર ઈલેક્ટ્રોનિક સર્વેલન્સથી સતત નજર રાખી રહી હતી. તે દરમિયાન શનિવારે સવારે માહિતી મળી હતી કે બંને દિલ્લીના ગેસ્ટ હાઉસમાં છુપાયા છે.

UP: પૂર્વ મંત્રી કુરેશીની પુત્ર સાથે ધરપકડ, ગેરકાયદે માંસ પેકિંગ કેસમાં છે આરોપી
પૂર્વ મંત્રી કુરેશીની પુત્ર સાથે ધરપકડ
Image Credit source: Tv9 ભારતવર્ષ

Follow us on

ઉત્તર પ્રદેશના પૂર્વ મંત્રી હાજી યાકુબ કુરેશીની મેરઠ ક્રાઈમ બ્રાન્ચે દિલ્લીથી ધરપકડ કરી છે. પૂર્વ મંત્રી તેના પુત્ર સાથે દિલ્લીના ચાંદની મહેલ વિસ્તારમાં આવેલા ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. મેરઠ IGએ નવ મહિનાથી ફરાર હાજી યાકુબ કુરેશી અને તેના પુત્ર પર 50-50 હજાર રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. મેરઠ પોલીસ સિવાય ATF પણ તેની શોધવા માટે દરોડા પાડી રહી હતી.

પોલીસે જણાવ્યું કે પૂર્વ મંત્રી યાકુબ કુરેશી અને તેના પુત્ર ઈમરાનની પાછળ પોલીસ મેન્યુઅલ અને ઈલેક્ટ્રોનિક સર્વેલન્સથી સતત નજર રાખી રહી હતી. તે દરમિયાન શનિવારે સવારે માહિતી મળી હતી કે તે બંને દિલ્હીના ગેસ્ટ હાઉસમાં છુપાયા છે. તેમનુ લોકેશન મળ્યા બાદ પોલીસે ગેસ્ટ હાઉસમાં દરોડા પાડી બંનેની ધરપકડ કરી હતી. પોલીસ જરૂરી પૂછપરછ કર્યા બાદ બંનેને કોર્ટમાં રજૂ કરશે. આ દરમિયાન પોલીસ બંનેના રિમાન્ડ મેળવવાનો પણ પ્રયત્ન કરશે.

ધરપકડને લઈ પોલીસ પર ઉઠ્યા સવાલ

જો કે મેરઠ પોલીસે યાકુબ કુરેશી અને તેના પુત્ર ઈમરાન કુરેશીની ધરપકડ કરવાનો દાવો કરી રહી છે, પરંતુ એવી ચર્ચા છે કે પોલીસે કોઈ મોટુ કામ કર્યું નથી. એ વાતની પણ ચર્ચા છે કે યાકુબ કુરેશીએ પોતે મેરઠ પોલીસ સાથે સેટિંગ કરીને પોતાની ધરપકડ કરાવી છે. કહેવામાં આવી રહ્યું છે કે હાઈકોર્ટે જામીન અરજી ફગાવી દેવાયા બાદ યાકુબ કુરેશીએ પોતાની સુરક્ષા માટે આ કર્યું છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ગેરકાયદે માંસ પેકિંગ કેસનો આરોપી

મળતી માહિતી મુજબ, ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકાર બન્યા બાદ પોલીસે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ગેરકાયદે માંસ પેકિંગના કેસમાં ખુલાસો કર્યો હતો. આ કેસમાં પોલીસે યાકુબ, તેની પત્ની સંજીદા બેગમ, પુત્ર ફિરોઝ અને ઈમરાનનું પણ નામ નોંધુ છે. આ કેસમાં યાકુબના મેનેજર મોહિત ત્યાગી સહિત અન્ય 17 લોકોના પણ નામ છે. પોલીસે આ મામલે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. પરંતુ જ્યારે યાકુબ કોર્ટમાં હાજર ન થયો ત્યારે પોલીસે પહેલા 25,000 રૂપિયાનું ઈનામ જાહેર કર્યું અને બાદમાં તેને વધારીને 50,000 રૂપિયા કરી દેવામાં આવ્યું. ગયા મહિને પોલીસે યાકુબ અને તેના પરિવારના સભ્યો સામે ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો.

બે વખત MLA રહી ચુક્યો છે યાકુબ

મહત્વનું છે કે, હાજી યાકુબ કુરેશી બે વખત ધારાસભ્ય રહી ચુક્યો છે. પહેલા યાકુબે વર્ષ 2002માં ખારખોડા વિધાનસભા સીટ પરથી ચૂંટણી જીતી હતી, જ્યારે બીજી વખત 2007માં તે મેરઠ શહેરથી ચૂંટાઈને વિધાનસભામાં પહોંચ્યો હતો. યાજી યાકુબ BSP સરકારમાં મંત્રી પણ રહ્યો હતો. આ પછી હાજીએ લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ઘણી વખત પોતાનું નસીબ અજમાવ્યું હતું.

Next Article