National Herald Case: પૂછપરછ માટે ED ઓફિસે પહોચ્યા કોંગ્રેસ નેતા પવન બંસલ, ગઈકાલે મલ્લિકાર્જુન ખડગેની કરાઈ હતી પૂછપરછ

|

Apr 12, 2022 | 1:10 PM

ED નેશનલ હેરાલ્ડ અખબાર પ્રકાશિત કરતી કોંગ્રેસ સમર્થિત એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) સામે મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે. ગઈકાલે નેશનલ હેરાલ્ડ કેસ સંબંધિત મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં મલ્લિકાર્જુન ખડગેની પૂછપરછ કરી હતી.

National Herald Case: પૂછપરછ માટે ED ઓફિસે પહોચ્યા કોંગ્રેસ નેતા પવન બંસલ, ગઈકાલે મલ્લિકાર્જુન ખડગેની કરાઈ હતી પૂછપરછ
enforcement directorate (Symbolic image)

Follow us on

નેશનલ હેરાલ્ડ કેસમાં (National Herald Case) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. સોમવારે કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેની (Mallikarjun Khadge) પણ ED દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી અને હવે મંગળવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પવન કુમાર બંસલને (Pawan Kumar Bansal) પણ પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યા છે. સમન્સ મળ્યા બાદ પવન કુમાર બંસલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ઓફિસમાં પહોંચી ગયા છે. જ્યાં ED અધિકારીઓ તેમની પૂછપરછ કરશે.

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પવન કુમાર બંસલ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને કોંગ્રેસના વચગાળાના ખજાનચી છે. તપાસ એજન્સીએ તેમને નેશનલ હેરાલ્ડ કેસમાં પૂછપરછ માટે મંગળવારે હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું. એવું માનવામાં આવે છે કે તપાસ એજન્સી યંગ ઈન્ડિયનના અન્ય પ્રમોટર્સને પણ ટૂંક સમયમાં બોલાવી શકે છે. કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના પુત્ર અને લોકસભા સાંસદ રાહુલ ગાંધી પણ યંગ ઈન્ડિયનના પ્રમોટર અને શેરધારકોમાં સામેલ છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

અગાઉ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગઈકાલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેની નેશનલ હેરાલ્ડ કેસ સંબંધિત મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં પૂછપરછ કરી હતી. ED નેશનલ હેરાલ્ડ અખબાર પ્રકાશિત કરતી કોંગ્રેસ સમર્થિત એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) સામે મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે.

ગઈકાલે ખડગેની પૂછપરછ કરવામાં આવી હતી

અધિકારીઓએ જણાવ્યું કે, રાજ્યસભામાં વિપક્ષના નેતા, 79 વર્ષીય મલ્લિકાર્જુન ખડગેને તપાસના સંબંધમાં ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. ખડગે ગઈ કાલે સવારે 11 વાગ્યે દિલ્હીમાં ED હેડક્વાર્ટર પહોંચ્યા હતા. અધિકારીઓનું કહેવું છે કે એજન્સી તપાસ સાથે જોડાયેલા કેટલાક પાસાઓને સમજવા માંગે છે. ખડગેનું નિવેદન પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ નોંધવામાં આવ્યું હતું. યંગ ઈન્ડિયન અને એજેએલના પદાધિકારી હોવાના કારણે ખડગેની પૂછપરછ કરવાની જરૂર હતી.

સીબીઆઈ દ્વારા એફઆઈઆર નોંધાયા બાદ, ED 2016 થી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ એજેએલ (AJL) અને કોંગ્રેસના વિવિધ નેતાઓની ભૂમિકાની તપાસ કરી રહી છે. તપાસ એજન્સીનો આરોપ છે કે આ કેસના આરોપીઓએ હરિયાણાના પંચકુલામાં જમીનનો પ્લોટ AJL અને સિન્ડિકેટ બેંક (બહાદુર શાહ ઝફર માર્ગ)ની શાખાને ગેરકાયદેસર રીતે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં બિલ્ડિંગ બનાવવા માટે આ પ્લોટના આધારે ફાળવ્યો હતો.

આ પણ વાંચોઃ

ભારતમાં જીવલેણ બની હવા, અમદાવાદ-સુરત સહિત મોટા શહેરોમાં વાયુ પ્રદુષણને લીધે લોકો નાની ઉંમરે પામે છે મૃત્યુ : અભ્યાસમાં દાવો

આ પણ વાંચોઃ

Gujarat Election 2022: હાર્દિક પટેલ હવે ચૂંટણી લડી શકશે, પાટીદાર આંદોલનના કેસમાં સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી

Next Article