પૂર્વ ક્રિકેટર અને જાણીતા કોમેન્ટેટર શિવરામાકૃષ્ણનની રાજકીય ઈનીંગ શરૂ, ભાજપ સાથે જોડાયા

|

Dec 31, 2020 | 8:27 AM

પૂર્વ ભારતીય ક્રિકેટર અને મશહૂર કોમેન્ટેટર લક્ષ્મણ શિવરામકૃષ્ણન (Shivaramakrishnan) ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા છે.

પૂર્વ ક્રિકેટર અને જાણીતા કોમેન્ટેટર શિવરામાકૃષ્ણનની રાજકીય ઈનીંગ શરૂ, ભાજપ સાથે જોડાયા

Follow us on

પૂર્વ ભારતીય ક્રિકેટર અને મશહૂર કોમેન્ટેટર લક્ષ્મણ શિવરામકૃષ્ણન (Shivaramakrishnan) ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા છે. તમિલનાડુ (Tamil Nadu)ની રાજધાની ચેન્નઈ (Chennai)માં ભાજપમાં જોડાયેલા શિવાએ 17 વર્ષની વયે વેસ્ટઇન્ડીઝ (West Indies) સામે ટેસ્ટ મેચની શરૂઆત કરી હતી. 1983માં પહેલી મેચ રમ્યા બાદ શિવરામકૃષ્ણનને વધારે તકો મળી ન હતી, ત્યારબાદ 1987માં તેઓ નિવૃત્ત થયા હતા. ત્યારબાદ એક કોમેન્ટેટર (Commentator) તરીકે તેમણે વિશ્વભરમાં પોતાની એક અલગ ઓળખ બનાવી. ભારત તરફથી નવ મેચમાં 26 ટેસ્ટ વિકેટ લેનાર શિવાએ 16 વનડેમાં 15 વિકેટ લીધી હતી.

આ અગાઉ ભાજપના નેતા ખુશ્બુ સુંદરે બુધવારે સવારે ટ્વીટ કર્યું હતું કે તેમના ‘બે ખાસ મિત્રો’ પાર્ટીમાં જોડાયા છે. જો કે ત્યારબાદ તેણે કોઈનું નામ લખ્યું ન હતું. આ વર્ષે ઓક્ટોબરમાં ભાજપમાં જોડાયેલા ખુશ્બુ અગાઉ કોંગ્રેસમાં હતા, જ્યાં અપમાન થયા બાદ તેમણે પાર્ટી છોડી દીધી હતી. એક દિવસ પહેલા જ તમિલનાડુમાં ભૂકંપ આવ્યો હતો, જ્યારે પ્રખ્યાત અભિનેતા રજનીકાંતે જાહેરાત કરી હતી કે તેઓ રાજકારણમાં નહીં આવે, જેના માટે તેમણે સ્વાસ્થ્યનાં કારણો દર્શાવ્યા હતા. રજનીકાંતે કહ્યું હતું કે, તેઓ રાજકારણમાં પ્રવેશ નથી કરી રહ્યા છતાં પણ તેઓ લોકો માટે કામ કરવાનું ચાલુ રાખશે. એવું માનવામાં આવી રહ્યુ હતુ કે તેઓ 31 ડિસેમ્બરે તેમની નવી પાર્ટીની ઘોષણા કરનાર હતા.

Published On - 7:12 am, Thu, 31 December 20

Next Article