ઉત્તરાખંડ આપત્તિમાં બચેલાની આપવિતી, વર્ષો સુધી મે પ્રકૃતિનો વિનાશ કર્યો, પણ એક વૃક્ષે જ જીવ બચાવ્યો

|

Feb 12, 2021 | 2:25 PM

49 વર્ષિય વિક્રમ સિંહ ચૌહાણ ઋષિગંગામાં પૂરમાંથી બચી ગયા. આ બાદ તેઓ પ્રકૃતિનો આભાર માનતાં થાકતા નથી. જાણો શું બન્યું હતું એમની સાથે.

ઉત્તરાખંડ આપત્તિમાં બચેલાની આપવિતી, વર્ષો સુધી મે પ્રકૃતિનો વિનાશ કર્યો, પણ એક વૃક્ષે જ જીવ બચાવ્યો
ઉત્તરાખંડ તબાહી

Follow us on

“મારા કામના કારણે મારે પર્વતો કાપવા પડતા હતા, અને જમીન ખોદવી પડતી હતી. મેં ક્યારેય પર્યાવરણને બચાવ્યું નથી. પરંતુ હું આજે આભારી છું કે પ્રકૃતિના એક ઝાડના કારણે મારું જીવન બચ્યું છે.” ઉત્તરાખંડમાં આવેલા વિનાશમાં ચમત્કારીક રીતે બચેલા વિક્રમ સિંહે કયું.

અહેવાલો અનુસાર 49 વર્ષિય વિક્રમ સિંહ ચૌહાણ ઋષિગંગામાં પૂરમાંથી બચી ગયા. આ બાદ તેઓ પ્રકૃતિનો આભાર માનતાં થાકતા નથી. આ વિનાશમાં અત્યાર સુધીમાં 36 મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે 170 થી વધુ લોકો હજી લાપતા છે.

પ્રકૃતિ પ્રત્યે વલણ બદલાયું
પ્રકૃતિ પ્રત્યે વિક્રમ સિંહ ચૌહાણનો અભિગમ બદલાયો છે. ચૌહાણે કહ્યું કે અત્યાર સુધી તે વૃક્ષનો આદર કરતા હતા કારણ કે તે ઓક્સિજન આપે છે. પરંતુ રવિવારની એ સવારે તેમનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો. ચૌહાણે કહ્યું કે કુદરત આપણને જીવંત રાખવા અને મારવા સક્ષમ છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

વૃક્ષ અને ગરમ ધોધએ બચાવ્યો જીવ
જ્યારે ચૌહાણને દહેરાદૂન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, ત્યારે તેમણે બનેલી ઘટના વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું, “રવિવારે સવારે હું મશીનથી રેતી ખોદવાનું કામ કરી રહ્યો હતો. પછી પાણીનો મોટો જથ્થો આવ્યો અને અમે બધા તેમાં તણાવા લાગ્યા. હું એક ઝાડ સાથે અથડાયો. અને તેને કડક રીતે પકડી રાખ્યું. 30 મિનિટ સુધી હું તે વૃક્ષ સાથે ચોંટી રહ્યો. બાદમાં રૈનીના કેટલાક ગામ લોકોએ મને જોયો અને બચાવ્યો. ઠંડા પાણીને લીધે હું ઠરી ગયો રહ્યો હતો. ગામલોકોએ પહેલા મને નજીકના ગરમ ધોધ હેઠળ બેસાડ્યો. ત્યારે મને રાહત થઈ.” આ રીતે પ્રકૃતિના અંગ વૃક્ષ અને ગરમ પાણીના ઝરણાએ ચૌહાણનું જીવન બચાવ્યું.

Published On - 2:24 pm, Fri, 12 February 21

Next Article