ચંદ્રયાન-2એ મોકલી પૃથ્વીની પ્રથમ તસવીરો, જુઓ પૃથ્વીનો અદભૂત નજારો

|

Aug 04, 2019 | 8:31 AM

ISROના વૈજ્ઞાનિક સતત સફળતાપૂર્વક ચંદ્રયાન-2 મિશનને પૃથ્વીની કક્ષાથી આગળ વધારી રહ્યા છે અને મિશન શરૂ થયા પછી ચંદ્રયાને પ્રથમ વખત પૃથ્વીની અદભૂત અને રોમાંચક તસવીરો મોકલી છે. આ તસવીરોને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. ઈસરો મુજબ ચંદ્રયાન-2એ આ તસવીરો LI-4 કેમેરાથી લીધી છે. જેમાં પૃથ્વી બ્લૂ રંગની જોવા મળી રહી છે. 2 ઓગસ્ટે બપોરે […]

ચંદ્રયાન-2એ મોકલી પૃથ્વીની પ્રથમ તસવીરો, જુઓ પૃથ્વીનો અદભૂત નજારો

Follow us on

ISROના વૈજ્ઞાનિક સતત સફળતાપૂર્વક ચંદ્રયાન-2 મિશનને પૃથ્વીની કક્ષાથી આગળ વધારી રહ્યા છે અને મિશન શરૂ થયા પછી ચંદ્રયાને પ્રથમ વખત પૃથ્વીની અદભૂત અને રોમાંચક તસવીરો મોકલી છે. આ તસવીરોને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

ઈસરો મુજબ ચંદ્રયાન-2એ આ તસવીરો LI-4 કેમેરાથી લીધી છે. જેમાં પૃથ્વી બ્લૂ રંગની જોવા મળી રહી છે. 2 ઓગસ્ટે બપોરે 3 વાગ્યે અને 27 મિનિટ પર ચંદ્રયાન-2ના લેવલમાં સફળતાપૂર્વક ચોથી વખત ફેરફાર કરવામાં આવ્યો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

હવે તેની પેરિજી 277 કિલોમીટર અને એપોજી 89,472 કિલોમીટર કરવામાં આવી છે. 6 ઓગસ્ટ સુધી પૃથ્વીની ચારે બાજુ ચંદ્રયાન-2ની ભ્રમણકક્ષામાં ફેરફાર કરવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

22 જૂલાઈએ લોન્ચ થયા પછી ચંદ્રના દક્ષિણી ધ્રુવ સુધી પહોંચવા માટે ચંદ્રયાન-2ની 48 દિવસની યાત્રા શરૂ થઈ ગઈ છે. લોન્ચિંગના 16.23 મિનિટ પછી ચંદ્રયાન-2 પૃથ્વીથી લગભગ 170 કિલોમીટરની ઉંચાઈ પર GSLV-MK3 રોકેટથી અલગ થઈને પૃથ્વીની કક્ષામાં ચક્કર લગાવી રહ્યુ હતુ. ઈસરોના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-2ના લોન્ચિંગને લઈને ઘણા ફેરફાર કર્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ચંદ્રયાન-2 અંતરિક્ષયાન 22 જુલાઈથી લઈને 6 ઓગસ્ટ સુધી પૃથ્વીની ચારે બાજુ ચક્કર લગાવશે. ત્યારબાદ 14 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી ચંદ્ર તરફ જતી લાંબી કક્ષાની યાત્રા કરશે.

[yop_poll id=”1″]

20 ઓગસ્ટે ચંદ્રની કક્ષામાં પહોંચશે. ત્યારબાદ 11 દિવસ એટલે કે 31 ઓગસ્ટ સુધી તે ચંદ્રની ચારે બાજુ ચક્કર લગાવશે અને 1 સપ્ટેમ્બરે વિક્રમ લેન્ડર ઓર્બિટરથી અલગ થઈ જશે અને ચંદ્રના દક્ષિણી ધ્રુવ તરફ યાત્રા શરૂ કરશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article