ભારતમાં બીજી લહેર લાવનારા કોરોના વાયરસની પ્રથમ તસવીર સામે આવી, જાણો કેટલું બદલાઈ ગયું સ્વરૂપ

|

May 22, 2021 | 11:20 AM

યુરોપ, ભારત અને કેનેડા સહિતના ઘણા દેશોમાં Corona ના વેરિએન્ટ B.1.1.7 (યુકે વેરિઅન્ટ) નો પ્રથમ તસવીર  સામે આવી  છે. જે  કોરોનાની ચેપની ગતિ વધારવા માટે જવાબદાર છે. કેનેડિયન સંશોધનકારોએ સૌ પ્રથમ યુકેમાં મળી આવેલા Corona ના નવા વેરીએન્ટની તસવીર પ્રકાશિત કરી છે. આ કોરોનાની પ્રથમ લહેરની તુલનામાં તે કેમ ચેપી છે તે શોધવામાં મદદ કરી શકે છે.

ભારતમાં બીજી લહેર લાવનારા કોરોના વાયરસની પ્રથમ તસવીર સામે આવી, જાણો કેટલું બદલાઈ ગયું સ્વરૂપ
ભારતમાં બીજી લહેર લવાનારા કોરોના વાયરસની પ્રથમ તસવીર

Follow us on

યુરોપ, ભારત અને કેનેડા સહિતના ઘણા દેશોમાં Corona ના વેરિએન્ટ B.1.1.7 (યુકે વેરિઅન્ટ) નો પ્રથમ તસવીર  સામે આવી  છે. જે  કોરોનાની ચેપની ગતિ વધારવા માટે જવાબદાર છે. કેનેડિયન સંશોધનકારોએ સૌ પ્રથમ યુકેમાં મળી આવેલા Corona ના નવા વેરીએન્ટની તસવીર પ્રકાશિત કરી છે. આ કોરોનાની પ્રથમ લહેરની તુલનામાં તે કેમ ચેપી છે તે શોધવામાં મદદ કરી શકે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)અનુસાર, બી.1.1.7 વેરિયન્ટમાં વધુ પરિવર્તન આવ્યું હતું, જે ગયા વર્ષે ડિસેમ્બરના મધ્યમાં પ્રથમ વખત યુકેમાં દેખાયો હતો. બ્રિટીશ કોલમ્બિયા યુનિવર્સિટી (યુબીસી) દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ તસવીર ઓટોમીક રિશોલ્યુશનની લેવામાં આવી છે. આ તસવીર આ પ્રકાર વિશે ઘણી મહત્વપૂર્ણ માહિતી જાહેર કરશે.તેમજ એ જાણવામાં મદદ કરશે કે આ પ્રકાર કેમ વધુ ચેપી છે.

બાયોકેમિસ્ટ્રી અને મોલેક્યુલર બાયોલોજીના યુબીસી ( યુનિવર્સિટી ઓફ  બ્રિટિશ કોલંબિયા )  ફેકલ્ટી મેડિસિન વિભાગના પ્રોફેસર શ્રીરામ સુબ્રમણ્યમની આગેવાની હેઠળની સંશોધન ટીમે Corona વાયરસના સ્પાઇક પ્રોટીન પર મ્યુટેશન શોધી કાઢયું જેને N501Yકહેવામાં આવે છે. જેના દ્વારા વાયરસ માનવ કોષ સાથે જોડાઈને સંક્રમિત કરે છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

શ્રીરામે કહ્યું, અમે જે તસવીર ખેંચી છે તે N501Yપરિવર્તનની પ્રથમ ઝલક છે. અને સતત પરિવર્તન દર્શાવે છે. હકીકતમાં N501Y કોરોનાના બી.1.1.7 વેરીએંટનું એક માત્ર પરિવર્તન છે જે સ્પાઇક પ્રોટીન પર સ્થિત છે. તે માનવ ACE2 રીસેપ્ટરને જોડે છે, જે આપણા કોષોની સપાટી પરનું એક ઉત્સેચક છે અને વાયરસનો પ્રવેશદ્વાર બની જાય છે.

Corona  વાયરસ પિનની ટોચ કરતા એક લાખ ગણો નાનો છે અને સામાન્ય માઇક્રોસ્કોપથી જોઇ શકાતો નથી. રિસર્ચ ટીમે વાયરસના આકાર અને પ્રોટીનને જોવા માટે ક્રાયો-ઇએમ કહેવાતા ક્રાયો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ કર્યો હતો અને તે 12 ફૂટ ઉંચાઇ સુધી વધી શકે છે. ઇમેજીંગ તકનીકમાં ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ થતો હતો.

ડો.શ્રીરામે જણાવ્યું હતું કે તેમની ટીમ અન્ય પ્રકારનાં ફોટોગ્રાફ્સ લેવાનો પણ પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે આ નવા પ્રકારોની રચના જોવી પણ મહત્વપૂર્ણ છે કારણ કે તે પર જાણી શકાશે કે હાલની સારવાર અને રસી તેમના પર અસરકારક રહેશે કે કેમ. આ ચેપને નિયંત્રણમાં રાખવાની રીત બતાવશે.

 

Published On - 8:34 pm, Tue, 4 May 21

Next Article