‘દેશ તમારી શહાદતને ભૂલશે નહીં’, પુલવામા હુમલાની પ્રથમ વરસી પર વડાપ્રધાન મોદીએ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી

14 ફેબ્રુઆરી 2019 ભારત માટે કાળો દિવસ હતો. જ્યારે દેશના 40 વીર જવાન આતંકી ષડયંત્રનો નિશાનો બની ગયા અને શહીદ થઈ ગયા હતા. આજના દિવસે જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં જૈશ એ મોહમ્મદના આતંકીઓએ CRPFના કાફલા પર હુમલો કર્યો હતો. PM Narendra Modi: Tributes to the brave martyrs who lost their lives in the gruesome #PulwamaAttack last year. […]

'દેશ તમારી શહાદતને ભૂલશે નહીં', પુલવામા હુમલાની પ્રથમ વરસી પર વડાપ્રધાન મોદીએ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી
Follow Us:
| Updated on: Feb 14, 2020 | 5:52 AM

14 ફેબ્રુઆરી 2019 ભારત માટે કાળો દિવસ હતો. જ્યારે દેશના 40 વીર જવાન આતંકી ષડયંત્રનો નિશાનો બની ગયા અને શહીદ થઈ ગયા હતા. આજના દિવસે જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં જૈશ એ મોહમ્મદના આતંકીઓએ CRPFના કાફલા પર હુમલો કર્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જૈશના જે આતંકીએ આ ષડયંત્રને અંજામ આપ્યો હતો. તેનું નામ આદિલ અહમદ ઉર્ફ વકાસ હતું. આદિલે લગભગ 300 કિલોગ્રામ IT વિસ્ફોટથી ભરેલી ગાડીથી CRPFની બસમાં જોરદાર ટક્કર મારી દીધી હતી. આ હુમલાએ દેશને કંપાવ્યો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારબાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલકોટમાં એર સ્ટ્રાઈક કરી હતી. જેમાં ઘણા આતંકી ઠેકાણાઓ અને આતંકીઓને માર્યા હોવાનો સરકારે દાવો કર્યો હતો. પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા પુલવામા એટેકને દેશ ક્યારેય પણ નહીં ભૂલી શકે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ત્યારે આજે પુલવામા હુમલાની પ્રથમ વરસી પર વડાપ્રધાન મોદીએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં લખ્યું કે ‘તે બહાદુર જવાનોને ભાવર્પુણ શ્રદ્ધાંજલિ, જેઓ ગયા વર્ષે પુલવામા હુમલામાં શહીદ થયા. તે અસાધારણ વ્યક્તિ હતા જેમને આપણા રાષ્ટ્રની સેવા અને સુરક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. ભારત તેમની શહાદતને ક્યારેય પણ નહીં ભૂલે’.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">