દિલ્હીની (Delhi) રોહિણી કોર્ટમાં(Rohini Court) ફાયરિંગના થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ફાયરિંગની માહિતી મળતા જ દિલ્હી પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે, પ્રાથમિક માહિતી મુજબ કોર્ટમાં તહેનાતત પોલીસકર્મીઓએ જ ફાયરિંગ કર્યું હતું. દિલ્હી પોલીસે(Delhi Police) જણાવ્યુ કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જો કે ફાયરિંગના સમાચાર ફેલાતાની સાથે જ કોર્ટમાં હોબાળો મચી ગયો હતો.
An incident of gun firing took place at Rohini court. According to preliminary information, police personnel who was deployed at the court had opened fire. No injuries were reported, Delhi Police said
— ANI (@ANI) April 22, 2022
મળતી માહિતી મુજબ, સવારે લગભગ 9.40 વાગ્યે બે એડવોકેટ સંજીવ ચૌધરી, ઋષિ ચોપરા અને એક જાહેર વ્યક્તિ રોહિત બેરી વચ્ચે ઝઘડો થયો અને ઝપાઝપી દરમિયાન તેઓ 8 નંબરના ગેટમાં ઘૂસી ગયા. ગેટની અંદર આવ્યા પછી પણ લડાઈ ચાલુ જ હતી. જે બાદ ગેટ પર તહેનાત સુરક્ષાકર્મીઓએ વ્યક્તિને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ મામલો વધી જવાને કારણે બંને વચ્ચે ઝપાઝપી થઈ અને આ દરમિયાન ગોળી વાગી. આ દરમિયાન બંનેને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. જોકે, દિલ્હી પોલીસનું કહેવું છે કે ફાયરિંગમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
તમને જણાવી દઈએ કે, આ અગાઉ નવેમ્બર 2019ના રોજ તીસ હજારી કોર્ટના(Court) પરિસરમાં કેદી લોકઅપની સામે કાર પાર્ક કરવાના મુદ્દે વકીલો અને પોલીસકર્મીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. અથડામણ બાદ પરિસરમાં જ એક વકીલને ગોળી મારી દેવામાં આવી હતી, જે બાદ ભારે હોબાળો થયો હતો.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
આ પણ વાંચો : Delhi : ઓમિક્રોનના 8 નવા વેરિઅન્ટ સામે આવ્યા,એક સંક્રમિત વ્યક્તિમાં નવુ સ્વરૂપ જોવા મળતા આરોગ્ય વિભાગની વધી ચિંતા
Published On - 10:46 am, Fri, 22 April 22